આજ આપણે Soji vatana ni kachori – સોજી વટાણા ની કચોરી બનાવવાની રીત શીખીશું. આ કચોરી આજ આપણે તેલ માં તર્યા વગર તૈયાર કરીશું તો પણ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બની ને તૈયાર થશે. જેને તમે પહેલથી તૈયાર કરી નાની મોટી પાર્ટી માં સ્ટાટર તરીકે પણ સર્વ કરી શકો છો.
સોજી નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- સોજી 1 કપ
- જીરું ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- તેલ 4-5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 2 કપ
વટાણા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- વટાણા 1 કપ
- પૌવા 2 ચમચી
- સેવ/ આલું સેવ ½ કપ
- આમચૂર પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- શેકવા માટે તેલ
Soji vatana ni kachori banavani rit
સોજી વટાણા ની કચોરી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં એ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વટાણા નાખી પાંચ મિનિટ બાફી લીધા બાદ ચારણી માં કાઢી લ્યો અને ચારણીમાં જ ઠંડા થવા દયો.
વટાણા ઠંડા થાય ત્યા સુધી એક વાટકામાં પૌવા લઈ એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે વટાણા માં આલું સેવ / સેવ નાખી મેસર વડે મેસ કરો. હવે એમાં પલાળેલા પૌવા નાખી ફરીથી બધી સામગ્રી ને મેસ કરી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી ફરીથી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો અને એમાંથી નાની સાઇઝ ની ગોલી બનાવી લ્યો. આમ બધા મિશ્રણ માંથી નાની સાઇઝ ની ગોલી બનાવી એક બાજુ મૂકો.
ગેસ પર ફરી કડાઈમાં બે કપ પાણી સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, જીરું, સફેદ તલ, લીલા ધાણા સુધારેલા અને ને ચમચી તેલ નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સોજી નાખી મિક્સ કરી મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી એક ચમચી તેલ નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકી દયો.
પાંચ મિનિટ પછી મિશ્રણ ને કથરોટ માં કાઢી લઈ થોડું ઠંડું થવા દયો ત્યાર બાદ સોજી ના મિશ્રણ ને હાથ થી મસળી વટાણા ના મસાલા ની ગોલી થી થોડી મોટી હોય એ સાઇઝ માં (અને અપ્પમ પાત્ર માં સમાય એ સાઇઝ ની ગોલી ) લુવા બનાવી લ્યો. હવે સોજી નો એક લુવો લઈ હથેળી માં ફેલાવી લ્યો અને વચ્ચે વટાણા ની ગોલી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ગોળ ગોલી બનાવી લ્યો.
આમ બધા મિશ્રણ માંથી ગોળ ગોલી બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર અપ્પમ પાત્ર માં થોડું તેલ નાખી એમાં તૈયાર ગોલી મૂકી ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને તૈયાર કરી લ્યો. આમ બધી ગોલી શેકી તૈયાર કરો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે સોજી વટાણા ની કચોરી.
Kachori recipe notes
- અહી તમે આ કચોરી ને તેલ માં તરી ને પણ રાખી શકો છો.
- ગોલી પહેલથી તૈયાર કરી મહેમાન આવે ત્યાર ગરમ ગરમ શેકી ને પણ સર્વ કરી શકો છો.
- જો તમને ચીઝ પસંદ હોય તો ગોલી ની વચ્ચે ચીઝ નો નાનો કટકા પણ મૂકી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સોજી વટાણા ની કચોરી બનાવવાની રીત

Soji vatana ni kachori banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 અપ્પમ પાત્ર
- 1 મેસર
Ingredients
સોજી નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 કપ સોજી
- ½ ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 4-5 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- 2 કપ પાણી
વટાણા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ વટાણા
- 2 ચમચી પૌવા
- ½ કપ સેવ/ આલું સેવ
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 લીલા મરચા સુધારેલા
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- શેકવા માટે તેલ
Instructions
Soji vatana ni kachori banavani rit
- સોજી વટાણા ની કચોરી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં એ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વટાણા નાખી પાંચ મિનિટ બાફી લીધા બાદ ચારણી માં કાઢી લ્યો અને ચારણીમાં જ ઠંડા થવા દયો.
- વટાણા ઠંડા થાય ત્યા સુધી એક વાટકામાં પૌવા લઈ એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે વટાણા માં આલું સેવ / સેવ નાખી મેસર વડે મેસ કરો. હવે એમાં પલાળેલા પૌવા નાખી ફરીથી બધી સામગ્રી ને મેસ કરી લ્યો.
- હવે એમાં સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી ફરીથી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો અને એમાંથી નાની સાઇઝ ની ગોલી બનાવી લ્યો. આમ બધા મિશ્રણ માંથી નાની સાઇઝ ની ગોલી બનાવી એક બાજુ મૂકો.
- ગેસ પર ફરી કડાઈમાં બે કપ પાણી સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, જીરું, સફેદ તલ, લીલા ધાણા સુધારેલા અને ને ચમચી તેલ નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સોજી નાખી મિક્સ કરી મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી એક ચમચી તેલ નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકી દયો.
- પાંચ મિનિટ પછી મિશ્રણ ને કથરોટ માં કાઢી લઈ થોડું ઠંડું થવા દયો ત્યાર બાદ સોજી ના મિશ્રણ ને હાથ થી મસળી વટાણા ના મસાલા ની ગોલી થી થોડી મોટી હોય એ સાઇઝ માં (અને અપ્પમ પાત્ર માં સમાય એ સાઇઝ ની ગોલી ) લુવા બનાવી લ્યો. હવે સોજી નો એક લુવો લઈ હથેળી માં ફેલાવી લ્યો અને વચ્ચે વટાણા ની ગોલી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ગોળ ગોલી બનાવી લ્યો.
- આમ બધા મિશ્રણ માંથી ગોળ ગોલી બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર અપ્પમ પાત્ર માં થોડું તેલ નાખી એમાં તૈયાર ગોલી મૂકી ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને તૈયાર કરી લ્યો. આમ બધી ગોલી શેકી તૈયાર કરો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે સોજી વટાણા ની કચોરી.
Kachori recipe notes
- અહી તમે આ કચોરી ને તેલ માં તરી ને પણ રાખી શકો છો.
- ગોલી પહેલથી તૈયાર કરી મહેમાન આવે ત્યાર ગરમ ગરમ શેકી ને પણ સર્વ કરી શકો છો.
- જો તમને ચીઝ પસંદ હોય તો ગોલી ની વચ્ચે ચીઝ નો નાનો કટકા પણ મૂકી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tuverdaal ni petis banavani rit | તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત
ghau na lot ni mathri banavani rit | ઘઉં ના લોટ ની મઠરી
Vegetable pauva banavani rit | વેજીટેબલ પૌવા
puff banavani rit | પફ બનાવવાની રીત