Home Nasta Taushe Bhakri Recipe in Gujarati | તૌશે ભાખરી બનાવવાની રીત

Taushe Bhakri Recipe in Gujarati | તૌશે ભાખરી બનાવવાની રીત

0

જ્યારે ઘરમાં ખૂબ બધી કાકડી પડી હોય અને સલાડ ખાઈને કંટાળી ગયા હોવ, ત્યારે Taushe Bhakri (કાકડીની ભાખરી) બેસ્ટ વિકલ્પ છે. ગોવા અને કોંકણ પટ્ટીમાં આ વાનગી સવારના નાસ્તામાં કે સાંજે ચા સાથે અચૂક બનાવાય છે. આ વાનગી તમે એક વખત બનાવી ટેસ્ટ કરી શકો છો. જેમને કઈક નવું ટેસ્ટ કરવાનો શોખ હોય એ આ ભાખરી ને એક વખત ચોક્કસ બનાવી શકે છે. તૌશે ભાખરી બનાવવા માટે પાણીની બિલકુલ જરૂર પડતી નથી, કાકડીના પોતાના પાણીમાં જ લોટ બંધાય છે. જે બાળકોને પણ ખૂબ જ ભાવે છે. આ વાનગી પચવામાં હળવી અને પેટ માટે ખૂબ જ ઠંડક આપનારી છે.

Taushe Bhakri Ingredients

  1. સોજી 1 ¼ કપ
  2. છીણેલ કાકડી 1 ½ કપ
  3. આદુની પેસ્ટ ½ ચમચી
  4. ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  5. તાજું છીનેલ નારિયલ ¼ કપ
  6. જીરું 1 ચમચી
  7. ખાંડ 1 ચમચી
  8.  મીઠું સ્વાદ મુજબ
  9. ઘી જરૂર મુજબ 
  10. પાણી જરૂર મુજબ

Taushe Bhakri banavani rit

તૌશે ભાખરી બનાવવા સૌથી પહેલાતાજા નારિયલ ને છીણી તૈયાર કરી લ્યો ત્યાર બાદ કાકડી ને ધોઈ ને છોલી લ્યો ત્યાર બાદ એને ઝીણી છીણી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા સુધારી આદુની પેસ્ટ તૈયાર કરી લ્યો. આમ બધી જરૂરી સામગ્રી તૈયાર કરી લીધા બાદ કથરોટમાં છીણેલી કાકડી, ક્રશ કરેલ નારિયલ, જીરું, સ્વાદ મુજબ મીઠું, આદુની પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા મરચા અને ખાંડ નાખી બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એ મિશ્રણ માં સોજી નાખી અને પણ બરોબર મસળી મસળી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનીટ રાખો. વીસ મિનીટ પછી ફરી હાથ થી મસળી નરમ લોટ બંધો. જો લોટ બાંધવા પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. બટર પેપર અથવા ભીના કરી કોરા કપડા પર તૈયાર કરેલ લોટમાંથી લુવો લઇ એને હાથ થી રોટલી જેમ ફેલાવી રોટલી બનાવી લ્યો. બનાવેલી રોટલી ને ગરમ તવી પર ઉઠાવી નાખો હવે એક બાજુ થોડી ચડી જાય એટલે તાવીઠા થી ઉથલાવી બીજી બાજુ પણ થોડી શેકો.

બને બાજુ થોડી થોડી શેકી લીધા બાદ ઘી લગાવી ભાખરી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક ભાખરી બનાવતા જઈ શેકો અને તૈયાર ભાખરી ને નારિયલ ની ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે તૌશે ભાખરી.

તૌશે ભાખરી બનાવવાની રીત

Healthy Goan Breakfast Taushe Bhakri - તૌશે ભાખરી બનાવવાની રીત

Taushe Bhakri Recipe in Gujarati | તૌશે ભાખરી બનાવવાની રીત

જ્યારે ઘરમાં ખૂબ બધી કાકડી પડી હોય અને સલાડ ખાઈને કંટાળી ગયાહોવ, ત્યારે Taushe Bhakri (કાકડીની ભાખરી ) બેસ્ટ વિકલ્પ છે. ગોવા અને કોંકણપટ્ટીમાં આ વાનગી સવારના નાસ્તામાં કે સાંજે ચા સાથે અચૂક બનાવાય છે. આ વાનગી તમે એક વખત બનાવી ટેસ્ટ કરી શકો છો. જેમને કઈક નવું ટેસ્ટ કરવાનો શોખ હોય એ આભાખરી ને એક વખત ચોક્કસ બનાવી શકે છે.તૌશે ભાખરી બનાવવા માટે પાણીની બિલકુલ જરૂર પડતી નથી, કાકડીના પોતાના પાણીમાં જ લોટ બંધાય છે. જે બાળકોને પણ ખૂબ જભાવે છે. આ વાનગી પચવામાં હળવી અને પેટ માટે ખૂબ જ ઠંડક આપનારી છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 છીણી
  • 1 તવી

Ingredients

Taushe Bhakri Ingredients

  • 1 ¼ કપ સોજી
  • કપ છીણેલ કાકડી
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ¼ કપ તાજું છીનેલ નારિયલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Taushe Bhakri banavani rit

  • તૌશે ભાખરી બનાવવા સૌથી પહેલાતાજા નારિયલ ને છીણી તૈયાર કરી લ્યો ત્યાર બાદ કાકડી ને ધોઈ ને છોલી લ્યો ત્યાર બાદ એને ઝીણી છીણી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા સુધારી આદુની પેસ્ટ તૈયાર કરી લ્યો. આમ બધી જરૂરી સામગ્રી તૈયાર કરી લીધા બાદ કથરોટમાં છીણેલી કાકડી, ક્રશ કરેલ નારિયલ, જીરું, સ્વાદ મુજબ મીઠું, આદુની પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા મરચા અને ખાંડ નાખી બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એ મિશ્રણ માં સોજી નાખી અને પણ બરોબર મસળી મસળી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનીટ રાખો. વીસ મિનીટ પછી ફરી હાથ થી મસળી નરમ લોટ બંધો. જો લોટ બાંધવા પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. બટર પેપર અથવા ભીના કરી કોરા કપડા પર તૈયાર કરેલ લોટમાંથી લુવો લઇ એને હાથ થી રોટલી જેમ ફેલાવી રોટલી બનાવી લ્યો. બનાવેલી રોટલી ને ગરમ તવી પર ઉઠાવી નાખો હવે એક બાજુ થોડી ચડી જાય એટલે તાવીઠા થી ઉથલાવી બીજી બાજુ પણ થોડી શેકો.
  • બને બાજુ થોડી થોડી શેકી લીધા બાદ ઘી લગાવી ભાખરી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક ભાખરી બનાવતા જઈ શેકો અને તૈયાર ભાખરી ને નારિયલ ની ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે તૌશે ભાખરી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version