Home Dessert & Drinks Gajar ni cake banavani recipe | ગાજર ની કેક બનાવવાની રેસીપી

Gajar ni cake banavani recipe | ગાજર ની કેક બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Madhavi's Kitchen

મિત્રો અત્યારે બજારમાં લાલ લાલ ને મીઠા ગાજર ખૂબ ઘણી માત્રા માં અને ખૂબ સસ્તા મળે છે અને જો તમે એજ ગાજરનો હલવો, ખીર, શાક, સંભારો ખાઈ કંટાળી ગયા હો અને કઈક નવું બનાવવા માંગતા હો અને ન્યૂ યર ને ખાસ બનાવવા માંગતા હો તો ગાજર માંથી Gajar ni cake – ગાજર ની કેક બનાવી તૈયાર કરી શકો છો જે ઘરના નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે.

Ingredients list

  • છીણેલા ગાજર 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • પીસેલી ખાંડ ¾ કપ
  • દૂધ ¾ કપ
  • ઘી 3-4 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • વિનેગર 1 ચમચી
  • મિલ્ક પાઉડર ¼ કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું 1 ચપટી
  • કાજુ, બદામ, પીસ્તા ના કટકા 2-3 ચમચી
  • કોળા ના બીજ 1 ચમચી

Gajar ni cake banavani recipe

ગાજર ની કેક બનાવવા સૌપ્રથમ મોલ્ડ ને ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને છીણી વડે એક કપ છીણી લ્યો. હવે એક તપેલી માં પીસેલી ખાંડ લ્યો ત્યાર બાદ એમાં દૂધ , મીઠું, એલચી પાઉડર, ઘી અને વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં છીણેલા ગાજર નાખી ને મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈ કે કુકર માં કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. હવે એક વાસણમાં ઘઉંનો લોટ, મિલ્ક પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ લોટ ને ખાંડ વાળા મિશ્રણ માં નાખી એક બાજુ હલાવતા જઈ મિક્સ કરી લ્યો. અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડમાં નાખી એક બે વખત થપ થપાવી લ્યો.

ત્યાર બાદ ઉપર ડ્રાય ફ્રુટ ના કટકા અને કોળા ના બીજ થી ગાર્નિશ કરી લ્યો અને પ્રિ હિટ કુકર કે કડાઈ માં મૂકી ઢાંકી પાંચ મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે ચાલીસ મિનિટ ચડાવી લ્યો.

ચાલીસ મિનિટ પછી ચાકુ નાખી ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે છે તો કેક ચડી ગયો છે તો મોલ્ડ ને બહાર કાઢી ઠંડો કરવા મૂકો. કેક ઠંડો થાય એટલે ડીમોલ્ડ કરી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર માંથી કેક.

Cake recipe notes

  • અહી તમે મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • કેક ને તમે ઓવેન માં પણ બેક કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગાજર ની કેક બનાવવાની રેસીપી

Gajar ni cake - ગાજર ની કેક

Gajar ni cake banavani recipe

મિત્રો અત્યારે બજારમાં લાલ લાલ ને મીઠા ગાજર ખૂબ ઘણીમાત્રા માં અને ખૂબ સસ્તા મળે છે અને જો તમે એજ ગાજરનો હલવો, ખીર, શાક, સંભારો ખાઈકંટાળી ગયા હો અને કઈક નવું બનાવવા માંગતા હો અને ન્યૂ યર ને ખાસ બનાવવા માંગતા હોતો ગાજર માંથી Gajar nicake – ગાજર ની કેક બનાવી તૈયાર કરી શકો છો જે ઘરના નાના મોટાબધાને ખૂબ પસંદ આવશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 45 minutes
Total Time: 1 hour 5 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર / કડાઈ
  • 1 મોલ્ડ

Ingredients

Ingredients list

  • 1 કપ છીણેલા ગાજર
  • 1 કપ ઘઉંનો લોટ
  • ¾ કપ પીસેલી ખાંડ
  • ¾ કપ દૂધ
  • 3-4 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી વિનેગર
  • ¼ કપ મિલ્ક પાઉડર
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1 ચપટી મીઠું
  • 2-3 ચમચી કાજુ , બદામ, પીસ્તા ના કટકા
  • 1 ચમચી કોળા ના બીજ

Instructions

Gajar ni cake banavani recipe

  • ગાજર ની કેક બનાવવા સૌપ્રથમ મોલ્ડ ને ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને છીણી વડે એક કપ છીણી લ્યો. હવે એક તપેલી માં પીસેલી ખાંડ લ્યો ત્યાર બાદ એમાં દૂધ , મીઠું, એલચી પાઉડર, ઘી અને વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં છીણેલા ગાજર નાખી ને મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈ કે કુકર માં કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. હવે એક વાસણમાં ઘઉંનો લોટ, મિલ્ક પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ લોટ ને ખાંડ વાળા મિશ્રણ માં નાખી એક બાજુ હલાવતા જઈ મિક્સ કરી લ્યો. અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડમાં નાખી એક બે વખત થપ થપાવી લ્યો.
  • ત્યાર બાદ ઉપર ડ્રાય ફ્રુટ ના કટકા અને કોળા ના બીજ થી ગાર્નિશ કરી લ્યો અને પ્રિ હિટ કુકર કે કડાઈ માં મૂકી ઢાંકી પાંચ મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે ચાલીસ મિનિટ ચડાવી લ્યો.
  • ચાલીસ મિનિટ પછી ચાકુ નાખી ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે છે તો કેક ચડી ગયો છે તો મોલ્ડ ને બહાર કાઢી ઠંડો કરવા મૂકો. કેક ઠંડો થાય એટલે ડીમોલ્ડ કરી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે ગાજર માંથી કેક.

Cake recipe notes

  • અહી તમે મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • કેક ને તમે ઓવેન માં પણ બેક કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version