ઉનાળામાં ‘વરસે ભરવા માટે’ ની વાનગીઓમાં ઘઉંના લોટના પાપડ સૌની પહેલી પસંદ હોય છે. આ પાપડ ખીચીયા પાપડ જેવાજ લાગે છે અને એક વખત બનાવી વર્ષ માટે સાંચવી આ પાપડ ને તમે તારી અથવા શેકી ને તૈયાર કરી મજા લઇ શકો છો. બનાવવા માં ખીયા પાપડ જેમ જ બને છે પણ સ્વાદ માં થોડા અલગ લાગે છે તો ચાલો Ghau na lot na Papad શીખીએ.
Table of contents
Ghau na Papad banava jaruri samgri
- ઘઉંનો લોટ 4 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાપડખાર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- પાણી 1 લીટર
- તેલ ૨ ચમચી
Ghau na Lot na Papad banavani rit
ઘઉંના લોટના પાપડ બનાવવા ઘઉંના લોટ ને ચાળી એક બાજુ મુકો. ત્યાર બાદ મોટા વાસણમાં એક લીટર પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ ઉકાળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું નહીતર તારેલ કે શેકેલ પાપડ ખારા લાગશે ), પાપડખાર અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી બીજી પાંચ દસ મિનીટ ઉકાળવા દયો. ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લીધા બાદ એક સાથે ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી વેલણ થી એક બાજુ હલાવતા જઈ મિક્સ કરો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો.
હવે ગેસ પર બીજી કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો એમાં વચ્ચે કાંઠો મુકો અને એના પર તેલ લગાવેલ ચારની મૂકી મિક્સ કરેલ લોટ એમાં મૂકી ઢાંકી પંદર થી વીસ મિનીટ ઢાંકી બાફી લ્યો. ખીચું બાફાય ત્યાં સુંધી જાડી ઘઉંની થેલી સાફ કરી એમાં થોડું તેલ લગાવી તૈયાર કરી લ્યો ( અહી તમે જાડી પ્લાસ્ટિક ની થેલી પણ વાપરી શકો છો ).
ત્યારબાદ પાપડ જેમાં સુકાવવા ના છે એ કપડું પણ પાથરી તૈયાર કરી લ્યો અને બે પ્લાસ્ટિકની સીટ અથવા બટર પેપર તૈયાર કરી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી લ્યો અને ગરમ ખીચાને તેલ લગાવેલ પ્લાસ્ટિક માં મુકો સાથે બે ત્રણ ચમચી તેલ નાખી ગ્લાસથી અથવા હાથ થી લોટ બાંધીએ એમ મસળી લ્યો.
ત્યાર બાદ મસળી રાખેલ લોટ માંથી લુવા બનાવી લ્યો અને ઢાંકી ને રાખો હવે પાટલા પર એક પ્લાસ્ટિક સીટ પર તેલ લગાવી એમાં લુવો મૂકી બીજા પ્લાસ્ટિક સીટ પર તેલ લગાવી એના પર મુકો અને થાળી થી દબાવી પાપડ બનાવો અને ત્યાર બાદ થોડો વેલણ વડે વણી પાતળો કરી લ્યો.
વણેલા પાપડ ને કપડા પર નાખો. આમ એક એક કરી બધા પાપડ બનાવી સૂકવવા મુકો. પાપડ ને ત્રણ ચાર કલાક પછી બધા ની સાઈડ ઉથલાવી દયો. સુકવેલા પાપડ ને બે દિવસ ઘરમાં સુકવી લીધા બાદ ત્રીજા દિવસે તડકામાં સુકવી ડબ્બામાં ભરી લ્યો. તૈયાર પાપડ ને તમે તેલ માં તારી અથવા તો ગેસ પર શેકી ને મજા લઇ શકો છો. તો તૈયાર છે ઘઉંના લોટના પાપડ.
અહી તમે જીરું અને લીલા મરચાની પેસ્ટ પણ નાખી શકો છો.
ઘઉંના લોટના પાપડ બનાવવાની રીત

Ghau na Lot na Papad Recipe in Gujarati | ઘઉંના લોટના પાપડ બનાવવાની રીત
Equipment
- 1 મોટું વાસણ
- 1 પાટલો – વેલણ
- 1 ઢોકરીયુ
Ingredients
Ghau na Papad banava jaruri samgri
- 4 કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી પાપડખાર
- 1 ચમચી લીંબુનો રસ
- 1 લીટર પાણી
- 2 ચમચી તેલ
Instructions
Ghau na Lot na Papad banavani rit
- ઘઉંના લોટના પાપડ બનાવવા ઘઉંના લોટ ને ચાળી એક બાજુ મુકો. ત્યાર બાદ મોટા વાસણમાં એક લીટર પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ ઉકાળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું નહીતર તારેલ કે શેકેલ પાપડ ખારા લાગશે ), પાપડખાર અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી બીજી પાંચ દસ મિનીટ ઉકાળવા દયો. ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લીધા બાદ એક સાથે ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી વેલણ થી એક બાજુ હલાવતા જઈ મિક્સ કરો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો.
- હવે ગેસ પર બીજી કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો એમાં વચ્ચે કાંઠો મુકો અને એના પર તેલ લગાવેલ ચારની મૂકી મિક્સ કરેલ લોટ એમાં મૂકી ઢાંકી પંદર થી વીસ મિનીટ ઢાંકી બાફી લ્યો. ખીચું બાફાય ત્યાં સુંધી જાડી ઘઉંની થેલી સાફ કરી એમાં થોડું તેલ લગાવી તૈયાર કરી લ્યો ( અહી તમે જાડી પ્લાસ્ટિક ની થેલી પણ વાપરી શકો છો ).
- ત્યારબાદ પાપડ જેમાં સુકાવવા ના છે એ કપડું પણ પાથરી તૈયાર કરી લ્યો અને બે પ્લાસ્ટિકની સીટ અથવા બટર પેપર તૈયાર કરી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી લ્યો અને ગરમ ખીચાને તેલ લગાવેલ પ્લાસ્ટિક માં મુકો સાથે બે ત્રણ ચમચી તેલ નાખી ગ્લાસથી અથવા હાથ થી લોટ બાંધીએ એમ મસળી લ્યો.
- ત્યાર બાદ મસળી રાખેલ લોટ માંથી લુવા બનાવી લ્યો અને ઢાંકી ને રાખો હવે પાટલા પર એક પ્લાસ્ટિક સીટ પર તેલ લગાવી એમાં લુવો મૂકી બીજા પ્લાસ્ટિક સીટ પર તેલ લગાવી એના પર મુકો અને થાળી થી દબાવી પાપડ બનાવો અને ત્યાર બાદ થોડો વેલણ વડે વણી પાતળો કરી લ્યો.
- વણેલા પાપડ ને કપડા પર નાખો. આમ એક એક કરી બધા પાપડ બનાવી સૂકવવા મુકો. પાપડ ને ત્રણ ચાર કલાક પછી બધા ની સાઈડ ઉથલાવી દયો. સુકવેલા પાપડ ને બે દિવસ ઘરમાં સુકવી લીધા બાદ ત્રીજા દિવસે તડકામાં સુકવી ડબ્બામાં ભરી લ્યો. તૈયાર પાપડ ને તમે તેલ માં તારી અથવા તો ગેસ પર શેકી ને મજા લઇ શકો છો. તો તૈયાર છે ઘઉંના લોટના પાપડ.
- અહી તમે જીરું અને લીલા મરચાની પેસ્ટ પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sabudana na Chamcha Papad Recipe in Gujarati | સાબુદાણાના પાપડ
Chokha no khato lot | ચોખા નો ખાટો લોટ બનાવવાની રીત
Mag daal na falafel banavani rit | મગ દાળ ના ફલાફલ બનાવવાની રીત
Bateka na farali papad | બટેકા ના ફરાળી પાપડ બનાવવાની રીત