આજ આપણે બેસન મૂળા નું શાક બનાવવાની રીત શીખીશું. આ siyada ma mula shara malshe to aaj aa banavshu je ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું ખુબજ સરળ છે.જયારે ખીચડી કે દાળ ભાત સાથે કોઈ શાક ના સુજે તો આ શાક બનાવી ને સર્વ કરી શકો છો તો ચાલો Besan mula nu shaak banavani rit શીખીએ.
Ingredients
- મૂળા પાંદ સાથે 2
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- બેસન 1/3 કપ
- હળદર ¼ ચમચી
- અજમો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- સ્વાદ મુબ મીઠું
- તેલ 2-3 ચમચી
Besan mula nu shaak banavani rit
બેસન મૂળા નું શાક બનાવવા સૌથી પહેલા મૂળા અને એના પાંદ ને પાણીથી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ મૂળા ને છોલી સાફ કરી નાના કટકા કરી લ્યો અનેપાંદ માં જે કાચી ડાળી હોય એ લ્યો અને જેની ડાળી પાકેલ હોય એના પાંદ કાઢી એને પણ સાવ ઝીણા સુધારી લ્યો.
સુધારેલા મૂળા ના પાંદ ને એક વાસણમાં નાખી એમાં બે ગ્લાસ પાણી અને અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી દસ મિનીટ માટે એક બાજુ મુકો. દસ મિનીટ પછી પાંદ ને હાથ થી નીચોવી ચારણીમાં કાઢી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં બેસન નાખી ધીમા તાપે હલાવતા રહી બેસન ની શેકવા ની સુંગંધ આવે અથવા લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને બેસન શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને એજ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો નાખી શેકો ,
અજમો શેકાઈ જાય ત્યાર બાદ એમાં હિંગ અને હળદર નાખી મિક્સ કરી એમાં મૂળા ના કટકા નાખી બેચાર પાંચ મિનીટ શેકો. મૂળા શેકાઈ ને થોડા નરમ પડે એટલે એમાં મૂળા ના પાંદઅને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો.
પાંદ નરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા સાથે બે મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં શેકી રાખેલ બેસન નાખી મિક્સ કરી ગેસ સાવ ધીમો કરી ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો. બે મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ બેસન મૂળા નું શાક સર્વ કરો.
બેસન મૂળા નું શાક બનાવવાની રીત

Besan mula nu shaak – બેસન મૂળા નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 મૂળા પાંદ સાથે
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- ⅓ કપ બેસન
- ¼ ચમચી હળદર
- ½ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- સ્વાદ મુબ મીઠું
- તેલ 2-3 ચમચી
Instructions
Besan mula nu shaak banavani rit
- બેસન મૂળા નું શાક બનાવવા સૌથી પહેલા મૂળા અને એના પાંદ ને પાણીથી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ મૂળા ને છોલી સાફ કરી નાના કટકા કરી લ્યો અનેપાંદ માં જે કાચી ડાળી હોય એ લ્યો અને જેની ડાળી પાકેલ હોય એના પાંદ કાઢી એને પણ સાવ ઝીણા સુધારી લ્યો.
- સુધારેલા મૂળા ના પાંદ ને એક વાસણમાં નાખી એમાં બે ગ્લાસ પાણી અને અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી દસ મિનીટ માટે એક બાજુ મુકો. દસ મિનીટ પછી પાંદ ને હાથ થી નીચોવી ચારણીમાં કાઢી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં બેસન નાખી ધીમા તાપે હલાવતા રહી બેસન ની શેકવા ની સુંગંધ આવે અથવા લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને બેસન શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને એજ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો નાખી શેકો ,
- અજમો શેકાઈ જાય ત્યાર બાદ એમાં હિંગ અને હળદર નાખી મિક્સ કરી એમાં મૂળા ના કટકા નાખી બેચાર પાંચ મિનીટ શેકો. મૂળા શેકાઈ ને થોડા નરમ પડે એટલે એમાં મૂળા ના પાંદઅને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો.
- પાંદ નરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા સાથે બે મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં શેકી રાખેલ બેસન નાખી મિક્સ કરી ગેસ સાવ ધીમો કરી ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો. બે મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ બેસન મૂળા નું શાક સર્વ કરો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Lila vatana no theso – લીલા વટાણા નો ઠેસો બનાવવાની રીત
Chole Palak nu shaak | છોલે પાલક નું શાક
Kacha kela na kofta nu shaak banavani recipe | કાચા કેળા ના કોફતા નું શાક
Lasan ane lila marcha ni chatni | લસણ અને લીલા મરચા ની ચટણી
amla no chundo banavani recipe | આમળા નો છૂંદો