આ એક રાજસ્થાન નું પ્રખ્યાત શાક છે. જ્યારે કોઈ શાક ના બનાવું હોય કે કોઈ શાક બનાવેલ પસંદ ના આવે ત્યારે આ દહીં વાળા મરચા બનાવી ને ખાઈ શકો છો અને આ મરચા એટલાં સ્વાદિષ્ટ લાગે છે કે તમે શાક વગર પણ ખાલી આ દહીં વાળા મરચા સાથે પણ જમવાનું પૂરું પેટ ભ્રી જમી શકો છો. તો ચાલો Dahi vala marcha banavani rit શીખીએ.
દહીં વાળા મરચા બનાવવા જરૂરી સામગ્રી
- મિડીયમ તીખી લીલા મરચા 250 ગ્રામ
- લસણ ની કણી 10-15
- આખા સૂકા ધાણા 1 ચમચી
- તેલ / તલ નું તેલ 3-4 ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- તિંગાડેલું દહીં 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
Dahi vala marcha banavani rit
દહીં વાળા મરચા બનાવવા સૌપ્રથમ મિડીયમ તીખા લીલા મરચા લ્યો એને પાણીમાં નાખી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ કે કાતર થી ગોળ ગોળ નાની સાઇઝ ના સુધારી લ્યો. સુધારેલ મરચા ને એક વાસણમાં કાઢી લ્યો.
ત્યારબાદ લસણ ની કણી ને પણ સુધારી લ્યો. અને એક બાજુ મૂકો. ત્યાર બાદ આખા ધાણા ને ફૂટી ને અધ કચરા પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા નાખો અને મિક્સ કરી લ્યો.
એમાં જીરું અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને લસણ સુધારેલ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવી ને શેકી લ્યો. લસણ લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં સુધારેલ લીલા મરચા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો.
હવે એમાં ફૂટી રાખેલ આખા ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તિગાડેલું દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને દહી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મરચા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને રોટલી, રોટલા સાથે મજા લ્યો તો તૈયાર છે દહીં વાળા મરચા.
Dahi vala marcha recipe notes
- અહી તમે રેગ્યુલર તેલ ની જગ્યાએ તલ ની તેલ કે સરસો ની તેલ પણ વાપરી શકો છો.
- દહીં ને એકાદ કલાક કપડા માં બાંધી એમાંથી વધારાની પાણી નિતારી લેવું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
દહીં વાળા મરચા બનાવવાની રીત
Dahi vala marcha banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
દહીં વાળા મરચા બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ મિડીયમ તીખી લીલા મરચા
- 10-15 લસણ ની કણી
- 1 ચમચી આખા સૂકા ધાણા
- 3-4 ચમચી તેલ / તલ નું તેલ
- ¼ ચમચી મેથી દાણા
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 કપ તિંગાડેલું દહીં
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Dahi vala marcha banavani rit
- દહીં વાળા મરચા બનાવવા સૌપ્રથમ મિડીયમ તીખા લીલા મરચા લ્યો એને પાણીમાં નાખી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ કે કાતર થી ગોળ ગોળ નાની સાઇઝ ના સુધારી લ્યો. સુધારેલ મરચા ને એક વાસણમાં કાઢી લ્યો.
- ત્યારબાદ લસણ ની કણી ને પણ સુધારી લ્યો. અને એક બાજુ મૂકો. ત્યાર બાદ આખા ધાણા ને ફૂટી ને અધ કચરા પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા નાખો અને મિક્સ કરી લ્યો.
- એમાં જીરું અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને લસણ સુધારેલ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવી ને શેકી લ્યો. લસણ લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં સુધારેલ લીલા મરચા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો.
- હવે એમાં ફૂટી રાખેલ આખા ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તિગાડેલું દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને દહી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મરચા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને રોટલી, રોટલા સાથે મજા લ્યો તો તૈયાર છે દહીં વાળા મરચા.
Dahi vala marcha recipe notes
- અહી તમે રેગ્યુલર તેલ ની જગ્યાએ તલ ની તેલ કે સરસો ની તેલ પણ વાપરી શકો છો.
- દહીં ને એકાદ કલાક કપડા માં બાંધી એમાંથી વધારાની પાણી નિતારી લેવું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati
મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit