જય શ્રી કૃષ્ણ આજ આપણે lasaniya bataka banavani rit – લસણીયા બટાકા બનાવવાની રીત શીખીશું , Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe, આ લસનીયા બટાકા ને તમે ભુગરા, રોટલી, પરોઠા કે રોટલા સાથે ખાઈ શકો છો ગુજરાત માં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બનતા હોય છે મૂળ એક શાક છે જે થોડું વધારે તીખું બનતું હોય છે તો ચાલો lasaniya batata recipe gujarati – લસણીયા બટેટા બનાવવાની રીત શીખીએ.
લસણીયા બટાકા શેકવા માટેની સામગ્રી
- નાના બટાકા 10-15
- તેલ 2 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¾ ચમચી
- ગરમ મસાલો ¾ ચમચી
laniya bateka ni greavy samgri | લસણીયા બટેટા ગ્રેવી માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- સૂકા કાશ્મીરી લાલ મરચા 6-7 ગરમ પાણી માં અડધો કલાક પલાળેલા
- લસણ ની કણી 10-15
- તમાલપત્ર 1
- સૂકા લાલ મરચા 1-2
- હિંગ ¼ ચમચી
- ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી 1
- ટમેટા પ્યુરી 1 કપ
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
લસણીયા બટાકા બનાવવાની રીત| lasaniya batata recipe gujarati
લસણીયા બટાકા બનાવવા સૌપ્રથમ બટેકા ને બાફી ને તેલ માં મસાલા સાથે શેકી લેશું અને ત્યાર બાદ લાલ મરચા અને લસણની પેસ્ટ બનાવશું અને શાક માટેની ગ્રેવી બનાવી એમાં શેકેલ બટેકા નાખી ચડાવી લેશું
lasaniya bateta shekvani rit | લસણીયા બટેટા ને શેકવાની રીત
ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં ધોઇ સાફ કરી નાના નાના બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી બટાકા કાઢી છોલી લ્યો ત્યાર બાદ ટૂથ પિક અથવા કાંટા ચમચી થી એમાં કાણા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા નાખો સાથે બે ત્રણ ચપટી મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકી એક બાજુ કાઢી લ્યો
લસણીયા બટેટા ની ગ્રેવી બનાવવાની રીત
લસણીયા બટેટા ગ્રેવી બનાવવા સૌપ્રથમ સૂકા કાશ્મીરી મરચા ને ગરમ પાણી માં અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી એનું પાણી નિતારી મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી નાખી જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ના પાન, સૂકા લાલ મરચા અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને બે ચાર મિનિટ શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં મરચા લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકી લ્યો
પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરો સાથે સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ફરી એક વખત મિક્સ કરી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો લસનીયા બટાકા
lasaniya bataka notes
- જો નાના નાના બટાકા ના હોય તો મોટા બટકા ને બાફી લીધા બાદ ચાર કે છ ભાગ કરી કાણા કરી શેકી શકો છો
- ગ્રેવી ને બરોબર ચડવવી નહિતર ગ્રેવી નો સ્વાદ બગાડી શકે છે
- જો કાશ્મીરી લાલ મરચા ના હોય તો તમે જે મરચા વાપરો છો એ પણ વાપરી શકો છો અને જો તીખા હોય તો એની માત્રા ઓછી કરી નાખવી
lasaniya bataka banavani rit | Recipe Video
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લસણીયા બટેટા બનાવવાની રીત
lasaniya bataka banavani rit | લસણીયા બટાકા બનાવવાની રીત | lasaniya batata recipe gujarati | લસણીયા બટેટા બનાવવાની રીત
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
લસણીયા બટાકા શેકવા માટેની સામગ્રી
- 10-15 નાના બટાકા
- 2 ચમચી તેલ
- ½ ચમચી આમચૂર પાઉડર
- ¾ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¾ ચમચી ગરમ મસાલો
લસણીયા બટેટા ગ્રેવી માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 6-7 સૂકા કાશ્મીરી લાલ મરચાગરમ પાણી માં અડધો કલાક પલાળેલા
- 10-15 લસણની કણી
- 1 તમાલપત્ર
- 1-2 સૂકાલાલ મરચા
- ¼ ચમચી હિંગ
- 1 ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી
- 1 કપ ટમેટા પ્યુરી
- ¼ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe
- લસણીયા બટાકા બનાવવા સૌપ્રથમ બટેકા ને બાફી ને તેલ માં મસાલા સાથે શેકી લેશું અને ત્યાર બાદ લાલ મરચા અને લસણની પેસ્ટ બનાવશું અને શાક માટેની ગ્રેવી બનાવી એમાં શેકેલ બટેકા નાખી ચડાવી લેશું
લસણીયા બટેટા ને શેકવાની રીત
- ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં ધોઇ સાફ કરી નાના નાના બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકર માંથી હવા નીકળવા દયો ત્યારબાદ કુકર ખોલી બટાકા કાઢી છોલી લ્યો ત્યાર બાદ ટૂથ પિક અથવા કાંટા ચમચી થી એમાં કાણા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા નાખો સાથે બે ત્રણ ચપટી મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકી એક બાજુ કાઢી લ્યો
લસણીયા બટેટા ની ગ્રેવી બનાવવાની રીત
- ગ્રેવી બનાવવા સૌપ્રથમ સૂકા કાશ્મીરી મરચા ને ગરમ પાણી માં અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી એનું પાણી નિતારી મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી નાખી જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ના પાન, સૂકા લાલ મરચા અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને બે ચાર મિનિટ શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં મરચા લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકી લ્યો
- પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરો સાથે સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટપછી ફરી એક વખત મિક્સ કરી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો
- ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો લસનીયા બટાકા
lasaniya bataka notes
- જો નાના નાના બટાકા ના હોય તો મોટા બટકા ને બાફી લીધા બાદ ચાર કે છ ભાગ કરી કાણા કરી શેકી શકો છો
- ગ્રેવીને બરોબર ચડવવી નહિતર ગ્રેવી નો સ્વાદ બગાડી શકે છે
- જો કાશ્મીરી લાલ મરચા ના હોય તો તમે જે મરચા વાપરો છો એ પણ વાપરી શકો છો અને જો તીખા હોય તો એની માત્રા ઓછી કરી નાખવી
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.