મિસ્ટી દોઈ એક બંગાળી મીઠાઈ છે જે બંગાળ બાજુ ખૂબ પ્રખ્યાત છે પણ હાલ માં મેંગો ની સીઝન ચાલુ છે તો આપણે એમાં પણ તો મેંગો ના સ્વાદ નાખી મજા લઈ શકીએ છીએ. તો આજ આપણે મિસ્ટી દોઈ ને મેંગો ના ફ્લેવર્સ વાળુ બનાવતા શીખીશું. તો ચાલો Mango Misti doi – મેંગો મિસ્ટી દોઈ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- દહીં 2 કપ
- મેંગો 500- 600 ગ્રામ
- ખાંડ 3- 4 ચમચી
Mango Misti doi banavani rit
મેંગો મિસ્ટી દોઈ બનાવવા સૌપ્રથમ મેંગો ધોઈ સાફ કરી છોલી lyobtyar બાદ એના મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ કટકા ને મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી બનાવી લેવી. તૈયાર પ્યુરી ને કડાઈમાં નાખો સાથે ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી તૈયાર પલ્પ ને એક બાજુ મૂકો.
હવે બીજી કડાઈમાં ફુલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી પાંચ દસ મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો. દસ પંદર મિનિટ સુંધી ઉકાળી લ્યો ત્યાર પછી ગેસ બંધ કરી દયો અને દૂધ ને થોડી વાર સુંધી હલાવતા રહી ઠંડુ કરી લ્યો. દૂધ નવશેકું ગરમ રહે એટલે એમાં મેંગો પ્યુરી નાખો.
ત્યાર બાદ એમાં દહી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે કોઈ તપેલી / મોલ્ડ કે માટી ન વાસણમાં તૈયાર મિશ્રણ નાખી દયો અને આખી રાત અથવા આઠ થી દસ કલાક જમાવી લ્યો. દસ કલાક પછી દૂધ બરોબર જામી જાય એટલે તૈયાર મિસ્ટી દોઈ ને ફ્રીઝ માં મૂકી ઠંડી કરી લ્યો અને ઠંડી થાય પછી મજા લ્યો. તો તૈયાર છે મેંગો મિસ્ટી દોઈ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મેંગો મિસ્ટી દોઈ બનાવવાની રીત

Mango Misti doi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 માટી ના મોલ્ડ/ મોલ્ડ
Ingredients
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 2 કપ દહીં
- 500- 600 ગ્રામ મેંગો
- 3- 4 ચમચી ખાંડ
Instructions
Mango Misti doi banavani rit
- મેંગો મિસ્ટી દોઈ બનાવવા સૌપ્રથમ મેંગો ધોઈ સાફ કરી છોલી lyobtyar બાદ એના મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ કટકા ને મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી બનાવી લેવી. તૈયાર પ્યુરી ને કડાઈમાં નાખો સાથે ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી તૈયાર પલ્પ ને એક બાજુ મૂકો.
- હવે બીજી કડાઈમાં ફુલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી પાંચ દસ મિનિટ ધીમા તાપે ઉકાળી લ્યો. દસ પંદર મિનિટ સુંધી ઉકાળી લ્યો ત્યાર પછી ગેસ બંધ કરી દયો અને દૂધ ને થોડી વાર સુંધી હલાવતા રહી ઠંડુ કરી લ્યો. દૂધ નવશેકું ગરમ રહે એટલે એમાં મેંગો પ્યુરી નાખો.
- ત્યાર બાદ એમાં દહી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે કોઈ તપેલી / મોલ્ડ કે માટી ન વાસણમાં તૈયાર મિશ્રણ નાખી દયો અને આખી રાત અથવા આઠ થી દસ કલાક જમાવી લ્યો. દસ કલાક પછી દૂધ બરોબર જામી જાય એટલે તૈયાર મિસ્ટી દોઈ ને ફ્રીઝ માં મૂકી ઠંડી કરી લ્યો અને ઠંડી થાય પછી મજા લ્યો. તો તૈયાર છે મેંગો મિસ્ટી દોઈ.
Notes
- અહીં મેંગો મીઠા હોય તો ખાંડ ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો અથવા ગોળ / સુગર ફ્રી / સાકર પણ વાપરી શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Unada nu special desert banavani recipe | ઉનાળા નું સ્પેશિયલ ડિઝર્ટ બનાવવાની રેસીપી
Malai cake recipe | મલાઈ કેક બનાવવાની રીત
