HomeNastaJambu na Thaliya no Mukhwas in Gujarati | જાંબુના ઠળિયાનો મુખવાસ

Jambu na Thaliya no Mukhwas in Gujarati | જાંબુના ઠળિયાનો મુખવાસ

જાંબુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જાંબુ કરતા પણ વધારે ઔષધીય ગુણો તેના ઠળિયા (બીયાં) માં રહેલા છે? આયુર્વેદિક ડોક્ટર્સ હંમેશા ડાયાબિટીસના દર્દીઓને જાંબુના બીયાં ખાવાની સલાહ આપે છે, કારણ કે તે બ્લડ શુગરને કુદરતી રીતે કંટ્રોલમાં રાખે છે. સામાન્ય રીતે આપણે ઠળિયાને ફેંકી દેતા હોઈએ છીએ અથવા તેનો કડવો પાવડર બનાવીને દવા તરીકે લેતા હોઈએ છીએ. પરંતુ આજ આપણે એમથી Jambu na Thaliya no Mukhwas (જાંબુના ઠળિયાનો મુખવાસ) બનાવશું જે સ્વાદમાં જરાય કડવો નહિ લાગે અને રોજ જમ્યા પછી ખાવાની મજા આવશે. ચાલો જોઈએ આ અત્યંત ગુણકારી મુખવાસ બનાવવાની સાચી રીત.

Ingredients

  1. જાંબુ ના ઠળિયા 2 કપ
  2. ઘી 1 ચમચી
  3. સંચળ ¼ ચમચી
  4. લીંબુ 1 નો રસ
  5. હળદર ½  ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ

Jambu na Thaliya no Mukhwas banavani rit

જાંબુના ઠળિયા નો મુખવાસ બનાવવા સૌથી પહેલા જાંબુ માંથી પલ્પ અને ઠળિયા અલગ કરી લ્યો. અલગ કરેલ ઠળિયા ને પાણીમાં નાખી હાથ થી મસળી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા એક બે પાણીથી ધોઈ લ્યો. ઠળિયા બરોબર ધોવાઈ ને સાફ થઇ જાય એટલે કપડામાં નાખી મસળી ને લુછી કોરા કરી લ્યો. કોરા કરલ  ઠળિયા ને ચાકુની મદદ થી ગોળ ગોળ અથવા લાંબા લાંબા ચિપ્સ જેમ સુધારી લ્યો.

હવે સુધારેલ ઠળિયા માં સ્વાદ મુજબ મીઠું, હળદર અને લીંબુનો રસ નાખી હાથ થી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એક દિવસ તડકામાં અથવા બે દિવસ પંખા નીચે કપડા પર ફેલાવી ઉપર બીજું કપડું ઢાંકી ને સુકવી લ્યો. ઠળિયા ની ચિપ્સ બરોબર સુકાઈ જાય એટલે ભેગી કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે જાંબુના ઠળિયા ની સુકામણી જેને તમે લાંબો સમય સુંધી સાંચવી ખાઈ શકો છો.

સુકામણી કરેલ જાંબુની ચિપ્સ માંથી મુખવાસ બનાવવાની રીત

ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં સુકામણી કરેલ જાંબુની ચિપ્સ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ચિપ્સ શેકાવવા આવે ત્યારે એમાં સંચળ નાખી મિક્સ કરી એકાદ મિનીટ શેકી મુખ્વાસને બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાથ ઉખ્વાસ ઠંડો થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે જાંબુના ઠળિયા નો મુખવાસ.  

જાંબુના ઠળિયા નો મુખવાસ બનાવવાની રીત

Diabetic Friendly Healthy Mukhwas – Jambu na Thaliya no Mukhwas - જાંબુના ઠળિયા નો મુખવાસ

Jambu na Thaliya no Mukhwas in Gujarati | જાંબુના ઠળિયાનો મુખવાસ

જાંબુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ શું તમે જાણો છોકે જાંબુ કરતા પણ વધારે ઔષધીય ગુણો તેના ઠળિયા (બીયાં) માં રહેલા છે? આયુર્વેદિક ડોક્ટર્સ હંમેશાડાયાબિટીસના દર્દીઓને જાંબુના બીયાં ખાવાની સલાહ આપે છે, કારણ કે તે બ્લડ શુગરને કુદરતીરીતે કંટ્રોલમાં રાખે છે. સામાન્ય રીતે આપણે ઠળિયાને ફેંકી દેતા હોઈએ છીએ અથવાતેનો કડવો પાવડર બનાવીને દવા તરીકે લેતા હોઈએ છીએ. પરંતુ આજ આપણે એમથી Jambuna Thaliya no Mukhwas (જાંબુના ઠળિયાનો મુખવાસ) બનાવશું જે સ્વાદમાં જરાય કડવો નહિલાગે અને રોજ જમ્યા પછી ખાવાની મજા આવશે. ચાલો જોઈએ આ અત્યંત ગુણકારી મુખવાસ બનાવવાનીસાચી રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 5 minutes
Resting time: 2 days
Total Time: 2 days 25 minutes
Servings: 2 કપ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2 કપ જાંબુ ના ઠળિયા
  • 1 ચમચી ઘી
  • ¼ ચમચી સંચળ
  • 1 લીંબુ નો રસ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Jambu na Thaliya no Mukhwas banavani rit

  • જાંબુના ઠળિયા નો મુખવાસ બનાવવા સૌથી પહેલા જાંબુ માંથી પલ્પ અને ઠળિયા અલગ કરી લ્યો. અલગ કરેલ ઠળિયા ને પાણીમાં નાખી હાથ થી મસળી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા એક બે પાણીથી ધોઈ લ્યો. ઠળિયા બરોબર ધોવાઈ ને સાફ થઇ જાય એટલે કપડામાં નાખી મસળી ને લુછી કોરા કરી લ્યો. કોરા કરલ ઠળિયા ને ચાકુની મદદ થી ગોળ ગોળ અથવા લાંબા લાંબા ચિપ્સ જેમ સુધારી લ્યો.
  • હવે સુધારેલ ઠળિયા માં સ્વાદ મુજબ મીઠું, હળદર અને લીંબુનો રસ નાખી હાથ થી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એક દિવસ તડકામાં અથવા બે દિવસ પંખા નીચે કપડા પર ફેલાવી ઉપર બીજું કપડું ઢાંકી ને સુકવી લ્યો. ઠળિયા ની ચિપ્સ બરોબર સુકાઈ જાય એટલે ભેગી કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે જાંબુના ઠળિયા ની સુકામણી જેને તમે લાંબો સમય સુંધી સાંચવી ખાઈ શકો છો.

સુકામણી કરેલ જાંબુની ચિપ્સ માંથી મુખવાસ બનાવવાની રીત

  • ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી થોડું ગરમ થાય એટલે એમાં સુકામણી કરેલ જાંબુની ચિપ્સ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ચિપ્સ શેકાવવા આવે ત્યારે એમાં સંચળ નાખી મિક્સ કરી એકાદ મિનીટ શેકી મુખ્વાસને બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાથ ઉખ્વાસ ઠંડો થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે જાંબુના ઠળિયા નો મુખવાસ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular