Home Dessert & Drinks Mamra dry fruit chikki | મમરા ડ્રાયફ્રુટ ચીક્કી

Mamra dry fruit chikki | મમરા ડ્રાયફ્રુટ ચીક્કી

0
Image credit – Youtube/Hebbars Kitchen

જય શ્રી કૃષ્ણ આ ચીક્કી બનાવી જેટલી સરળ અને ઝડપી છે ખલાસ પણ એટલી જ ઝડપથી થઈ જાય છે. જે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે તો ચાલો Mamra dry fruit chikki – મમરા ડ્રાયફ્રુટ ચીક્કી શીખીએ.

Ingredients list

  • મમરા 1 પેકેટ
  • બદામ ની કતરણ 3-4 ચમચી
  • પમકીન/ કોળા ના બીજ  2 ચમચી
  • છીણેલો ગોળ 350 ગ્રામ
  • ઘી 2-3 ચમચી

Mamra dry fruit chikki banavani recipe

મમરા ડ્રાયફ્રુટ ચીક્કી બનાવવા સૌપ્રથમ બદામ ના કટકા કરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ મમરા ને ચારણીથી ચાળી લઈ સાફ કરી કોઈ કચરો હોય તો એ અલગ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં કટકા કરેલ બદામ અને કોળા ના બીજ નાખી ધીમા તાપે શેકી લ્યો અને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈમાં સાફ કરેલ મમરા નાખી ધીમા તાપે મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યાર બાદ એજ કડાઈમાં છીણેલો ગોળ અને ઘી નાખી ગોળ ને હલાવતા રહો અને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય અને ગાંઠા ના રહે એટલે ગેસ મિડીયમ કરી ગોળ ખદખદવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ગોળ નો રંગ થોડો ડાર્ક થાય એટલે ગેસ ધીમો કરી પાણી ભરેલા વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ચેક કરી લ્યો જો ગોળ ના કટકા થઈ જાય તો ગેસ બંધ કરી નાખો.

હવે એમાં શેકી રાખેલ ડ્રાયફ્રુટ અને મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગોળ અને મમરા બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ પ્લેટ અથવા પ્લેટફોર્મ પર તૈયાર મિશ્રણ ને એક સરખું ફેલાવી લ્યો અને ચાકુથી કાપા કરી લ્યો ત્યાર બાદ ચીક્કી ને ઠંડી થવા દયો અને ઠંડી થાય એટલે કાપા વાળી જગ્યાએ હાથ થી તોડી કટકા કરી લ્યો અને મજા લ્યો મમરા ડ્રાયફ્રુટ ચીક્કી.

Mamra Chikki notes

  • મમરા જો તમારે શેકવા ના હોય તો તડકા માં તપાવી ને પણ વાપરી શકો છો.
  • બદામ , પમકીન બીજ સિવાય બીજા ડ્રાય ફ્રુટ પણ નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મમરા ડ્રાયફ્રુટ ચીક્કી બનાવવાની રેસીપી

Mamra dry fruit chikki - મમરા ડ્રાયફ્રુટ ચીક્કી

Mamra dry fruit chikki banavani recipe

જય શ્રી કૃષ્ણ આ ચીક્કી બનાવી જેટલી સરળ અને ઝડપી છે ખલાસપણ એટલી જ ઝડપથી થઈ જાય છે. જે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સ્વાદિષ્ટબની ને તૈયાર થાય છે તો ચાલો Mamra dry fruit chikki – મમરા ડ્રાયફ્રુટ ચીક્કી શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1 પેકેટ મમરા
  • 3-4 ચમચી બદામ ની કતરણ
  • 2 ચમચી પમકીન/ કોળા ના બીજ
  • 350 ગ્રામ છીણેલો ગોળ
  • 203 ચમચી ઘી

Instructions

Mamra dry fruit chikki banavani recipe

  • મમરા ડ્રાયફ્રુટ ચીક્કી બનાવવા સૌપ્રથમ બદામ ના કટકા કરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ મમરા ને ચારણીથી ચાળી લઈ સાફ કરી કોઈ કચરો હોય તો એ અલગ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં કટકા કરેલ બદામ અને કોળા ના બીજ નાખી ધીમા તાપે શેકી લ્યો અને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈમાં સાફ કરેલ મમરા નાખી ધીમા તાપે મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યાર બાદ એજ કડાઈમાં છીણેલો ગોળ અને ઘી નાખી ગોળ ને હલાવતા રહો અને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય અને ગાંઠા ના રહે એટલે ગેસ મિડીયમ કરી ગોળ ખદખદવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ગોળ નો રંગ થોડો ડાર્ક થાય એટલે ગેસ ધીમો કરી પાણી ભરેલા વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ચેક કરી લ્યો જો ગોળ ના કટકા થઈ જાય તો ગેસ બંધ કરી નાખો.
  • હવે એમાં શેકી રાખેલ ડ્રાયફ્રુટ અને મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગોળ અને મમરા બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ પ્લેટ અથવા પ્લેટફોર્મ પર તૈયાર મિશ્રણ ને એક સરખું ફેલાવી લ્યો અને ચાકુથી કાપા કરી લ્યો ત્યાર બાદ ચીક્કી ને ઠંડી થવા દયો અને ઠંડી થાય એટલે કાપા વાળી જગ્યાએ હાથ થી તોડી કટકા કરી લ્યો અને મજા લ્યો મમરા ડ્રાયફ્રુટ ચીક્કી.

Mamra Chikki notes

  • મમરા જો તમારે શેકવા ના હોય તો તડકા માં તપાવી ને પણ વાપરી શકો છો.
  • બદામ , પમકીન બીજ સિવાય બીજા ડ્રાય ફ્રુટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version