Home Lunch & Dinner Jain undhiyu banavani rit

Jain undhiyu banavani rit

0
Image credit – Youtube/Poonam's Kitchen

આજ આપણે ડુંગળી, બટાકા,લસણ વગર નું Jain undhiyu – જૈન ઊંધિયું બનાવવાની રીત શીખીશું. આ શાક ખાવા જેટલું ટેસ્ટી લાગે છે અને બનાવવુ થોડી મહેનત નું કામ છે પણ એક વખત બનાવ્યા પછી એના સ્વાદ માં કરેલી મહેનત નું ફળ મળી જસે તો ચાલો ડુંગળી, બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવાની રીત શીખીએ.

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • લીલી મેથી 1 કપ સુધારેલ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ઘઉંનો લોટ ½ કપ
  • બેસન ¼ કપ
  • હિંગ ⅛ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • બેકિંગ સોડા 1 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

જૈન ઊંધિયું શાક બનાવવા માટેની સામગ્રી

  • તિંડોડા 150 ગ્રામ
  • લીલા મરચા 5-6
  • મેથી સુધારેલ ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • કાચી કેળા 2
  • સુરતી પાપડી 350 ગ્રામ
  • વટાણા ½ કપ
  • લીલી તુવેરના દાણા ¼ કપ
  • સીંગદાણા 3-4 ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • તાજુ નારિયળ છીણેલું ½ કપ
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • ખાંડ 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • તેલ 5-6 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Jain undhiyu banavani rit

જૈન ઊંધિયું બનાવીશું જેમાં ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવા સૌપ્રથમ મુઠીયા બનાવી તૈયાર કરીશું. જેના માટે એક વાસણમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા, હિંગ, ખાંડ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, બેકિંગ સોડા,મીઠું સ્વાદ મુજબ અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ઘઉંનો લોટ અને બેસન નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ માંથી ગોળ કે લંબ ગોળ મુઠીયા બનાવી તૈયાર કરી લ્યો અને મુઠીયા તૈયાર કરો ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં બનાવેલા મુઠીયા નાખી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન મુઠીયા તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી એક થાળી માં એક બાજુ મૂકો.

હવે ઊંધિયા નો વઘાર કરીશું જેના માટે ગરમ તેલ માં તિંડોડા ને તરી લ્યો અને ને ચાર મિનિટ તરી લીધા બાદ એક મોટા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ તરી ને કાઢી લ્યો. હવે કેળા ના કટકા ને પણ તેલ માં નાખી તરી લ્યો અને એને પણ કાઢી લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુરતી પાપડી, વટાણા અને તુવેર ના દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો.

બધી સામગ્રી શેકાય ત્યાં સુંધી માં એક મોટા વાટકા માં લીલા ધાણા સુધારેલા, સફેદ તલ અને અધ કચરા પીસેલા સીંગદાણા, નારિયળ નું છીણ, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા મરચા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, ખાંડ , ગરમ મસાલો  નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

પાપડી શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ મસાલા માંથી થોડો મસાલો નાખો અને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં તરી રાખેલ કેળા, મરચા, ટિંડોડા, બાકી રહેલો મસાલો નાખી મિક્સ કરી એમાં એક થી બે  કપ પાણી નાખી તરી રાખેલ મસાલો નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બધું શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું.

Jain Undhiyu recipe notes

  • અહી તમે ઊંધિયા માટે બીજા શાક પણ નાખી શકો છો જેમકે ગોવાર, રીંગણા, લીલા ચણા વગેરે.
  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછીબક્રી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

જૈન ઊંધિયું બનાવવાની રીત

Jain undhiyu - જૈન ઊંધિયું

Jain undhiyu banavani rit

આજ આપણે ડુંગળી, બટાકા,લસણ વગર નું Jain undhiyu – જૈન ઊંધિયું બનાવવાની રીત શીખીશું. આ શાક ખાવાજેટલું ટેસ્ટી લાગે છે અને બનાવવુ થોડી મહેનત નું કામ છે પણ એક વખત બનાવ્યા પછી એનાસ્વાદ માં કરેલી મહેનત નું ફળ મળી જસે તો ચાલો ડુંગળી, બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલી મેથી સુધારેલ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

જૈન ઊંધિયું શાક બનાવવા માટેની સામગ્રી

  • 150 ગ્રામ તિંડોડા
  • 5-6 લીલા મરચા
  • ½ કપ મેથી સુધારેલ
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2 કાચી કેળા
  • 350 ગ્રામ સુરતી પાપડી
  • ½ કપ વટાણા
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • 3-4 ચમચી સીંગદાણા
  • 2-3 ચમચી સફેદ તલ
  • ½ કપ તાજુ નારિયળ છીણેલું
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-6 ચમચી તેલ
  • 1 ચમચી અજમો
  • ½ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Jain undhiyu banavani rit

  • જૈન ઊંધિયું બનાવીશું જેમાં ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવા સૌપ્રથમ મુઠીયા બનાવી તૈયાર કરીશું. જેના માટે એક વાસણમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા, હિંગ, ખાંડ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, બેકિંગ સોડા,મીઠું સ્વાદ મુજબ અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ઘઉંનો લોટ અને બેસન નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ માંથી ગોળ કે લંબ ગોળ મુઠીયા બનાવી તૈયાર કરી લ્યો અને મુઠીયા તૈયાર કરો ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં બનાવેલા મુઠીયા નાખી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન મુઠીયા તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી એક થાળી માં એક બાજુ મૂકો.
  • હવે ઊંધિયા નો વઘાર કરીશું જેના માટે ગરમ તેલ માં તિંડોડા ને તરી લ્યો અને ને ચાર મિનિટ તરી લીધા બાદ એક મોટા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ તરી ને કાઢી લ્યો. હવે કેળા ના કટકા ને પણ તેલ માં નાખી તરી લ્યો અને એને પણ કાઢી લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુરતી પાપડી, વટાણા અને તુવેર ના દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • બધી સામગ્રી શેકાય ત્યાં સુંધી માં એક મોટા વાટકા માં લીલા ધાણા સુધારેલા, સફેદ તલ અને અધ કચરા પીસેલા સીંગદાણા, નારિયળ નું છીણ, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા મરચા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, ખાંડ , ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • પાપડી શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ મસાલા માંથી થોડો મસાલો નાખો અને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં તરી રાખેલ કેળા, મરચા, ટિંડોડા, બાકી રહેલો મસાલો નાખી મિક્સ કરી એમાં એક થી બે કપ પાણી નાખી તરી રાખેલ મસાલો નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બધું શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું.

Jain Undhiyu recipe notes

  • અહી તમે ઊંધિયા માટે બીજા શાક પણ નાખી શકો છો જેમકે ગોવાર, રીંગણા, લીલા ચણા વગેરે.
  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછીબક્રી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version