ખજૂર શિયાળામાં (Dates) ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી ગણાય છે, પણ મોટાભાગે બાળકો ખજૂર કે Khajur Pak ખાવાનું ટાળતા હોય છે. બાળકોને તો બસ બજારની ચોકલેટ જ ભાવે છે. તો કેમ આપણે એ બંનેનું કોમ્બિનેશન ન કરી દઈએ? આજે આપણે બનાવીશું Khajur Chocolate. આ ખજૂર ચોકલેટ ખાંડ વગર (Sugar Free) બને છે તેથી હેલ્ધી પણ છે. ઉત્તરાયણ (Makar Sankranti) પર મહેમાને ગિફ્ટ આપવા માટે કે બાળકોના લંચ બોક્સ માટે આ બેસ્ટ ઓપ્શન છે.
Table of contents
ખજૂર ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- ખજુર 15-20
- કાજુ 8-10 + 10
- બદામ 8-10 + 10
- પીસ્તા 8-10
- જાયફળ પાઉડર 1/8 ચમચી
- પીનટ બટર 3-4 ચમચી
- ડાર્ક ચોકલેટ / મિલ્ક ચોકલેટ / સિલ્ક 60-80 ગ્રામ
Khajur Chocolate banavani rit
ખજૂર ચોકલેટ બનાવવા સૌથી પહેલા ખજુર લઇ એની ટોપી અલગ કરી એમાં એક ઉભો ચીરો કરી કાપી લ્યો અને ઠળિયા ને અલગ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં દસ કાજુ અને દસ બદામ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. બને શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
હવે કાજુ, બદામ, પીસ્તા અને જાયફળ પાઉડર લઇ મિક્સર જારમાં દર્દરા પીસી લ્યો. અને પીસેલા ડ્રાય ફ્રુટ ના બે ભાગ કરી એક ભાગમાં પીનટ બટર / મધ અથવા ક્ન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો.હવે કાપા કરેલ ખાજુરમાં એક શેકેલ કાજુ અથવા બદામ મુકો સ્સાથે પીનટ બટર વાળું મિશ્રણ અડધી થી એક ચમચી ભરી ને ખજુર ને દબાવી પેક કરી લ્યો આમ બધી ખજુર ભરી તૈયાર કરી લ્યો.
ત્યારબાદ હવે ચોકલેટ ને ચાકુથી કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મુકો. હવે ગેસ પર એક મોટા વાસણમાં એક થી બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં ચોકલેટ વાળું વાસણ મૂકી ચમચી થી હલાવી ચોકલેટ ને પીગાળી લ્યો. ચોકલેટ પીગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
હવે એક પ્લેટ માં બટર પેપેર મુકો ત્યાર બાદ પીગળેલી ચોકલેટ માં સ્ટફિંગ વાળી ખજુર બોળી પ્લેટ માં મુકો એના પર બાજુમાં રાખેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટો. આમ બધી ખજૂરને ચોકલેટમાં બોળી ડ્રાય ફ્રુટ છાંટી તૈયાર કરી દસ મિનીટ માટે ફ્રીઝર અથવા ફ્રીજ માં મુકો. દસ મિનીટ પાછી ખજુર બહાર કાઢી મજા લ્યો. તો તૈયાર છે ખજુર ચોકલેટ.
Khajur Chocolate Recipe Tips
અહી સ્ટફિંગ માટેના પીસેલા ડ્રાય ફ્રુટ માં તમે પીનટ બટર ની જગ્યાએ પીગળેલી ચોકલેટ, મધ કે ક્ન્દેસ્મિલ્ક પણ નાખી શકો છો.
તમે તમારી પંસદ ની કોઈ પણ ચોકલેટ ને ડીપ માટે પીગળાવી શકો છો. અને પીગળેલી ચોકલેટમાં ડ્રાય ફ્રુટ ની કતરણ મિક્સ કરી ને પણ ડીપ બનાવી શકો છો.
ખજૂર ચોકલેટ બનાવવાની રીત

સુગર ફ્રી ખજૂર ચોકલેટ બનાવવાની રીત – Khajur Chocolate Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 બાઉલ
- 1 બટર પેપર
- 1 મિક્સર
Ingredients
Sugar Free Khajur Chocolate Ingredients
- 15-20 ખજુર
- 8-10 કાજુ + 10
- 8-10 બદામ + 10
- 8-10 પીસ્તા
- ⅛ ચમચી જાયફળ પાઉડર
- 3-4 ચમચી પીનટ બટર
- 60-80 ગ્રામ ડાર્ક ચોકલેટ / મિલ્ક ચોકલેટ / સિલ્ક
Instructions
Khajur Chocolate banavani rit
- ખજૂર ચોકલેટ બનાવવા સૌથી પહેલા ખજુર લઇ એની ટોપી અલગ કરી એમાં એક ઉભો ચીરો કરી કાપી લ્યો અને ઠળિયા ને અલગ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં દસ કાજુ અને દસ બદામ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. બને શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
- હવે કાજુ, બદામ, પીસ્તા અને જાયફળ પાઉડર લઇ મિક્સર જારમાં દર્દરા પીસી લ્યો. અને પીસેલા ડ્રાય ફ્રુટ ના બે ભાગ કરી એક ભાગમાં પીનટ બટર / મધ અથવા ક્ન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો.હવે કાપા કરેલ ખાજુરમાં એક શેકેલ કાજુ અથવા બદામ મુકો સ્સાથે પીનટ બટર વાળું મિશ્રણ અડધી થી એક ચમચી ભરી ને ખજુર ને દબાવી પેક કરી લ્યો આમ બધી ખજુર ભરી તૈયાર કરી લ્યો.
- ત્યારબાદ હવે ચોકલેટ ને ચાકુથી કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મુકો. હવે ગેસ પર એક મોટા વાસણમાં એક થી બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં ચોકલેટ વાળું વાસણ મૂકી ચમચી થી હલાવી ચોકલેટ ને પીગાળી લ્યો. ચોકલેટ પીગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
- હવે એક પ્લેટ માં બટર પેપેર મુકો ત્યાર બાદ પીગળેલી ચોકલેટ માં સ્ટફિંગ વાળી ખજુર બોળી પ્લેટ માં મુકો એના પર બાજુમાં રાખેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટો. આમ બધી ખજૂરને ચોકલેટમાં બોળી ડ્રાય ફ્રુટ છાંટી તૈયાર કરી દસ મિનીટ માટે ફ્રીઝર અથવા ફ્રીજ માં મુકો. દસ મિનીટ પાછી ખજુર બહાર કાઢી મજા લ્યો. તો તૈયાર છે ખજુર ચોકલેટ.
Khajur Chocolate Recipe Tips
- અહી સ્ટફિંગ માટેના પીસેલા ડ્રાય ફ્રુટ માં તમે પીનટ બટર ની જગ્યાએ પીગળેલી ચોકલેટ, મધ કે ક્ન્દેસ્મિલ્ક પણ નાખી શકો છો.
- તમે તમારી પંસદ ની કોઈ પણ ચોકલેટ ને ડીપ માટે પીગળાવી શકો છો. અને પીગળેલી ચોકલેટમાં ડ્રાય ફ્રુટ ની કતરણ મિક્સ કરી ને પણ ડીપ બનાવી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Hot Chocolate Mix | ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ મિક્સ
Pineapple Basundi banavani rit | પાઈનેપલ બાસુંદી બનાવવાની રીત
Ragi banana chocolate cake banavani rit | રાગી બનાના ચોકલેટ કેક
Ghau na lot ni Chocolate Brownie banavani rit | ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની બનાવવાની રીત
dry fruit chocolate balls | ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવાની રીત
Ragi hot chocolate | રાગી હોટ ચોકલેટ બનાવવાની રેસીપી