આ વડા વડોદરાના ખુબ પ્રસિદ્ધ માનવામાં આવે છે. જેમ વડોદરા એના સેવ ઉસળ, ભાખરી અને લીલા ચેવડા માટે પ્રખ્યાત છે એમ ત્યાં ના આ વડા પણ ખુબ ફેમસ છે. આ Kaju vada – કાજુ વડા તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો.ખુબ ઓછી સામગ્રી થી અને ખુબ સરળ રીતે બની ને તૈયાર થાય છે જેમાં માત્ર એમાં પડતા મસાલા બરોબર નાખવામાં આવે તો તમારા વડા ખુબ ટેસ્ટી બને છે.
INGREDIENTS
- બાફેલા બટાકા 5-6
- પાપડી ગાંઠિયા નો ક્રશ કરેલ ભૂકો 1 કપ
- કાજુ નો ભૂકો ¼ કપ
- સફેદ તલ 2-3 ચમચી
- ચીલી ફ્લેસ 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લવિંગ પાઉડર 1/8 ચમચી
- તાજ નો ભૂકો 1/8 ચમચી
- સ્ટાર ફૂલ પાઉડર 1/8 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- બે ભાગમાં ભાગ કરેલ કાજુ ના કટકા જરૂર મુજબ
- તરવા માટે તેલ
Kaju vada banavani rit
કાજુ વડા બનાવવા સૌથી પહેલા બે ભાગમાં ભાગ કરેલ કાજુ ને એક વાટકામાં લઇ પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક મોટા કુકરમાં બે ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી એના પર ચારણી મૂકી ધોઈ સાફ કરેલ બટાકા ના કટકા મૂકી ઢાંકણ બંધ કરી બે સીત્સી ફૂલ તાપે અને ત્યાર બાદ દસ પંદર મિનીટ ધીમા તાપે બાફી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી કુકરની હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા ને બહાર કડી ઠંડા કરી લ્યો. બટાકા ઠંડા થાય એટલે એની છાલ ઉતારી સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો.
હવે છીણેલા બટાકામાં પાપડી ગાંઠિયા નો ક્રશ કરેલ ભૂકો, કાજુનો ભૂકો, ખાંડ, લીંબુનો રસ, તજ નો પાઉડર, સ્ટાર ફૂલનો પાઉડર, લવિંગ નો પાઉડર, સફેદ તલ, મરી પાઉડર, ચીલી ફ્લેક્ષ, આદું મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
હવે પલાળેલા કાજુના કટકાને પાણી માંથી કાઢી એક વાટકામાં લઇ લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ પર તેલ લગાવી તૈયાર બટાકાના મિશ્રણ માંથી જે સાઈઝ ના વડા બનાવવા છે એ સાઈઝ નું મિશ્રણ લઇ ગોળ કરી એના પર પલાડેલ કાજુ થોડો દબાવી મુક. આમ બધા વડા તૈયાર કરી લ્યો.
તેલ બરોબર ગરમ થાય એટલે હલકા હાથે તૈયાર વાળાને ગરમ તેલમાં થોડા નાખો અને એક થી બે મિનીટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા વડા ને તરવા મુકો. આમ બધા વડા તારી તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ચટણી કે સોસ સાથે. તો તૈયાર છે કાજુ વડા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાજુ વડા બનાવવાની રીત

Kaju vada banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કુકર
Ingredients
- 5-6 બાફેલા બટાકા
- 1 કપ પાપડી ગાંઠિયા નો ક્રશ કરેલ ભૂકો
- ¼ કપ કાજુ નો ભૂકો
- 2-3 ચમચી સફેદ તલ
- 1 ચમચી ચીલી ફ્લેસ
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી લીંબુ નો રસ
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી ખાંડ
- ⅛ ચમચી લવિંગ પાઉડર
- ⅛ ચમચી તાજ નો ભૂકો
- ⅛ ચમચી સ્ટાર ફૂલ પાઉડર
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- બે ભાગમાં ભાગ કરેલ કાજુ ના કટકા જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Kaju vada banavani rit
- કાજુ વડા બનાવવા સૌથી પહેલા બે ભાગમાં ભાગ કરેલ કાજુ ને એક વાટકામાં લઇ પાણી નાખી પલાળી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક મોટા કુકરમાં બે ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી એના પર ચારણી મૂકી ધોઈ સાફ કરેલ બટાકા ના કટકા મૂકી ઢાંકણ બંધ કરી બે સીત્સી ફૂલ તાપે અને ત્યાર બાદ દસ પંદર મિનીટ ધીમા તાપે બાફી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી કુકરની હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા ને બહાર કડી ઠંડા કરી લ્યો. બટાકા ઠંડા થાય એટલે એની છાલ ઉતારી સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો.
- હવે છીણેલા બટાકામાં પાપડી ગાંઠિયા નો ક્રશ કરેલ ભૂકો, કાજુનો ભૂકો, ખાંડ, લીંબુનો રસ, તજ નો પાઉડર, સ્ટાર ફૂલનો પાઉડર, લવિંગ નો પાઉડર, સફેદ તલ, મરી પાઉડર, ચીલી ફ્લેક્ષ, આદું મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે પલાળેલા કાજુના કટકાને પાણી માંથી કાઢી એક વાટકામાં લઇ લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ પર તેલ લગાવી તૈયાર બટાકાના મિશ્રણ માંથી જે સાઈઝ ના વડા બનાવવા છે એ સાઈઝ નું મિશ્રણ લઇ ગોળ કરી એના પર પલાડેલ કાજુ થોડો દબાવી મુક. આમ બધા વડા તૈયાર કરી લ્યો.
- તેલ બરોબર ગરમ થાય એટલે હલકા હાથે તૈયાર વાળાને ગરમ તેલમાં થોડા નાખો અને એક થી બે મિનીટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા વડા ને તરવા મુકો. આમ બધા વડા તારી તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ચટણી કે સોસ સાથે. તો તૈયાર છે કાજુ વડા.
Notes
- અહી જેટલા મસાલા નાખો એ થોડા વ્યવસ્થિત નાખશો તો વડા નો સ્વાદ ખુબ સારો આવશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bijora nu athanu banavani recipe | બીજોરા નું અથાણું બનાવવાની રેસીપી
Sabudana ni farali idli | સાબુદાણા ની ફરાળી ઈડલી
Kasuri methi banavani rit | કસૂરી મેથી
