Home Nasta Gajar na dhokla banavani rit | ગાજર ના ઢોકળા બનાવવાની રીત

Gajar na dhokla banavani rit | ગાજર ના ઢોકળા બનાવવાની રીત

0
Image credit – Youtube/Rajshri Food

હજી બજાર માં લાલ ગાજર ખૂબ સારા આવે છે અને ગાજર ખાવા ના ઘણા ફાયદા પણ છે. તો આજ આપણે ગાજર માંથી મીઠાઈ ની જગ્યાએ નાસ્તો બનાવશું જેને સવાર કે સાંજ ના બનાવી મજા લઈ શકો છો. તો ચાલો Gajar na dhokla – ગાજર ના ઢોકળા બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • છીણેલા લાલ ગાજર 1 કપ
  • સોજી 1 ½ કપ
  • દહીં 1 ½ કપ
  • ખાંડ ½ ચમચી
  • આદુ, મરચાની પેસ્ટ 1 ચમચી
  • ઈનો 1 ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3 – 4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1- 2
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8- 10
  • છીણેલું નારિયળ 2- 3 ચમચી

Gajar na dhokla banavani rit

ગાજર ના ઢોકળા બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને કાપી કટકા કરી વચ્ચે રહેલ સફેદ પિત્ત વાળો ભાગ અલગ કરી છીણી વડે છીણી લ્યો. હવે એક વાસણમાં સોજી અને દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને ઢોકળા માટે જરૂર હોય એવા મિશ્રણ તૈયાર કરવા જરૂર પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, એક થી બે ચમચી તેલ, છીણેલા ગાજર નાખી બરોબર મિક્સ  કરી ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકાળવા દયો. ત્યાર બાદ થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો.

પંદર મિનિટ પછી તૈયાર કરેલ મિશ્રણ ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં એક ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી નાખી એક સરખું ફેલાવી ઢોકરીયા માં મૂકી દસ મિનિટ ઢાંકી ચડાવી લ્યો. દસ મિનિટ પછી પકડ થી થાળી કાઢી લ્યો અને બીજી ગ્રીસ કરેલ થાળી માં બાકી ના મિશ્રણ માં એક ચમચી ઈનો નાખી મિક્સ કરી થાળી માં નાખી બાફી લ્યો.

હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો અને સાથે નારિયળ નું છીણ નાખી ચાકુથી કાપી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર ના ઢોકળા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગાજર ના ઢોકળા બનાવવાની રીત

Gajar na dhokla - ગાજર ના ઢોકળા

Gajar na dhokla banavani rit

હજી બજાર માં લાલ ગાજર ખૂબ સારા આવે છે અને ગાજર ખાવાના ઘણા ફાયદા પણ છે. તો આજ આપણે ગાજર માંથી મીઠાઈ ની જગ્યાએનાસ્તો બનાવશું જેને સવાર કે સાંજ ના બનાવી મજા લઈ શકો છો. તોચાલો Gajar na dhokla – ગાજર ના ઢોકળા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ઢોકળિયું
  • 1 છીણી

Ingredients

  • 1 કપ છીણેલા લાલ ગાજર
  • કપ સોજી
  • કપ દહીં
  • ½ ચમચી ખાંડ
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ચમચી ઈનો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 2-3 ચમચી છીણેલું નારિયળ

Instructions

Gajar na dhokla banavani rit

  • ગાજર ના ઢોકળા બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને કાપી કટકા કરી વચ્ચે રહેલ સફેદ પિત્ત વાળો ભાગ અલગ કરી છીણી વડે છીણી લ્યો. હવે એક વાસણમાં સોજી અને દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને ઢોકળા માટે જરૂર હોય એવા મિશ્રણ તૈયાર કરવા જરૂર પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, એક થી બે ચમચી તેલ, છીણેલા ગાજર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકાળવા દયો. ત્યાર બાદ થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો.
  • પંદર મિનિટ પછી તૈયાર કરેલ મિશ્રણ ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં એક ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી નાખી એક સરખું ફેલાવી ઢોકરીયા માં મૂકી દસ મિનિટ ઢાંકી ચડાવી લ્યો. દસ મિનિટ પછી પકડ થી થાળી કાઢી લ્યો અને બીજી ગ્રીસ કરેલ થાળી માં બાકી ના મિશ્રણ માં એક ચમચી ઈનો નાખી મિક્સ કરી થાળી માં નાખી બાફી લ્યો.
  • હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો અને તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો અને સાથે નારિયળ નું છીણ નાખી ચાકુથી કાપી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર ના ઢોકળા.

Notes

  1. ગાજર ની માત્રા વધુ કે ઓછી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version