લીલું લસણ ખાવા માં જેટલું ટેસ્ટી લાગે છે એટલું જ ગુણકારી માનવામાં આવે છે પરંતુ શિયાળા ના થોડા સમય માટે જ આ લીલું લસણ મળે છે ત્યાર બાદ નથી મળતું અને ઘણી વાનગીઓ બનાવવા માટે આપણે લીલા લસણ ને મીસ કરતા હોઈએ છીએ તો આજ આપણે લીલા લસણ ને ક્યૂબ બનાવી સ્ટોર કરી ને જ્યારે વાપરવું હોય ત્યારે વાપરી શકાય અને ખીચડી, રોટલી રોટલા સાથે પણ સર્વ કરી શકાય છે. તો ચાલો Lila lasan na cube – લીલા લસણના ક્યૂબ બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- લીલું લસણ 150 ગ્રામ
- ઘી 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
Lila lasan na cube banavani rit
લીલા લસણના ક્યૂબ બનાવવા સૌપ્રથમ કાચું હોય એ લીલું લસણ લ્યો અને લીલા લસણ ને ધોઇ લ્યો અને ત્યાર બાદ એના મૂળિયાં નો ભાગ અલગ કરી લ્યો અને ઉપર ના એક બે પાંદ કાઢી લ્યો અને કપડા થી સાવ કોરું કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બને એટલું ઝીણું ઝીણું સુધારી લ્યો આમ થોડું થોડું કરી બધું લસણ સુધારી લ્યો અને ત્યાર બાદ મોલ્ડ માં નાખતા જાઓ.
સુધારેલા લીલા લસણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ફૂલ ગરમ કરી લીધા બાદ ગરમ ઘી થોડું થોડું કરી સુધારેલ લીલા લસણમાં નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધું ઘી નાખી મિક્સ કરી લ્યો.
ઘી અને લસણ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મોલ્ડ ને ફ્રીજર માં મૂકી જમાવી લ્યો અને લસણ બરોબર જામી ગયા બાદ બહાર કાઢી લઈ ચાકુથી કટકા કરી લ્યો અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણના ક્યૂબ.
Lasan cube recipe notes
- તમે લીલા લસણ અને ઘી ના તૈયાર મિશ્રણ ને ઠંડી થી સીઝન માં બહાર એકાદ દિવસ મૂકશો તો પણ ઘી જામી જસે અને ત્યાર બાદ એના કટકા કરી ને મજા લઈ શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લીલા લસણના ક્યૂબ બનાવવાની રીત

Lila lasan na cube banavani rit
Equipment
- 1 મોલ્ડ
Ingredients
Ingredients list
- 150 ગ્રામ લીલું લસણ
- 1 કપ ઘી
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Lila lasan na cube banavani rit
- લીલા લસણના ક્યૂબ બનાવવા સૌપ્રથમ કાચું હોય એ લીલું લસણ લ્યો અને લીલા લસણ ને ધોઇ લ્યો અને ત્યાર બાદ એના મૂળિયાં નો ભાગ અલગ કરી લ્યો અને ઉપર ના એક બે પાંદ કાઢી લ્યો અને કપડા થી સાવ કોરું કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બને એટલું ઝીણું ઝીણું સુધારી લ્યો આમ થોડું થોડું કરી બધું લસણ સુધારી લ્યો અને ત્યાર બાદ મોલ્ડ માં નાખતા જાઓ.
- સુધારેલા લીલા લસણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ફૂલ ગરમ કરી લીધા બાદ ગરમ ઘી થોડું થોડું કરી સુધારેલ લીલા લસણમાં નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધું ઘી નાખી મિક્સ કરી લ્યો.
- ઘી અને લસણ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મોલ્ડ ને ફ્રીજર માં મૂકી જમાવી લ્યો અને લસણ બરોબર જામી ગયા બાદ બહાર કાઢી લઈ ચાકુથી કટકા કરી લ્યો અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણના ક્યૂબ.
Lasan cube recipe notes
- તમે લીલા લસણ અને ઘી ના તૈયાર મિશ્રણ ને ઠંડી થી સીઝન માં બહાર એકાદ દિવસ મૂકશો તો પણ ઘી જામી જસે અને ત્યાર બાદ એના કટકા કરી ને મજા લઈ શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Lasan ane lila marcha ni chatni | લસણ અને લીલા મરચા ની ચટણી
amla no chundo banavani recipe | આમળા નો છૂંદો બનાવવાની રેસીપી
pizza sauce | પીઝા સોસ બનાવવાની રીત
Gajar nariyal ni chatni | ગાજર નારિયળ ની ચટણી રેસીપી
Lachha Parotha banavani rit | લચ્છા પરોઠા બનાવવાની રીત
tomato ketchup banavani rit | ટોમેટો કેચઅપ
mag ni dal ni khichdi gujarati | મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત
