અત્યારે સિઝન ની છેલ્લી ફુલાવર મળે છે ત્યારે આ રીતે ઘર ના મસાલા નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિસ્ટ શાક બનાવી મજા લઈ લ્યો. તો ચાલો Gobi aalu nu shaak – ગોબી આલું નું શાક બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ફુલાવર 500 ગ્રામ
- બટાકા 500 ગ્રામ
- તેલ / સરસો તેલ ½ કપ
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ટમેટા 2- 3
- કસૂરી મેથી 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2- 3
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
Gobi aalu nu shaak ni recipe
ગોબી આલું નું શાક બનાવવા સૌપ્રથમ ફુલાવર સાફ કરી મીઠા વાળા પાણી માં બોળી મૂકો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી એના પણ મીડીયમ સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં સરસો તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો.
હવે એમાં ફ્લાવર અને બટાકા નાખો અને પાંચ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી શાક ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
સાત મિનિટ પછી એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ટમેટા ને ચડાવી લ્યો. ટમેટા ચડી જાય એટલે એમાં કસૂરી મેથી, ગરમ મસાલો નાખી મિકા કરી એક મિનિટ શેકી લ્યો.
ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ફૂલ તાપે ચડાવી લ્યો . પાંચ સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગોબી આલું નું શાક.
Gujarati shaak recipe notes
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી લેવા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગોબી આલું નું શાક ની રેસીપી

Gobi aalu nu shaak ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 500 ગ્રામ ફુલાવર
- 500 ગ્રામ બટાકા
- ½ કપ તેલ / સરસો તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2-3 ટમેટા
- 1 ચમચી કસૂરી મેથી
- ½ ચમચી ગરમ મસાલો
- 2- 3 લીલા મરચા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ પાણી
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
Instructions
Gobi aalu nu shaak ni recipe
- ગોબી આલું નું શાક બનાવવા સૌપ્રથમ ફુલાવર સાફ કરી મીઠા વાળા પાણી માં બોળી મૂકો ત્યાર બાદ બટાકા ને છોલી સાફ કરી એના પણ મીડીયમ સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં સરસો તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો.
- હવે એમાં ફ્લાવર અને બટાકા નાખો અને પાંચ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી શાક ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- સાત મિનિટ પછી એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ટમેટા ને ચડાવી લ્યો. ટમેટા ચડી જાય એટલે એમાં કસૂરી મેથી, ગરમ મસાલો નાખી મિકા કરી એક મિનિટ શેકી લ્યો.
- ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ફૂલ તાપે ચડાવી લ્યો . પાંચ સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગોબી આલું નું શાક.
Notes
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી લેવા.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Green tameta ni chatni | ગ્રીન ટમેટા ની ચટણી બનાવવાની રીત
Be pad ni rotli banavani rit | બે પળની રોટલી બનાવવાની રીત
Bacheli rotli mathi ladu banavani rit | બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત
paneer kulcha banavani rit | પનીર કુલચા બનાવવાની રીત