ગુજરાતી ભોજનની વાત આવે એટલે ઢોકળા અને હાંડવો યાદ આવે, પણ એક એવી વાનગી છે જેનો સ્વાદ અને બનાવવાની રીત સાવ અલગ છે – તે છે Panki જે પાતળા ખીરાને બે પાંદડા (ખાસ કરીને કેળના પાન) ની વચ્ચે મૂકીને શેકવી. કેળના પાનમાં શેકવાથી તેમાં એક અદભૂત કુદરતી સુગંધ ભળી જાય છે. જે લોકોને રાત્રે કંઈક હળવું ખાવું હોય અથવા જેઓ Weight Loss કરતા હોય તેમના માટે આ બેસ્ટ વાનગી Chokha ni Panki ( ચોખાના લોટની પાનકી ) છે. તે પચવામાં ખુબ જ હળવી હોય છે.
પાનકી બનાવવા જરૂરી સામગ્રી
- કાચી મકાઈ 1-2
- આદું મરચાની પેસ્ટ 2 ચમચી
- ચોખાનો લોટ 2 કપ
- લીલા ધાણા સુધારેલ ½ કપ
- શેકેલ જીરાનો પાઉડર 2 ચમચી
- દહીં 4-5 ચમચી
- ઘી 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Panki banavani rit
પાનકી બનાવવા સૌથી પહેલા મકાઈને ફોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે મકાઈને છીણી લેશું. હવે છીણેલી મકાઈ ને એક મોટા વાસણમાં કાઢી એમાં ચોખાનો લોટ, આદું મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ઘી, શેકેલ જીરું નો પાઉડર અને દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લઇ તૈયાર મિશ્રણ ને દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો.
હવે કેળા ના પાંદ ધોઈ સાફ કરી કોરા કરી લીધા બાદ ગોળ કે ચોરસ કાપી તૈયાર કરી લ્યો. હવે કાપી રાખેલ પાંદ માં આગળ ના ભાગમાં ઘી કે તેલ લગાવી દયો અને ત્યાર બાદ ત્યાર મિશ્રણ ને બરોબર મિક્સ કરી ઘી કે તેલ લગાવેલ સાઈડ પર એકાદ કડછી નાખી ફેલાવી લ્યો અને બીજા ઘી લગાવેલ સાઈડ ને એના પર મુકો. આમ થોડા પાંદ આ રીતે તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે મિશ્રણ નાખેલ પાંદ એમાં મૂકી બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ને ત્યાર બાદ એને ઉતારી બીજા પાંદ ને મુકો આમ એક એક કરી બધી પાનકી બનાવતા જાઓ અને તૈયાર પાનકી ને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાનકી.
Panki recipe Tips
- તમે મકાઈ ના દાણા કાઢી મિક્સર જારમાં પણ પીસી શકો છો.
પાનકી બનાવવાની રીત

કેળના પાનમાં બનતી પારંપરિક ચોખાની પાનકી – Chokha ni Panki Recipe in Gujarati
Equipment
- 1 છીણી
- 1 કેળા ના પાંદ
- 1 તવી
- 1 તપેલી
Ingredients
પાનકી બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 કાચી મકાઈ
- 2 ચમચી આદું મરચાની પેસ્ટ
- 2 કપ ચોખાનો લોટ
- ½ કપ લીલા ધાણા સુધારેલ
- 2 ચમચી શેકેલ જીરાનો પાઉડર
- 4-5 ચમચી દહીં
- 2-3 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Panki banavani rit
- પાનકી બનાવવા સૌથી પહેલા મકાઈને ફોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે મકાઈને છીણી લેશું. હવે છીણેલી મકાઈ ને એક મોટા વાસણમાં કાઢી એમાં ચોખાનો લોટ, આદું મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ઘી, શેકેલ જીરું નો પાઉડર અને દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લઇ તૈયાર મિશ્રણ ને દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો.
- હવે કેળા ના પાંદ ધોઈ સાફ કરી કોરા કરી લીધા બાદ ગોળ કે ચોરસ કાપી તૈયાર કરી લ્યો. હવે કાપી રાખેલ પાંદ માં આગળ ના ભાગમાં ઘી કે તેલ લગાવી દયો અને ત્યાર બાદ ત્યાર મિશ્રણ ને બરોબર મિક્સ કરી ઘી કે તેલ લગાવેલ સાઈડ પર એકાદ કડછી નાખી ફેલાવી લ્યો અને બીજા ઘી લગાવેલ સાઈડ ને એના પર મુકો. આમ થોડા પાંદ આ રીતે તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે મિશ્રણ નાખેલ પાંદ એમાં મૂકી બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો ને ત્યાર બાદ એને ઉતારી બીજા પાંદ ને મુકો આમ એક એક કરી બધી પાનકી બનાવતા જાઓ અને તૈયાર પાનકી ને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાનકી.
Panki recipe Tips
- તમે મકાઈ ના દાણા કાઢી મિક્સર જારમાં પણ પીસી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પોષ વડા બનાવવાની રીત – Posh Vada Recipe in Gujarati
Lila dhana na pakoda banavani rit | લીલા ધાણા ના પકોડા બનાવવાની રીત
juvar na lot ane vegitable no panecake | જુવાર ના લોટ અને વેજીટેબલ નો પેનકેક
Shakkariya chat banavani rit | શક્કરીયા ચાટ બનાવવાની રીત
Dudhi na appam banavani rit | દૂધી ના અપ્પમ બનાવવાની રીત
mag ni dal na namak para banavani rit | મગ ની દાળ ના નમકપારા બનાવવાની રીત
