જય શ્રી કૃષ્ણ આજ આપણે અમૃત્સરી છોલે વિથ હોમ મેડ મસાલા બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી બજાર માં મળતા તૈયાર મસાલા માંથી તો ઘણી વખત છોલે બનાવ્યા હસે પણ આજ ઘરે તૈયાર કરેલા મસાલા માંથી છોલે બનાવી એકદમ ટેસ્ટી છોલે ની મજા લ્યો. તો ચાલો Chole banavani rit recipe gujarati ma શીખીએ.
છોલે બાફવા માટેની સામગ્રી
- કબૂલી ચણા 300 ગ્રામ
- તમાલપત્ર 1
- મરી 7-8
- તજ નો ટુકડો 1
- દાડમ દાણા 1 ચમચી
- એલચી 1-2
- મોટી એલચી 1
- દાડમ ની છાલ 1 નાનો કટકો
- લસણ ની કણી 2-3
- આદુનો ટુકડો ½ ઇંચ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
છોલે મસાલા બનાવવા માટેની સામગ્રી
- સૂકા ધાણા 1-2 ચમચી
- જીરું 2 ચમચી
- મોટી એલચી 1
- મરી 7-8
- કાશ્મીરી લાલ મરચા 4-5
- હિંગ ¼ ચમચી
- આમચૂર પાઉડર 3-4 ચમચી
- અજમો ½ ચમચી
- સૂકા દાડમ દાણા 2-3 ચમચી
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- ઘી 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણું સમારેલું લસણ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- ઝીણા સમારેલા ટામેટા 3-4
- લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને આદુની કતરણ ગાર્નિશ માટે
Chole banavani rit
આજ સૌ પ્રથમ આપણે છોલે માટે નો મસાલો બનાવતા શીખીશું.
છોલે નો હોમ મેડ મસાલા
છોલે મસાલો બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મોટી એલચી, મરી, કાશ્મીરી લાલ મરચા, અજમો નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો બધા મસાલા શેકવા ની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને મિક્સર જારમાં નાખો અને સાથે સૂકા દાડમ દાણા, આમચૂર પાઉડર અને હિંગ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે છોલે મસાલો.
છોલે બનાવવાની રીત | chole recipe in gujarati
કબૂલી ચણા ને બે પાણીથી ધોઈ લીધા બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ થી સાત કલાક બરોબર પલાળી લ્યો. છોલે ને બાફવા થી પહેલા એમાં મૂકવાની પોટલી બનાવી લ્યો જેમાં એક કોટન ના કપડા ના કટકા માં તમાલપત્ર, મરી, તજ નો ટુકડો, સૂકા દાડમ ના દાણા, દાડમ ની છાલ, એલચી, લસણ ની કણી, આદુ નાખી એક પોટલી બનાવી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે સાત કલાક પછી પલાળેલા કાબુલી ચણા નું પાણી નિતારી કુકર માં નાખો. સાથે તૈયાર કરેલી મસાલા પોટલી, સ્વાદ મુજબ મીઠું અને ચણા ની ઉપર એક ટેરવા જેટલું પાણી નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. ત્યાર બાદ કુકર ખોલી અને પોટલી અલગ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લસણ સુધારેલ, ઝીણા સમારેલા લીલાં મરચા અને આદુ ની પેસ્ટ નાખી ને મિક્સ કરી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અથવા ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ગ્રેવી માંથી ઘી અલગ થવા લાગે એટલે બે થી ત્રણ ચમચી છોલે મસાલા ને નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ચણા નાખો અને મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી એના પર લીલા ધાણા સુધારેલા, આદુની કતરણ અને લીલા મરચા સુધારેલા થી ગાર્નિશ કરી સર્વ કરો અમૃત્સરી છોલે વિથ હોમ મેડ મસાલા.
Chole recipe notes
- જો તમે કબૂલી ચણા પલાળવા નું ભૂલી ગયા હો તો બે કલાક ગરમ પાણી માં ચપટી બેકિંગ સોડા નાખી પલાળી લેશો તો પણ છોલે સારા બનશે.
- ઘરે બનાવેલા છોલે મસાલા ને તમે ચાર છ મહિના સુંધી વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Chole banavani rit

Chole banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
છોલે બાફવા માટેની સામગ્રી
- 300 ગ્રામ કબૂલી ચણા
- 1 તમાલપત્ર
- 7-8 મરી
- 1 તજ નો ટુકડો
- 1 ચમચી દાડમ દાણા
- 1-2 એલચી
- 1 મોટી એલચી
- 1 નાનો કટકો દાડમ ની છાલ
- 2-3 લસણ ની કણી
- ½ ઇંચ આદુનો ટુકડો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
છોલે મસાલા બનાવવા માટેની સામગ્રી
- 1-2 ચમચી સૂકા ધાણા
- 2 ચમચી જીરું
- 1 મોટી એલચી
- 7-8 મરી
- 4-5 કાશ્મીરી લાલ મરચા
- ¼ ચમચી હિંગ
- 3-4 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી અજમો
- 2-3 ચમચી સૂકા દાડમ દાણા
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી ઘી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી ઝીણું સમારેલું લસણ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 3-4 ઝીણા સમારેલા ટામેટા
- લીલા મરચા સુધારેલા ( લીલા ધાણા સુધારેલા અને આદુની કતરણ ગાર્નિશ માટે )
Instructions
છોલે નો હોમ મેડ મસાલા
- છોલે મસાલો બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મોટી એલચી, મરી, કાશ્મીરી લાલ મરચા, અજમો નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો બધા મસાલા શેકવા ની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને મિક્સર જારમાં નાખો અને સાથે સૂકા દાડમ દાણા, આમચૂર પાઉડર અને હિંગ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે છોલે મસાલો.
chole recipe in gujarati
- કબૂલી ચણા ને બે પાણીથી ધોઈ લીધા બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ થી સાત કલાક બરોબર પલાળી લ્યો. છોલે ને બાફવા થી પહેલા એમાં મૂકવાની પોટલી બનાવી લ્યો જેમાં એક કોટન ના કપડા ના કટકા માં તમાલપત્ર, મરી, તજ નો ટુકડો, સૂકા દાડમ ના દાણા, દાડમ ની છાલ, એલચી, લસણ ની કણી, આદુ નાખી એક પોટલી બનાવી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે સાત કલાક પછી પલાળેલા કાબુલી ચણા નું પાણી નિતારી કુકર માં નાખો. સાથે તૈયાર કરેલી મસાલા પોટલી, સ્વાદ મુજબ મીઠું અને ચણા ની ઉપર એક ટેરવા જેટલું પાણી નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. ત્યાર બાદ કુકર ખોલી અને પોટલી અલગ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લસણ સુધારેલ, ઝીણા સમારેલા લીલાં મરચા અને આદુ ની પેસ્ટ નાખી ને મિક્સ કરી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અથવા ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ગ્રેવી માંથી ઘી અલગ થવા લાગે એટલે બે થી ત્રણ ચમચી છોલે મસાલા ને નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ચણા નાખો અને મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી એના પર લીલા ધાણા સુધારેલા, આદુની કતરણ અને લીલા મરચા સુધારેલા થી ગાર્નિશ કરી સર્વ કરો અમૃત્સરી છોલે વિથ હોમ મેડ મસાલા.
Chole recipe notes
- જો તમે કબૂલી ચણા પલાળવા નું ભૂલી ગયા હો તો બે કલાક ગરમ પાણી માં ચપટી બેકિંગ સોડા નાખી પલાળી લેશો તો પણ છોલે સારા બનશે.
- ઘરે બનાવેલા છોલે મસાલા ને તમે ચાર છ મહિના સુંધી વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Soya chunks parotha | સોયા ચંગસ પરોઠા ની રેસીપી
પાલક પનીર | palak paneer recipe in gujarati
સામા ની પુરી બનાવવાની રીત | sama ni puri banavani rit
પનીર બનાવવાની રીત | paneer banavani rit
ઢોસા ની ચટણી બનાવવાની રીત | dosa ni chatni banavani rit