આ ચટણી એક વખત બનાવી દસ પંદર દિવસ સુંધી રોટલી, ભાખરી, પરોઠા, થેપલા સાથે ઘરે કે પ્રવાસમાં ખાઈ અને ખવડાવી શકો છો. જ્યારે પણ શાક બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે આ ચટણી ને તમે શાક ની જગ્યાએ વાપરી શકો છો અને બીજી કોઈ વાનગીમાં પણ જો લસણ ની ચટણી ની જરૂર લાગે તો વાપરી શકો છો. તો ચાલો Lasan ni chatni – લસણ ની ચટણી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સૂકા લાલ મરચાં 20- 25
- તેલ 3- 4 ચમચી
- લસણની કળી 20- 25
- આદુનો ટુકડો ½ ઇંચ
- જીરું 1 + ½ ચમચી
- સૂકા આખા ધાણા ½ ચમચી
- રાઇ ½ ચમચી
- હીંગ ¼ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી જરૂર મુજબ
Lasan ni chatni banavani rit
લસણ ની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા લાલ મરચા ની દાંડી અલગ કરી લ્યો અને થોડા બીજ પણ અલગ કરી લ્યો ત્યાર ના એક વાસણમાં એકાદ ગ્લાસ ગરમ પાણી લઈ એમાં સૂકા લાલ મરચા નાખી અડધા થી એક કલાક પલાળી લ્યો. એક કલાક પછી પલાળેલા મરચા ને ચારણી માં કાઢી વધારા નું પાણી નિતારી લ્યો. અને પાણી ને પણ એક બાજુ સાચવી ને રાખવું.
હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ થોડું ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને આદુ ના કટકા નાખી બે ચાર મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં જીરું અને સૂકા આખા ધાણા નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં નીતરેલ લાલ મરચા નાખો અને મરચા સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક બાજુ રાખેલ પાણી માંથી થોડું પાણી નાખી ઢાંકણ બંધ કરી ચટણી ને પીસી લ્યો. ( પાણી ની માત્રા તમને જે પ્રમાણે ચટણી ઘટ્ટ કે પાતળી જોઈએ એ પ્રમાણે વધુ કે ઓછું નાખવું. ) પીસેલી ચટણી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એજ કડાઈ માં બીજી ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ચટણી નાખી ને હલાવતા રહો અને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ચટણી નો રંગ બદલાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી દયો.
તૈયાર ચટણી ને ઠંડી થવા દયો અને ચટણી ઠંડી થઈ જાય એટલે એર ટાઇટ બરણીમાં ભરી લ્યો અને રોટલી, રોટલા, ભાખરી સાથે મજા લ્યો ચટણી. તો તૈયાર છે લસણ ની ચટણી.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લસણ ની ચટણી બનાવવાની રીત

Lasan ni chatni banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 v
Ingredients
- 20- 25 સૂકા લાલ મરચાં
- 3- 4 ચમચી તેલ
- 20- 25 લસણની કળી
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1½ ચમચી જીરું
- ½ ચમચી સૂકા આખા ધાણા
- ½ ચમચી રાઇ
- ¼ ચમચી હીંગ
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Lasan ni chatni banavani rit
- લસણ ની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા લાલ મરચા ની દાંડી અલગ કરી લ્યો અને થોડા બીજ પણ અલગ કરી લ્યો ત્યાર ના એક વાસણમાં એકાદ ગ્લાસ ગરમ પાણી લઈ એમાં સૂકા લાલ મરચા નાખી અડધા થી એક કલાક પલાળી લ્યો. એક કલાક પછી પલાળેલા મરચા ને ચારણી માં કાઢી વધારા નું પાણી નિતારી લ્યો. અને પાણી ને પણ એક બાજુ સાચવી ને રાખવું.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ થોડું ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને આદુ ના કટકા નાખી બે ચાર મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં જીરું અને સૂકા આખા ધાણા નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં નીતરેલ લાલ મરચા નાખો અને મરચા સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
- સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક બાજુ રાખેલ પાણી માંથી થોડું પાણી નાખી ઢાંકણ બંધ કરી ચટણી ને પીસી લ્યો. ( પાણી ની માત્રા તમને જે પ્રમાણે ચટણી ઘટ્ટ કે પાતળી જોઈએ એ પ્રમાણે વધુ કે ઓછું નાખવું. ) પીસેલી ચટણી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એજ કડાઈ માં બીજી ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ચટણી નાખી ને હલાવતા રહો અને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ચટણી નો રંગ બદલાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી દયો.
- તૈયાર ચટણી ને ઠંડી થવા દયો અને ચટણી ઠંડી થઈ જાય એટલે એર ટાઇટ બરણીમાં ભરી લ્યો અને રોટલી, રોટલા, ભાખરી સાથે મજા લ્યો ચટણી. તો તૈયાર છે લસણ ની ચટણી.
Notes
- જો ચટણી તીખી કરવી હોય તો મરચા માંથી બીજ અલગ કર્યા વગર જ મરચા ને પલાળવા અને જો ચટણી તીખી ન કરવી હોય તો બીજ કાઢી ને મરચા પલળવા. અને મીડીયમ કરવી હોય તો થોડા બીજ અલગ કરી ને પલાળવા.
- જો લસણ ની આ ચટણી ને ખાટી મીઠી કરવી હોય તો ગોળ અને લીંબુ નો રસ નાખી ચટણી ખાટી મીઠી પણ બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Lasan ane lila marcha ni chatni | લસણ અને લીલા મરચા ની ચટણી
Chukoni banavani rit | ચુકોની બનાવવાની રીત
Aloo stuffed bati banavani rit | આલું સ્ટફ્ડ બાટી
Gajar nariyal ni chatni | ગાજર નારિયળ ની ચટણી
