આપણે જ્યારે પણ બહાર પાણીપુરી કે ચાર્ટ ખાવા જઈએ ત્યારે એ લોકો એક ખાસ કાળા રંગ નો મસાલો છાંટી આપતા હોય છે જેનાથી એમની પાણીપુરી અને ચાર્ટ ઘરે બનતા પાણીપૂરી અને ચાર્ટ કરતા અલગ લાગતા હોય છે. તો આજ આપણે એ Kalo chat masalo – કાળો ચાટ મસાલો ઘરે બનાવતા શીખીશું.
INGREDIENTS
- જીરું 1 કપ
- આખા ધાણા ½ કપ
- મરી ¼ કપ
- સૂકા લાલ મરચા 7- 8
- અજમો 2- 3 ચમચી
- સૂકા ફુદીના ના પાંદ 1 કપ
- સંચળ ¼ કપ
- મીઠું ¼ કપ
- લીંબુ ના ફૂલ 1 ચમચી
- આમચૂર પાઉડર ½ કપ
- હવાબાણ હરડે 7- 8 નંગ
Kalo chat masalo banavani rit
કાળો ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થવા લાગે એટલે એમાં જીરું નાખી હલાવતા રહો અને જીરું શેકાઈ ને ગોલ્ડન થવા લાગે એટલે એમાં આખા ધાણા નાખી એને પણ થોડા રંગ બદલે અને શેકવાની સુંગધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો.
ધાણા થોડા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને એજ કડાઈમાં મરી નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો મરી અને મરચા શેકવા આવે એટલે એમાં અજમો નાખી એને પણ શેકી લ્યો. અજમો બરોબર શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
હવે એજ ગરમ કડાઈમાં સંચળ, મીઠું અને સૂકા ફુદીના ના પાંદ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. ફુદીના ના પાંદ શેકાઈ ક્રિસ્પી થાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં શેકી રાખેલ જીરું, ધાણા, મરી, મરચા અને ફુદીના વાળા મસાલા નાખો સાથે લીંબુના ફૂલ, આમચૂર પાઉડર, હવાબાણ હરડે નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પાઉડર બનાવી લ્યો.
તૈયાર પાઉડર ને ચારણી વડે ચાળી લ્યો અને અરે ટાઈટ સાફ કોરી બરણી માં ભરી લ્યો અને પાણી પૂરી, ચાર્ટ ઉપર છાંટી બહાર જેવા જ સ્વાદ ની મજા લ્યો. તો તૈયાર છે કાળો ચાર્ટ મસાલો.
Chat masalo recipe notes
- અહીં માપ માટે ઘર માં રહેલ ગમે તે એક વાટકા નો લઈ લેવો.
- બધા જ મસાલા ધીમા તાપે અને સુગંધ આવે ત્યાં સુંધી શેકવા.
- જો તમે લીંબુ ના ફૂલ ના ખાતા હો તો આમચૂર પાઉડર ની માત્રા વધારી શકો છો. પણ એનાથી સ્વાદ માં થોડો ફરક આવી શકે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાળો ચાટ મસાલો બનાવવાની રીત

Kalo chat masalo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કપ જીરું
- ½ કપ આખા ધાણા
- ¼ કપ મરી
- 7- 8 સૂકા લાલ મરચા
- 2- 3 ચમચી અજમો
- 1 કપ સૂકા ફુદીના ના પાંદ
- ¼ કપ સંચળ
- ¼ કપ મીઠું
- 1 ચમચી લીંબુ ના ફૂલ
- ½ કપ આમચૂર પાઉડર
- 7- 8 નંગ હવાબાણ હરડે
Instructions
Kalo chat masalo banavani rit
- કાળો ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થવા લાગે એટલે એમાં જીરું નાખી હલાવતા રહો અને જીરું શેકાઈ ને ગોલ્ડન થવા લાગે એટલે એમાં આખા ધાણા નાખી એને પણ થોડા રંગ બદલે અને શેકવાની સુંગધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો.
- ધાણા થોડા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને એજ કડાઈમાં મરી નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો મરી અને મરચા શેકવા આવે એટલે એમાં અજમો નાખી એને પણ શેકી લ્યો. અજમો બરોબર શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
- હવે એજ ગરમ કડાઈમાં સંચળ, મીઠું અને સૂકા ફુદીના ના પાંદ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. ફુદીના ના પાંદ શેકાઈ ક્રિસ્પી થાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં શેકી રાખેલ જીરું, ધાણા, મરી, મરચા અને ફુદીના વાળા મસાલા નાખો સાથે લીંબુના ફૂલ, આમચૂર પાઉડર, હવાબાણ હરડે નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પાઉડર બનાવી લ્યો.
- તૈયાર પાઉડર ને ચારણી વડે ચાળી લ્યો અને અરે ટાઈટ સાફ કોરી બરણી માં ભરી લ્યો અને પાણી પૂરી, ચાર્ટ ઉપર છાંટી બહાર જેવા જ સ્વાદ ની મજા લ્યો. તો તૈયાર છે કાળો ચાર્ટ મસાલો.
Notes
- અહીં માપ માટે ઘર માં રહેલ ગમે તે એક વાટકા નો લઈ લેવો.
- બધા જ મસાલા ધીમા તાપે અને સુગંધ આવે ત્યાં સુંધી શેકવા.
- જો તમે લીંબુ ના ફૂલ ના ખાતા હો તો આમચૂર પાઉડર ની માત્રા વધારી શકો છો. પણ એનાથી સ્વાદ માં થોડો ફરક આવી શકે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Lila vatana na dhokla banavani rit | લીલા વટાણા ના ઢોકળા બનાવવાની રીત
Takos banavani rit | ટાકોસ બનાવવાની રીત
Cheese paneer samosa banavani rit | ચીઝ પનીર સમોસા બનાવવાની રીત
makai ni cutlet banavani rit | મકાઈ ની કટલેસ બનાવવાની રીત