જય શ્રી કૃષ્ણ આજ આપણે વાલ નું શાક બનાવવાની રીત – vaal nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sattvik Kitchen YouTube channel on YouTube , આ વાલ નું શાક એક પારંપરિક ગુજરાતી શાક છે જે ઘરમાં તો બનતું જ હોય પણ સાથે આપણે લગ્ન પ્રસંગ માં અથવા મંદિરો માં મળતા પ્રસાદ માં બનતું હોય છે ને ઉનાળા માં ખાસ જ્યારે લીલા શાકભાજી ના મળે ત્યારે દરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયા પંદર દિવસે બને જ એને ભાત કે રોટલી સાથે સર્વ કરતા હોઈએ છીએ તો ચાલો val nu shaak – vaal nu shaak gujarati recipe શીખીએ.
વાલ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | vaal nu shaak recipe ingredients
- સફેદ વાલ ½ કપ
- તેલ 4-5 ચમચી
- અજમો ½ ચમચી
- તમાલપત્ર 1
- સૂકા લાલ મરચા 1-2
- જીરું ½ ચમચી
- બેસન 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ¼
- ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- આંબલી 1 ચમચી
- ગોળ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
vaal nu shaak | gujarati vaal nu shaak
વાલ નું શાક બનાવવાની સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ વાલ લ્યો એમાં ગ્લાસ એક પાણી નાખી વાલ ને મસળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બીજી વખત વાલ ને પાણી નાખી ધોઇ લ્યો હવે એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને આખી રાત પલાડી મૂકો
હવે ગેસ પર એક તપેલી માં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આમલી અને ગોળ નાખી પાણી ને પાંચ મિનિટ બરોબર ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ મૂકો દસ મિનિટ પછી આંબલી ને મસળી લો અને ગરણી થી ગાળી લ્યો
હવે પલાળેલા વાલ નું પાણી નિતારી એને કૂકરમાં નાખો સાથે દોઢ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો,
ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તમલપત્ર નું પાન, સૂકા લાલ મરચા, જીરું અને અજમો નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં બેસન નાખી બે મિનિટ ધીમા તાપે બેસન ને શેકી લ્યો
બેસન ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ વાલ નાખી દયો ને બરોબર મિક્સ કરી લ્યો
મસાલા ને એક વખત ચાખી લ્યો જો જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠુ નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો સાત મિનિટ પછી એમાં આંબલી ગોળ નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો વાલ નું શાક
val nu shaak notes
- જો રાત્રે વાલ પલળવા નું ભૂલી ગયા હો તો સવારે ગરમ પાણી માં સાફ કરી વાલ નાખી ચપટી બેકિંગ સોડા નાખી ને ઢાંકી ને બે ત્રણ કલાક મૂકી દેશો તો પણ વાલ બરોબર પલળી જસે
- લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલા ને પા કપ પાણી માં મિક્સ કરી ને નાખશો તો મસાલા બરી જવાની બીક નહિ રહે
- આંબલી નો પલ્પ તૈયાર હોય તો એ પણ વાપરી શકો છો
val nu shaak banavani rit | vaal nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
vaal nu shaak gujarati recipe | vaal recipe gujarati
vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak | vaal nu shaak gujarati recipe | vaal recipe gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
vaal nu shaak recipe ingredients
- ½ કપ સફેદ વાલ
- 4-5 ચમચી તેલ
- ½ ચમચી અજમો
- 1 તમાલપત્ર
- 1-2 સૂકાલાલ મરચા
- ½ ચમચી જીરું
- 2-3 ચમચી બેસન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી આંબલી
- 1 ચમચી ગોળ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
vaal nu shaak banavani rit | val nu shaak | vaal nu shaak gujarati recipe | val sabji
- વાલ નું શાક બનાવવાની સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ વાલ લ્યો એમાં ગ્લાસ એક પાણી નાખી વાલને મસળી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બીજી વખત વાલ ને પાણી નાખી ધોઇ લ્યો હવે એમાં બેગ્લાસ પાણી નાખી ઢાંકી ને આખી રાત પલાડી મૂકો
- હવે ગેસ પર એક તપેલી માં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આમલી અને ગોળ નાખી પાણી ને પાંચ મિનિટ બરોબર ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ મૂકો દસ મિનિટ પછી આંબલી ને મસળી લો અને ગરણી થી ગાળી લ્યો
- હવે પલાળેલા વાલ નું પાણી નિતારી એને કૂકરમાં નાખો સાથે દોઢ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો,
- ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તમલપત્ર નું પાન, સૂકા લાલ મરચા, જીરું અને અજમો નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં બેસન નાખી બે મિનિટ ધીમા તાપે બેસન ને શેકી લ્યો
- બેસન ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ વાલ નાખી દયો ને બરોબર મિક્સ કરી લ્યો
- મસાલાને એક વખત ચાખી લ્યો જો જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠુ નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો સાત મિનિટ પછી એમાં આંબલી ગોળ નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો વાલ નું શાક
val nu shaak notes
- જો રાત્રે વાલ પલળવા નું ભૂલી ગયા હો તો સવારે ગરમ પાણી માં સાફ કરી વાલ નાખી ચપટી બેકિંગ સોડા નાખી ને ઢાંકી ને બે ત્રણ કલાક મૂકી દેશો તો પણ વાલ બરોબર પલળી જસે
- લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલા ને પા કપ પાણીમાં મિક્સ કરી ને નાખશો તો મસાલા બરી જવાની બીક નહિ રહે
- આંબલી નો પલ્પ તૈયાર હોય તો એ પણ વાપરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit
ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha nu shaak in gujarati
ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan no khichdo in gujarati
મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.