મિત્રો આજ આપણે ગુજરાતી અને બંગાળી મીઠાઈનું કોમ્બીનેસન છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે અને જેમને પણ ગુજારતી ગાજરનો હલવો અને બંગાળ ના સંદેશ પસંદ છે એમને તો આ મીઠાઈ ખુબ જ પસંદ આવશે કેમકે એમની બને પસંદીદા મીઠાઈ એક સાથે ખાવા મળે છે તો ચાલો Gajar sandesh – ગાજર સંદેશ બનાવવાની રીત શીખીએ.
ગાજર નો હલવો બનાવવા માટેની સામગ્રી
- ગાજર 500 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ ½ કપ
- મિલ્ક પાઉડર ½ કપ
- કન્ડેસ મિલ્ક ¼ કપ
- ખાંડ ¼ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ઘી 5-7 ચમચી
સંદેશ બનાવવા માટેની સામગ્રી
- ફાડેલું દૂધ / પનીર 1 કપ
- સોજી 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- મિલ્ક પાઉડર ¼ કપ
- કન્ડેસ મિલ્ક ¼ કપ
- એલચી પાઉડર ½ ચમચી
Gajar sandesh banavani recipe
ગાજર સંદેશ બનાવવા સૌથી પહેલા આપણે ગાજરનો હલવો બનાવશું જેના માટે ગાજર ને ધોઈ સાફ કરી છોલી લેશું ત્યાર બાદ ચાકુથી કાપી એમાં રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી નાના કટકા કરી લેશું ત્યાર બાદ તૈયાર કટકા ને મિકસર જારમાં નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી પીસી લેશું. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરી એમાં પીસેલા ગાજર ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લેશું. ગાજર ને દસ મિનીટ શેકી લીધા બાદ એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં ક્ન્ડેસ મિલ્ક અને ખાંડ નાખી ફરીથી મિક્સ કરી શેક્શું.
ગાજર નું મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લઇ બે મિનીટ શેકી લેશું ત્યાર બાદ ફરી બે ચમચીં ઘી નાખી મિક્સ કરી લેશું અને ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થવા દેશું. મિશ્રણ ઠંડું થાય એટલે સીલ્વર ફોઈલ કે પ્લાસ્ટિક પર થોડું ઘી લગાવી એના પર તૈયાર કરેલ હળવા ને નાખી એક સરખું ચોરસ આકારમાં ફેલાવી સેટ થવા એક બાજુ મુકો.
હવે સંદેશ બનાવવા સૌથી પહેલા ફાડેલા દૂધ ના પનીર અને સોજી ને હાથ થી બરોબર મેસ કરી લ્યો હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરામ કરી એમાં મેસ કરેલ પનીર નાખો અને સાવ ધીમા તાપે હલાવતા રહી બે ચાર મિનીટ શેકો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ નવશેકું રહે એટલે હાથ થી બરોબર મસળી સ્મૂથ કરી એનો જે સાઈઝ નો ચોરસ બનાવેલ છે એ સાઈઝ નો રોલ બનાવી લ્યો.
હવે તૈયાર કરેલ ગાજર ના હલવાના ચોરસ ની એક બાજુ સંદેશ નો રોલ મૂકી સિલવર પેપેર અથવા પ્લાસ્ટિક ને એ બાજુથી ગોળ ટાઈટ ફેરવતા જઈ રોલ બનાવી દયો. અને તૈયાર રોલ ને ફોઈલ અથવા પ્લાસ્ટિક માં બરોબર પેક કરી ફ્રીઝર માં એક થી બે કલાક માટે સેટ થવા દયો બે કલાક પછી રોલ કાઢી ધારદાર ચાકુથી ગોળ ગોળ કટકા કરી લ્યો તો તૈયાર છે ગાજર સંદેશ.
અહી તમને જે મુજબ મીઠાસ પસંદ હોય એ મુજબ ખાંડ અને ક્ન્ડેસ મિલ્ક નાખવા
ગાજર સંદેશ બનાવવાની રેસીપી

Gajar sandesh banavani recipe | ગાજર સંદેશ બનાવવાની રેસીપી
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 પ્લાસ્ટિકફોઈલ / સીલ્વર ફોઈલ
Ingredients
ગાજર નો હલવો બનાવવા માટેની સામગ્રી
- 500 ગ્રામ ગાજર
- ½ કપ ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ મિલ્ક પાઉડર
- ¼ કપ કન્ડેસ મિલ્ક
- ¼ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- 5-7 ચમચી ઘી
સંદેશ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ફાડેલું દૂધ / પનીર
- 2 ચમચી સોજી
- 1 ચમચી ખાંડ
- ¼ કપ મિલ્ક પાઉડર
- ¼ કપ કન્ડેસ મિલ્ક
- ½ ચમચી એલચી પાઉડર
Instructions
Gajar sandesh banavani recipe
- ગાજર સંદેશ બનાવવા સૌથી પહેલા આપણે ગાજરનો હલવો બનાવશું જેના માટે ગાજર ને ધોઈ સાફ કરી છોલી લેશું ત્યાર બાદ ચાકુથી કાપી એમાં રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી નાના કટકા કરી લેશું ત્યાર બાદ તૈયાર કટકા ને મિકસર જારમાં નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી પીસી લેશું. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરી એમાં પીસેલા ગાજર ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લેશું. ગાજર ને દસ મિનીટ શેકી લીધા બાદ એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં ક્ન્ડેસ મિલ્ક અને ખાંડ નાખી ફરીથી મિક્સ કરી શેક્શું.
- ગાજર નું મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લઇ બે મિનીટ શેકી લેશું ત્યાર બાદ ફરી બે ચમચીં ઘી નાખી મિક્સ કરી લેશું અને ગેસ બંધ કરી મિશ્રણ ને થોડું ઠંડું થવા દેશું. મિશ્રણ ઠંડું થાય એટલે સીલ્વર ફોઈલ કે પ્લાસ્ટિક પર થોડું ઘી લગાવી એના પર તૈયાર કરેલ હળવા ને નાખી એક સરખું ચોરસ આકારમાં ફેલાવી સેટ થવા એક બાજુ મુકો.
- હવે સંદેશ બનાવવા સૌથી પહેલા ફાડેલા દૂધ ના પનીર અને સોજી ને હાથ થી બરોબર મેસ કરી લ્યો હવે ગેસ પર કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરામ કરી એમાં મેસ કરેલ પનીર નાખો અને સાવ ધીમા તાપે હલાવતા રહી બે ચાર મિનીટ શેકો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ નવશેકું રહે એટલે હાથ થી બરોબર મસળી સ્મૂથ કરી એનો જે સાઈઝ નો ચોરસ બનાવેલ છે એ સાઈઝ નો રોલ બનાવી લ્યો.
- હવે તૈયાર કરેલ ગાજર ના હલવાના ચોરસ ની એક બાજુ સંદેશ નો રોલ મૂકી સિલવર પેપેર અથવા પ્લાસ્ટિક ને એ બાજુથી ગોળ ટાઈટ ફેરવતા જઈ રોલ બનાવી દયો. અને તૈયાર રોલ ને ફોઈલ અથવા પ્લાસ્ટિક માં બરોબર પેક કરી ફ્રીઝર માં એક થી બે કલાક માટે સેટ થવા દયો બે કલાક પછી રોલ કાઢી ધારદાર ચાકુથી ગોળ ગોળ કટકા કરી લ્યો તો તૈયાર છે ગાજર સંદેશ.
Notes
- અહી તમને જે મુજબ મીઠાસ પસંદ હોય એ મુજબ ખાંડ અને ક્ન્ડેસ મિલ્ક નાખવા
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar ni rasmalai : ગાજર ની રસમલાઇ બનાવવાની રીત
Gol ane daliya daal ni chikki | ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી
Dudh mathi churmu | દૂધ માંથી ચુરમુ
motichur na ladu banavani rit | મોતીચૂરના લાડુ
mag ni dal no halvo | મગ દાળ નો હલવો