Home Nasta Lacha Samosa Recipe in Gujarati | પડવાળા લચ્છા સમોસા | Layered Samosa

Lacha Samosa Recipe in Gujarati | પડવાળા લચ્છા સમોસા | Layered Samosa

0

સામાન્ય પંજાબી સમોસા તો આપણે બધા ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ જો તમે કોઈ પાર્ટી કે મહેમાનો માટે કંઈક નવું અને આકર્ષક બનાવવા માંગતા હોવ, તો Lacha Samosa (લચ્છા સમોસા) બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા બહારથી એકદમ ક્રિસ્પી અને અનેક પડ (Layers) વાળા હોય છે. તેની ડિઝાઇન જોઇને બધાને લાગશે કે આ બનાવવું ખૂબ અઘરું છે, પણ હકીકતમાં એક નાની ટ્રીક વાપરીને આ સુંદર ડિઝાઇન સરળતાથી બની જાય છે. અંદરનું ચટપટું બટાકાનું સ્ટફિંગ અને બહારના ક્રિસ્પી લેયર્સનો સ્વાદ અદભૂત લાગે છે. ચાલો જોઈએ પડવાળા લચ્છા સમોસા બનાવવાની રીત.

લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 1 ½ કપ
  • સોજી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો ¼ ચમચી
  • તેલ 4-5 ચમચી
  • પાણી ½ કપ / જરૂર મુજબ  

મસાલા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • તેલ 1 -2 ચમચી
  • હિંગ 1/8 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Lacha Samosa banavani rit

લચ્છા સમોસા બનાવવા સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું જેના માટે કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો નાખો અને ત્યાર બાદ ત્રણ ચમચી તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર  નાખી શેકી લઇ એમાં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં મેસ કરેલા બાફેલા બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ એમાં મસળી ને કસુરી મેથી, ગરમ મસાલો નાખી બ્રોર્બ મિક્સ કરી લ્યો અને છેલ્લે ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મેસ કરી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર મસાલો નવ શેકી રહે ત્યારે એમાં કોર્ન ફ્લોર નાખી હાથ થી બરોબર મિક્સ કરી સ્મૂથ બનાવી લ્યો.

હવે બાંધેલા લોટ ને ફરી મસળી લઇ એમાંથી લુવો બનાવી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમથી એક ભાગ લઇ વણી ને મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. ત્યાર બાદ એના પર પાણી વાળા હાથ લગાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી રોટલી ની જાડાઈ મુજબ પાતળું ફેલાવી લ્યો. હવે એક બાજુથી ટાઈટ રોલ વાળો રોલ ને બે થી ત્રણ વખત ફરેવી લીધા બાદ ચાકુથી કાપો અને ચોટાડી દયો. બાકી ની રોટલી નો ફરી બે ત્રણ વખત ગોળ ફેરવી રોલ બનાવી આમ બધા જ લોટ અને સ્ટફિંગ માંથી રોલ બનાવી લ્યો.

તૈયાર કરેલ રોલ માંથી એક રોલ ને ધાર વાળા ચાકુથી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો હવે કાપેલા રોલ ના એક ભાગ પર લોટ ની કિનારી પર પાણી લગાવી ગોળ ફેરવી ભાખરવડી જેમ રોલ બનાવી લ્યો. અને છેલ્લે બાકી રહેલ કિનારી ને રોલ ની નીચે દબાવી દયો. આમ એક એક રોલ ને કાપી પાણી લગાવી રોલ બનાવી લ્યો. તૈયાર રોલ ને એના પર પાણી લગાવી સફ્ર્દ તલ અને કલોંજી મૂકી થોડા દબાવી દયો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ રોલ નાખી બે ચાર મિનીટ એમજ રહેવા દયો. અને ત્યાર બાદ એક એક ને ઉથલાવી બને બાજુ બરોબર ગોલ્ડન તારી લ્યો. આમ બધા જ સમોસા ને તારી લ્યો.તો તૈયાર છે લચ્છા સમોસા.

લચ્છા સમોસા બનાવવાની રીત

Evening Party Snacks Lacha Samosa banavani rit - લચ્છા સમોસા

Lacha Samosa Recipe in Gujarati | પડવાળા લચ્છા સમોસા | Layered Samosa

સામાન્ય પંજાબી સમોસા તો આપણે બધા ઘરે બનાવતા જ હોઈએ છીએ,પણ જો તમે કોઈ પાર્ટી કે મહેમાનો માટે કંઈક નવું અને આકર્ષકબનાવવા માંગતા હોવ, તો Lacha Samosa (લચ્છા સમોસા) બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા બહારથી એકદમ ક્રિસ્પી અને અનેક પડ (Layers)વાળા હોય છે. તેની ડિઝાઇન જોઇને બધાને લાગશે કે આ બનાવવું ખૂબઅઘરું છે, પણ હકીકતમાં એક નાની ટ્રીક વાપરીને આસુંદર ડિઝાઇન સરળતાથી બની જાય છે. અંદરનું ચટપટું બટાકાનું સ્ટફિંગ અને બહારનાક્રિસ્પી લેયર્સનો સ્વાદ અદભૂત લાગે છે. ચાલો જોઈએ પડવાળા લચ્છા સમોસા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 29 minutes
Total Time: 49 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ મેંદા નો લોટ
  • 2-3 ચમચી સોજી
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી અજમો
  • 4-5 ચમચી તેલ
  • ½ કપ પાણી / જરૂર મુજબ

મસાલા માટેની સામગ્રી

  • 2-3 બાફેલા બટાકા
  • 1-2 ચમચી તેલ
  • ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Lacha Samosa banavani rit

  • લચ્છા સમોસા બનાવવા સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું જેના માટે કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો નાખો અને ત્યાર બાદ ત્રણ ચમચી તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લઇ એમાં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં મેસ કરેલા બાફેલા બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં મસળી ને કસુરી મેથી, ગરમ મસાલો નાખી બ્રોર્બ મિક્સ કરી લ્યો અને છેલ્લે ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મેસ કરી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર મસાલો નવ શેકી રહે ત્યારે એમાં કોર્ન ફ્લોર નાખી હાથ થી બરોબર મિક્સ કરી સ્મૂથ બનાવી લ્યો.
  • હવે બાંધેલા લોટ ને ફરી મસળી લઇ એમાંથી લુવો બનાવી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમથી એક ભાગ લઇ વણી ને મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. ત્યાર બાદ એના પર પાણી વાળા હાથ લગાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી રોટલી ની જાડાઈ મુજબ પાતળું ફેલાવી લ્યો. હવે એક બાજુથી ટાઈટ રોલ વાળો રોલ ને બે થી ત્રણ વખત ફરેવી લીધા બાદ ચાકુથી કાપો અને ચોટાડી દયો. બાકી ની રોટલી નો ફરી બે ત્રણ વખત ગોળ ફેરવી રોલ બનાવી આમ બધા જ લોટ અને સ્ટફિંગ માંથી રોલ બનાવી લ્યો.
  • તૈયાર કરેલ રોલ માંથી એક રોલ ને ધાર વાળા ચાકુથી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો હવે કાપેલા રોલ ના એક ભાગ પર લોટ ની કિનારી પર પાણી લગાવી ગોળ ફેરવી ભાખરવડી જેમ રોલ બનાવી લ્યો. અને છેલ્લે બાકી રહેલ કિનારી ને રોલ ની નીચે દબાવી દયો. આમ એક એક રોલ ને કાપી પાણી લગાવી રોલ બનાવી લ્યો. તૈયાર રોલ ને એના પર પાણી લગાવી સફ્ર્દ તલ અને કલોંજી મૂકી થોડા દબાવી દયો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ રોલ નાખી બે ચાર મિનીટ એમજ રહેવા દયો. અને ત્યાર બાદ એક એક ને ઉથલાવી બને બાજુ બરોબર ગોલ્ડન તારી લ્યો. આમ બધા જ સમોસા ને તારી લ્યો.તો તૈયાર છે લચ્છા સમોસા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version