HomeLunch & DinnerGajar kobi no sambharo | ગાજર કોબી નો સંભારો  

Gajar kobi no sambharo | ગાજર કોબી નો સંભારો  

આપણે ગાજર, કોબી નો સંભારો બનાવવાની રીત શીખીશું. આ સંભારો તમે રાત્રે ખીચડી સાથે અથવા દાળ ભાત સાથે બનાવી શકો છો. જે થાળી ના સ્વાદ માં વધારો કરી દેશે અને બનાવવા માં ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો ચાલો Gajar kobi no sambharo – ગાજર કોબી નો સંભારો બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • પાન કોબી 200 ગ્રામ
  • ગાજર લાંબું સુધારેલ 2
  • ટામેટા લાંબા સુધારેલ 1
  • હિંગ ¼ ચમચી
  • રાઇ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • લીંબુનો રસ 1 ચમચી
  • તેલ 2- 3 ચમચી

Gajar kobi no sambharo banavani rit

ગાજર કોબી નો સંભારો બનાવવા સૌપ્રથમ પાન કોબી ને કાપી ને લાંબી લાંબી સુધારી લ્યો ત્યાર બાદ ગાજર ને ધોઈ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઈ કાપી ને પાતળા અને લાંબા લાંબા કટકા કરી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ ધોઈ સાફ કરી સુધારી લેવા અને ટમેટા ના બીજ કાઢી એના પણ લાંબા કટકા કરી લેવા.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલા મરચા સુધારેલ અને હળદર નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાન કોબી અને ગાજર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.

બને શાક બરોબર ચડવા આવે એટલે એમાં સુધારેલ ટમેટા નાખી એને પણ ચડાવી લ્યો. બધા શાક શેકાઈ જાય એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. તો તૈયાર છે ગાજર, કોબી નો સંભારો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગાજર કોબી નો સંભારો બનાવવાની રીત

Gajar kobi no sambharo - ગાજર કોબી નો સંભારો

Gajar kobi no sambharo banavani rit

આપણે ગાજર, કોબી નો સંભારોબનાવવાની રીત શીખીશું. આ સંભારો તમે રાત્રે ખીચડી સાથે અથવા દાળભાત સાથે બનાવી શકો છો. જે થાળી ના સ્વાદ માં વધારો કરી દેશેઅને બનાવવા માં ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો ચાલો Gajar kobi no sambharo – ગાજર કોબી નો સંભારો બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 200 ગ્રામ પાન કોબી
  • 2 ગાજર લાંબું સુધારેલ
  • 1 ટામેટા લાંબા સુધારેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી રાઇ
  • ½ ચમચી હળદર
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2-3 ચમચી તેલ

Instructions

Gajar kobi no sambharo banavani rit

  • ગાજર કોબી નો સંભારો બનાવવા સૌપ્રથમ પાન કોબી ને કાપી ને લાંબી લાંબી સુધારી લ્યો ત્યાર બાદ ગાજર ને ધોઈ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઈ કાપી ને પાતળા અને લાંબા લાંબા કટકા કરી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ ધોઈ સાફ કરી સુધારી લેવા અને ટમેટા ના બીજ કાઢી એના પણ લાંબા કટકા કરી લેવા.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલા મરચા સુધારેલ અને હળદર નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાન કોબી અને ગાજર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
  • બને શાક બરોબર ચડવા આવે એટલે એમાં સુધારેલ ટમેટા નાખી એને પણ ચડાવી લ્યો. બધા શાક શેકાઈ જાય એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. તો તૈયાર છે ગાજર, કોબી નો સંભારો.

Notes

  • જો સંભારો તીખો કરવો હોય તો તીખા લીલા મરચા નાખવા અને જો સંભારો મોરો કરવો હોય તો મોરા મરચા નાખવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular