લારી જેવા ફેમસ દાળ વડા બનાવવાની રીત શીખીશું. વરસાદી માહોલ જામે એટલે બધા ને ભજીયા, વડા, પકોડા ખાવાનું મન થઈ જાય અને ઝીણા ઝીણા ઝરમર વરસાદ માં જ્યારે બારે નીકળીએ ત્યારે લારી પર તરતા દાળ ના વડા ની સુગંધ મોઢા માં પાણી લાવી દે છે તો આજ આપણે ઘરે એવા જ ટેસ્ટી વડા બનાવવાની રીત શીખીશું. તો ચાલો લારી Ahmedabad famous daal vada – અહમદાવાદ ના ફેમસ દાળ વડા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- મગ દાળ 1 ½ કપ
- સમારેલા લીલા મરચા 5- 6
- આદુ 1 ઇંચ
- લસણ 5- 7
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- મરી પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Ahmedabad famous daal vada banavani rit
અહમદાવાદ ના ફેમસ દાળ વડા બનાવવા સૌપ્રથમ મગ દાળ ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી હાથ થી મસળી ને દાળના ફોતરા અલગ કરી લ્યો અને ફોતરા ને પાણી સાથે કાઢી ને ફોતરા અલગ કરી નાખો અને પલાળેલી દાળ ને ચારણીમાં નાખી વધારાનું પાણી નિતારી લ્યો.
હવે પલાળેલી દાળ ને થોડી થોડી કરી મિક્સર માં નાખી પીસી લ્યો. આમ બધી દાળ ને પીસી એક વાસણમાં કાઢી લ્યો અને હાથ થી સાત થી દસ મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી સ્મુથ કરી લ્યો. હવે મિક્સર જારમાં સુધારેલ મરચા, આદુ અને લસણ નાખી પીસી લ્યો અને એને પણ પીસેલી દાળ સાથે નાખો સાથે ઝીણા સમારેલા લીલાં ધાણા, મરી પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બે ત્રણ ચમચી ગરમ તેલ દાળ ન મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગરમ તેલ માં ચમચી થી અથવા હાથ થી દાળ વાળું મિશ્રણ થોડું થોડું નાખતા જાઓ. એક વખત માં સમાય એટલા વડા નાખો અને બે મિનિટ એમજ ચડવા દયો અને બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી નાખી હવે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
વડા ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી લ્યો અને ગરમ ગરમ વડા ને ચટણી, સોસ , ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે લારી જેવા ફેમસ દાળ વડા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
અહમદાવાદ ના ફેમસ દાળ વડા બનાવવાની રીત

Ahmedabad famous daal vada banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 ½ કપ મગ દાળ
- 5- 6 સમારેલા લીલા મરચા
- 1 ઇંચ આદુ
- 5- 7 લસણ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી મરી પાઉડર
- ¼ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Ahmedabad famous daal vada banavani rit
- અહમદાવાદ ના ફેમસ દાળ વડા બનાવવા સૌપ્રથમ મગ દાળ ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી હાથ થી મસળી ને દાળના ફોતરા અલગ કરી લ્યો અને ફોતરા ને પાણી સાથે કાઢી ને ફોતરા અલગ કરી નાખો અને પલાળેલી દાળ ને ચારણીમાં નાખી વધારાનું પાણી નિતારી લ્યો.
- હવે પલાળેલી દાળ ને થોડી થોડી કરી મિક્સર માં નાખી પીસી લ્યો. આમ બધી દાળ ને પીસી એક વાસણમાં કાઢી લ્યો અને હાથ થી સાત થી દસ મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી સ્મુથ કરી લ્યો. હવે મિક્સર જારમાં સુધારેલ મરચા, આદુ અને લસણ નાખી પીસી લ્યો અને એને પણ પીસેલી દાળ સાથે નાખો સાથે ઝીણા સમારેલા લીલાં ધાણા, મરી પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બે ત્રણ ચમચી ગરમ તેલ દાળ ન મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગરમ તેલ માં ચમચી થી અથવા હાથ થી દાળ વાળું મિશ્રણ થોડું થોડું નાખતા જાઓ. એક વખત માં સમાય એટલા વડા નાખો અને બે મિનિટ એમજ ચડવા દયો અને બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી નાખી હવે બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- વડા ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી લ્યો અને ગરમ ગરમ વડા ને ચટણી, સોસ , ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે લારી જેવા ફેમસ દાળ વડા.
Notes
- પીસેલી દાળ ને બરોબર હાથ થી ફેટી લેશો તો વડા માટે ઇનો લે સોડા નહી વાપરવા પડે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mag daal na falafel banavani rit | મગ દાળ ના ફલાફલ બનાવવાની રીત
Aloo Bhujia banavani rit | આલું ભુજીયા બનાવવાની રીત
