લીલી ડુંગળી નું બટાકા સાથે કે બેસન સાથે તો ઘણી વખત શાક બનાવેલ હશે પણ આજ આપણે મગદાળ સાથે એનું શાક બનાવશું જે ખુબ ટેસ્ટી બની ને તૈયાર થાસે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો. ઓછી સામગ્રી અને ટેસ્ટી એવું શાક બની ને તૈયાર થશે તો ચાલો Lili Dungri ane Fotra vagar ni Magdal nu shaak – લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- લીલી ડુંગળી 1 કિલો
- ફોતરા વગરની મગદાળ ½ કપ
- ઘી / તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- આદું લસણ ની પેસ્ટ 1 -2 ચમચી
- લીલા મરચા સુધારેલ 1-2
- ટામેટા સુધારેલા 1-2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
Lili Dungri ane Fotra vagar ni Magdal nu shaak ni recipe
લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગ દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી એક થી બે કલાક પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ લીલી ડુંગળી ને પથીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી એના મુળિયા અને ઉપર ની છાલ અને પાંદ અલગ કરી ફરી એક વખત ધોઈ લ્યો અને ત્યાર બાદ એનું બધું પાણી નીતારી લ્યો.
ડુંગળી નું પાણી નીતારી લીધા બાદ એનો સફેદ ભાગ અલગ કરી અલગ વાસણમાં સુધારી લ્યો અને પાંદ ને અલગ વાસણમાં સુધારી લ્યો. હવે મગદાળ ને ચારણીમાં નાખી એનું પાણી નીતારી લ્યો. અને આદુ લસણ ની પેસ્ટ અને ટમેટા મરચા ને સુધારી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મુકો. ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખો અને સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ડુંગળી નો સફેદ ભાગ સુધારેલ હતો એ નાખો અને બે ચાર મિનીટ ચડાવી લ્યો. ડુંગળી થોડી ચડી જાય અને નરમ થાય એટલે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો,
ત્યાર બાદ એમાં લીલા મરચા સુધરેલ, ટામેટા સુધારેલ નાખો અને એને પણ ચડાવી લ્યો. ટામેટા ચડી જાય એટલે એમાં મગદાળ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી પાંચ દસ મિનીટ ચડાવી લ્યો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
દસ મિનીટ પછી દાળ થોડી ચડી જાય એટલે એમાં લીલી ડુંગળીના પાંદ સુધારેલા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એને પણ ઢાંકી ને દાળ ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ( જો દાળ ચડાવવા પાણી ની જરૂર લાગે તો પાણી અને મીઠું નાખી શકો છો) મગદાળ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો રોટલી રોટલા કે પરોઠા સાથે. તો તૈયાર છે લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક ની રેસીપી

Lili Dungri ane Fotra vagar ni Magdal nu shaak ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કિલો લીલી ડુંગળી
- ½ કપ ફોતરા વગરની મગદાળ
- 2-3 ચમચી ઘી / તેલ
- ½ ચમચી જીરું ½ ચમચી
- 1 -2 ચમચી આદું લસણ ની પેસ્ટ
- 1 -2 લીલા મરચા સુધારેલ
- 1 -2 ટામેટા સુધારેલા
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Lili Dungri ane Fotra vagar ni Magdal nu shaak ni recipe
- લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગ દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી એક થી બે કલાક પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ લીલી ડુંગળી ને પથીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી એના મુળિયા અને ઉપર ની છાલ અને પાંદ અલગ કરી ફરી એક વખત ધોઈ લ્યો અને ત્યાર બાદ એનું બધું પાણી નીતારી લ્યો.
- ડુંગળી નું પાણી નીતારી લીધા બાદ એનો સફેદ ભાગ અલગ કરી અલગ વાસણમાં સુધારી લ્યો અને પાંદ ને અલગ વાસણમાં સુધારી લ્યો. હવે મગદાળ ને ચારણીમાં નાખી એનું પાણી નીતારી લ્યો. અને આદુ લસણ ની પેસ્ટ અને ટમેટા મરચા ને સુધારી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મુકો. ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખો અને સાથે આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ડુંગળી નો સફેદ ભાગ સુધારેલ હતો એ નાખો અને બે ચાર મિનીટ ચડાવી લ્યો. ડુંગળી થોડી ચડી જાય અને નરમ થાય એટલે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો,
- ત્યાર બાદ એમાં લીલા મરચા સુધરેલ, ટામેટા સુધારેલ નાખો અને એને પણ ચડાવી લ્યો. ટામેટા ચડી જાય એટલે એમાં મગદાળ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી પાંચ દસ મિનીટ ચડાવી લ્યો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- દસ મિનીટ પછી દાળ થોડી ચડી જાય એટલે એમાં લીલી ડુંગળીના પાંદ સુધારેલા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એને પણ ઢાંકી ને દાળ ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ( જો દાળ ચડાવવા પાણી ની જરૂર લાગે તો પાણી અને મીઠું નાખી શકો છો) મગદાળ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો રોટલી રોટલા કે પરોઠા સાથે. તો તૈયાર છે લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bharela bhinda nu shaak | ભરેલા ભીંડા નું શાક
Chole Palak nu shaak | છોલે પાલક નું શાક બનાવવાની રીત
ગાજર નું અથાણું બનાવવાની રીત | Gajar nu athanu banavani rit
