HomeDessert & Drinksલોનાવાલાની ફેમસ સોફ્ટ મલાઈ ચીકી બનાવવાની રીત - Malai Chikki Recipe in...

લોનાવાલાની ફેમસ સોફ્ટ મલાઈ ચીકી બનાવવાની રીત – Malai Chikki Recipe in Gujarati

ઉત્તરાયણ (Uttarayan) નજીક છે ત્યારે બધાના ઘરે તલ અને સીંગની ચીકી બનતી હોય છે. આજ આપણે મલાઈ ચીક્કી બનાવવાની રીત શીખીશું. અ ચીક્કી એટલી સોફ્ટ બની ને તૈયાર થાય છે કે મોઢામાં નાખતા ઓગળી જશે. આ ચીક્કી આજ આપણે શેકેલ સિંગદાણા માંથી બનાવશું જેથી સ્વાદીસ્ટ અને હેલ્થી બની ને તૈયાર થશે કે તમે નાના બાળકો અને જેમને દાંત નથી એવા લોકો પણ આ ચીક્કીની મજા લઇ શકશે. તો ચાલો Malai Chikki banavani rit શીખીએ.

મલાઈ ચીકી બનાવવા જરૂરી સામગ્રી

  1. સિંગદાણા 2 કપ
  2. ઘી 2-3 ચમચી
  3. છીણેલો ચીક્કી માટેનો ગોળ 1 કપ
  4. મલાઈ 3-4 ચમચી

Malai Chikki banavani rit

મલાઈ ચીકી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સિંગદાણા નાખી ધીમા તાપે હલાવતા રહી દાણા ને શેકી લ્યો. દાણા શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો. શેકેલ સિંગદાણા ઠંડા કરી લ્યો અને સિંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી મસળી ફોતરા અલગ કરી નાખો. મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી રાખો.

સિંગદાણા ના ફોતરા અલગ કરી નાખ્યા પછી મિક્સર જારમાં થોડા થોડા કરી પીસી પાઉડર કરી લ્યો. હવે ગેસ પર ફરી કડાઈ માં ઘી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ હલાવી મિક્સ કરી લીધા બાદ એમાં મલાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.  

તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ બે ત્રણ  મોલ્ડ માં પાતળી પાતળી ફેલાવી લ્યો. ફેલાવેલ મિશ્રણ ને દબાવી ને ફેલાવી દયો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી લ્યો અને ચીક્કી ને ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કટકા કરી લ્યો અને તૈયાર કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. અને મજા લ્યો. તો તૈયાર છે મલાઈ ચીક્કી.

મલાઈ ચીકી બનાવવાની રીત

soft soft Malai Chikki - મલાઈ ચીકી જે મોઢામા નાખતા જ ઓગળી જશે

લોનાવાલાની ફેમસ સોફ્ટ મલાઈ ચીકી બનાવવાની રીત – Malai Chikki Recipe in Gujarati

ઉત્તરાયણ (Uttarayan) નજીક છેત્યારે બધાના ઘરે તલ અને સીંગની ચીકી બનતી હોય છે. આજ આપણે મલાઈ ચીક્કી બનાવવાની રીત શીખીશું. અ ચીક્કી એટલી સોફ્ટ બની ને તૈયાર થાય છે કે મોઢામાં નાખતા ઓગળી જશે. આ ચીક્કી આજ આપણે શેકેલ સિંગદાણા માંથી બનાવશું જેથી સ્વાદીસ્ટ અને હેલ્થી બની ને તૈયાર થશે કે તમે નાના બાળકો અને જેમને દાંત નથી એવા લોકો પણ આ ચીક્કીની મજા લઇ શકશે. તો ચાલો Malai Chikki banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 500 ગ્રામ આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 મોલ્ડ
  • 1 મિક્સર

Ingredients

મલાઈ ચીકી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ સિંગદાણા
  • 2-3 ચમચી ઘી
  • 1 કપ છીણેલો ચીક્કી માટેનો ગોળ
  • 3-4 ચમચી મલાઈ

Instructions

Malai Chikki banavani rit

  • મલાઈ ચીકી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સિંગદાણા નાખી ધીમા તાપે હલાવતા રહી દાણા ને શેકી લ્યો. દાણા શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો. શેકેલ સિંગદાણા ઠંડા કરી લ્યો અને સિંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી મસળી ફોતરા અલગ કરી નાખો. મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી રાખો.
  • સિંગદાણા ના ફોતરા અલગ કરી નાખ્યા પછી મિક્સર જારમાં થોડા થોડા કરી પીસી પાઉડર કરી લ્યો. હવે ગેસ પર ફરી કડાઈ માં ઘી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ હલાવી મિક્સ કરી લીધા બાદ એમાં મલાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  • તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ બે ત્રણ મોલ્ડ માં પાતળી પાતળી ફેલાવી લ્યો. ફેલાવેલ મિશ્રણ ને દબાવી ને ફેલાવી દયો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી લ્યો અને ચીક્કી ને ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કટકા કરી લ્યો અને તૈયાર કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. અને મજા લ્યો. તો તૈયાર છે મલાઈ ચીક્કી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular