આ Dudhiyo Bajro એક વર્ષો જૂની શિયાળાની ઋતુમાં બનતી વાનગી છે જેનું આપણે કદાચ નામ નહિ સાંભળ્યું હોય કે ણા ક્યારે ચાખ્યો હોય. પણ જેમ એનું નામ છે એમ જ એનો સ્વાદ છે પહેલા ના સમય મા શીયાળા દરમ્યાન સવારે બનાવી ખવાતો જેથી ખુબ સારી માત્રા માં કેલ્સિયમ અને આયર્ન મળી રહે અને હાડકા મજબુત બને. આ દૂધિયો બાજરો નાના મોટા બધા ખાઈ શકે છે બનાવવામાં ખુબ સરળ અને ખાવામાં ખુબ ટેસ્ટી આ વાનગી એક વખત ટેસ્ટ કરશો તો વારંવાર બનાવશો. આ વાનગી પચવામાં ખુબ જ હળવી (Light Food) અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. રાત્રે હળવું જમવું હોય ત્યારે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે.
INGREDIENTS
- બાજરો 1 કપ ફૂલ ક્રીમ
- દૂધ 2 કપ
- ખાંડ 2 ચમચી
- ઘી 1-2 ચમચી
- એલચી પાઉડર 1/8 ચમચી
- કાજુ, બદામ, પીસ્તા ની કતરણ 2-3 ચમચી
Dudhiyo Bajro banavani rit
દૂધિયો બાજરો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સાફ કરેલ બાજરો લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી દસ થી બાર કલાક અથવા આખી રાત પલાળી મુકો. બીજા દિવસે પલાળેલા બાજરાનું પાણી નીતારી બાજરા ને કુકરમાં નાખી બે ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી ફૂલ તાપે કરી લીધા બાદ ગેસ ધીમો કરી બીજી વીસ થી ત્રીસ મિનીટ ચડાવી લ્યો.
ત્રીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા બાજરા ને ચારણીમાં કાઢી લ્યો. અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં બાફી રાખેલ બાજરો નાખો સાથે ફૂલ ક્રીમ દૂધ નાખી મીડીયમ તાપે હલાવતા જાઓ.
દૂધ ઉકાળી અડધું થાય એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી ફરી ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નીશ કરી મજા લ્યો. તો તૈયાર છે દુધિયો બાજરો.
Kathiyavadi Dudhiyo Bajro recipe tips
ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ કરવી.
જો તમને લાગે કે બાજરો બરોબર પલળતો નથી તો તમે બાજરાને નવશેકા પાણીમાં પણ પલાળી શકો છો.
દૂધિયો બાજરો બનાવવાની રીત

દેશી કાઠિયાવાડી દૂધિયો બાજરો બનાવવાની રીત – Dudhiyo Bajro Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
- 1 કપ બાજરો
- 2 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી ખાંડ
- 1-2 ચમચી ઘી
- ⅛ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી કાજુ બદામ, પીસ્તા ની કતરણ
Instructions
Dudhiyo Bajro banavani rit
- દૂધિયો બાજરો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સાફ કરેલ બાજરો લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી દસ થી બાર કલાક અથવા આખી રાત પલાળી મુકો. બીજા દિવસે પલાળેલા બાજરાનું પાણી નીતારી બાજરા ને કુકરમાં નાખી બે ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી ફૂલ તાપે કરી લીધા બાદ ગેસ ધીમો કરી બીજી વીસ થી ત્રીસ મિનીટ ચડાવી લ્યો.
- ત્રીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા બાજરા ને ચારણીમાં કાઢી લ્યો. અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં બાફી રાખેલ બાજરો નાખો સાથે ફૂલ ક્રીમ દૂધ નાખી મીડીયમ તાપે હલાવતા જાઓ.
- દૂધ ઉકાળી અડધું થાય એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી ફરી ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નીશ કરી મજા લ્યો. તો તૈયાર છે દુધિયો બાજરો.
Kathiyavadi Dudhiyo Bajro recipe tips
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ કરવી
- જો તમને લાગે કે બાજરો બરોબર પલળતો નથી તો તમે બાજરાને નવશેકા પાણીમાં પણ પલાળી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાઠિયાવાડી લસણનું કાચું બનાવવાની રીત – Lasan nu Kachu Recipe in Gujarati
Kala chana na dhosa banavani rit | કાળા ચણા ના ઢોસા બનાવવાની રીત
dal makhani recipe in gujarati | દાલ મખની
dum aloo recipe gujarati | દમ આલુ