Home Lunch & Dinner Lila lasan na cube banavani rit | લીલા લસણના ક્યૂબ બનાવવાની રીત

Lila lasan na cube banavani rit | લીલા લસણના ક્યૂબ બનાવવાની રીત

0
Image credit – Youtube/FOOD COUTURE by Chetna Patel

લીલું લસણ ખાવા માં જેટલું ટેસ્ટી લાગે છે એટલું જ ગુણકારી માનવામાં આવે છે પરંતુ શિયાળા ના થોડા સમય માટે જ આ લીલું લસણ મળે છે ત્યાર બાદ નથી મળતું અને ઘણી વાનગીઓ બનાવવા માટે આપણે લીલા લસણ ને મીસ કરતા હોઈએ છીએ તો આજ આપણે લીલા લસણ ને ક્યૂબ બનાવી સ્ટોર કરી ને જ્યારે વાપરવું હોય ત્યારે વાપરી શકાય અને ખીચડી, રોટલી રોટલા સાથે પણ સર્વ કરી શકાય છે. તો ચાલો Lila lasan na cube – લીલા લસણના ક્યૂબ બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • લીલું લસણ 150 ગ્રામ
  • ઘી 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું

Lila lasan na cube banavani rit

લીલા લસણના ક્યૂબ બનાવવા સૌપ્રથમ કાચું હોય એ લીલું લસણ લ્યો અને લીલા લસણ ને ધોઇ લ્યો અને ત્યાર બાદ એના મૂળિયાં નો ભાગ અલગ કરી લ્યો અને ઉપર ના એક બે પાંદ કાઢી લ્યો અને કપડા થી સાવ કોરું કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બને એટલું ઝીણું ઝીણું સુધારી લ્યો આમ થોડું થોડું કરી બધું લસણ સુધારી લ્યો અને ત્યાર બાદ મોલ્ડ માં નાખતા જાઓ.

સુધારેલા લીલા લસણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ફૂલ ગરમ કરી લીધા બાદ ગરમ ઘી થોડું થોડું કરી સુધારેલ લીલા લસણમાં નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધું ઘી નાખી મિક્સ કરી લ્યો.

ઘી અને લસણ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મોલ્ડ ને ફ્રીજર માં મૂકી જમાવી લ્યો અને લસણ બરોબર જામી ગયા બાદ બહાર કાઢી લઈ ચાકુથી કટકા કરી લ્યો અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણના ક્યૂબ.

Lasan cube recipe notes

  • તમે લીલા લસણ અને ઘી ના તૈયાર મિશ્રણ ને ઠંડી થી સીઝન માં બહાર એકાદ દિવસ મૂકશો તો પણ ઘી જામી જસે અને ત્યાર બાદ એના કટકા કરી ને મજા લઈ શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

લીલા લસણના ક્યૂબ બનાવવાની રીત

Lila lasan na cube - લીલા લસણના ક્યૂબ

Lila lasan na cube banavani rit

લીલું લસણ ખાવા માં જેટલું ટેસ્ટી લાગે છે એટલું જ ગુણકારીમાનવામાં આવે છે પરંતુ શિયાળા ના થોડા સમય માટે જ આ લીલું લસણ મળે છે ત્યાર બાદ નથીમળતું અને ઘણી વાનગીઓ બનાવવા માટે આપણે લીલા લસણ ને મીસ કરતા હોઈએ છીએ તો આજ આપણે લીલાલસણ ને ક્યૂબ બનાવી સ્ટોર કરી ને જ્યારે વાપરવું હોય ત્યારે વાપરી શકાય અને ખીચડી, રોટલી રોટલા સાથે પણ સર્વ કરી શકાય છે. તો ચાલો Lila lasan na cube – લીલા લસણ ના ક્યૂબ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 12 ક્યૂબ

Equipment

  • 1 મોલ્ડ

Ingredients

Ingredients list

  • 150 ગ્રામ લીલું લસણ
  • 1 કપ ઘી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Lila lasan na cube banavani rit

  • લીલા લસણના ક્યૂબ બનાવવા સૌપ્રથમ કાચું હોય એ લીલું લસણ લ્યો અને લીલા લસણ ને ધોઇ લ્યો અને ત્યાર બાદ એના મૂળિયાં નો ભાગ અલગ કરી લ્યો અને ઉપર ના એક બે પાંદ કાઢી લ્યો અને કપડા થી સાવ કોરું કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બને એટલું ઝીણું ઝીણું સુધારી લ્યો આમ થોડું થોડું કરી બધું લસણ સુધારી લ્યો અને ત્યાર બાદ મોલ્ડ માં નાખતા જાઓ.
  • સુધારેલા લીલા લસણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ફૂલ ગરમ કરી લીધા બાદ ગરમ ઘી થોડું થોડું કરી સુધારેલ લીલા લસણમાં નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધું ઘી નાખી મિક્સ કરી લ્યો.
  • ઘી અને લસણ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મોલ્ડ ને ફ્રીજર માં મૂકી જમાવી લ્યો અને લસણ બરોબર જામી ગયા બાદ બહાર કાઢી લઈ ચાકુથી કટકા કરી લ્યો અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણના ક્યૂબ.

Lasan cube recipe notes

  • તમે લીલા લસણ અને ઘી ના તૈયાર મિશ્રણ ને ઠંડી થી સીઝન માં બહાર એકાદ દિવસ મૂકશો તો પણ ઘી જામી જસે અને ત્યાર બાદ એના કટકા કરી ને મજા લઈ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version