Home Lunch & Dinner Kakdi salad banavani rit | કાકડી સલાડ બનાવવાની રીત

Kakdi salad banavani rit | કાકડી સલાડ બનાવવાની રીત

0
Image credit – Youtube/Kunal Kapur

ઉનાળા મા શાકભાજી ઓછા મળતા હોય છે ત્યારે શાક સાથે કઈ સલાડ મળી જાય તો બધા ને ભોજન કરવામાં મજા આવી જાય તો આજે એવોજ Kakdi salad –  સ્વાદિષ્ટ કાકડી સલાડ બનાવવાની રેસીપી શીખીશું જે તમારા ઘર મા બધા ને પસંદ આવશે તો ચાલો જલ્દી બનતું આ સલાડ શીખીશું.

Ingredients

  • કાકડી 3 નંગ
  • છીણેલો ગોળ 3 ચમચી
  • લીંબુનો રસ 5 ચમચી
  • આદુ પેસ્ટ ½ ઇંચ
  • સોયા સોસ 3 ચમચી
  • ઓલિવ ઓઇલ 1 ચમચી
  • શેકેલ સફેદ તલ 1 ચમચી
  • લાલ કેપ્સીકમ ઝીણા સમારેલા 2- 3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Kakdi salad banavani rit

કાકડી સલાડ બનાવવા સૌપ્રથમ કાકડી ને ધોઇ બરોબર સાફ કરી લ્યો. ત્યાર બાદ જો તમને છોલી સાફ કરેલ કાકડી પસંદ હોયતો છોલી સાફ કરી લ્યો નહિંતર તમે છાલ સાથે જ કાકડી ની બને બાજુ કાપી અલગ કરી ગોળ ગોળ અને પાતળી પાતળી કાપી કટકા કરી લ્યો. આમ બધી જ કાકડી ને કાપી લીધા બાદ એક મોટા વાટકા માં કાઢી લઈ એક બાજુ મૂકો.

હવે એક નાના મિક્સર જારમાં છીણેલો ગોળ, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ, લાઈટ સોયા સોસ અને ઓલિવ ઓઇલ નાખી ઢાંકણ બંધ કરી પીસી એકરસ કરી લ્યો હવે એમાં શેકી રાખેલ સફેદ તલ નાખી તૈયાર મિશ્રણ ને સુધારેલ કાકડી પર નાખો સાથે ઝીણા સમારેલા લાલ કેપ્સિયમ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર સલાડ ને વીસ થી ત્રીસ મિનિટ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. સલાડ બરોબર ઠંડુ થઈ જાય એટલે ઠંડુ ઠંડુ મજા લ્યો. તો તૈયાર છે કાકડી સલાડ.

Salad recipe notes

  • જો તમારા પાસે સોયા સોસ ડાર્ક હોય તો થોડો ઓછો નાખવો.
  • ગોળ વાળું મિશ્રણ તમે એમ જ મોટા વાસણમાં ન નાખી હેંડ વ્હીસ્પર થી પણ બનાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કાકડી સલાડ બનાવવાની રીત

Kakdi salad - કાકડી સલાડ

Kakdi salad banavani rit

ઉનાળા મા શાકભાજી ઓછા મળતા હોય છે ત્યારે શાક સાથે કઈસલાડ મળી જાય તો બધા ને ભોજન કરવામાં મજા આવી જાય તો આજે એવોજ Kakdi salad –  સ્વાદિષ્ટ કાકડી સલાડ બનાવવાની રેસીપી શીખીશું જે તમારા ઘર મા બધા ને પસંદ આવશે તો ચાલો જલ્દી બનતું આ સલાડ શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Resting time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કાંચ નો બાઉલ

Ingredients

  • 3 નંગ કાકડી
  • 3 ચમચી છીણેલો ગોળ
  • 5 ચમચી લીંબુનો રસ
  • ½ ઇંચ આદુ પેસ્ટ
  • 3 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ઓલિવ ઓઇલ
  • 1 ચમચી શેકેલ સફેદ તલ
  • 2-3 ચમચી લાલ કેપ્સીકમ ઝીણા સમારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Kakdi salad banavani rit

  • કાકડી સલાડ બનાવવા સૌપ્રથમ કાકડી ને ધોઇ બરોબર સાફ કરી લ્યો. ત્યાર બાદ જો તમને છોલી સાફ કરેલ કાકડી પસંદ હોયતો છોલી સાફ કરી લ્યો નહિંતર તમે છાલ સાથે જ કાકડી ની બને બાજુ કાપી અલગ કરી ગોળ ગોળ અને પાતળી પાતળી કાપી કટકા કરી લ્યો. આમ બધી જ કાકડી ને કાપી લીધા બાદ એક મોટા વાટકા માં કાઢી લઈ એક બાજુ મૂકો.
  • હવે એક નાના મિક્સર જારમાં છીણેલો ગોળ, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ, લાઈટ સોયા સોસ અને ઓલિવ ઓઇલ નાખી ઢાંકણ બંધ કરી પીસી એકરસ કરી લ્યો હવે એમાં શેકી રાખેલ સફેદ તલ નાખી તૈયાર મિશ્રણ ને સુધારેલ કાકડી પર નાખો સાથે ઝીણા સમારેલા લાલ કેપ્સિયમ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર સલાડ ને વીસ થી ત્રીસ મિનિટ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. સલાડ બરોબર ઠંડુ થઈ જાય એટલે ઠંડુ ઠંડુ મજા લ્યો. તો તૈયાર છે કાકડી સલાડ.

Notes

  1. જો તમારા પાસે સોયા સોસ ડાર્ક હોય તો થોડો ઓછો નાખવો.
  2. ગોળ વાળું મિશ્રણ તમે એમ જ મોટા વાસણમાં ન નાખી હેંડ વ્હીસ્પર થી પણ બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version