આ મલાઈ કેક એવી મીઠાઈ છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા વાળા ને ખબર પણ નથી પડતી કે એ સેમાંથી બનેલી મીઠાઈ ખાય છે અને એક વખત ચાખ્યા પછી હમેશા આ જ મીઠાઈ બનાવવાની માંગણી કરશે તો ચાલો Malai cake banavani rit શીખીએ.
મલાઈ કેક બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- ખાંડ ½ કપ + 4-5 ચમચી
- ફ્રેશ ક્રીમ / દૂધ ની મલાઈ ¼ કપ
- ટોસ જરૂર મુજબ
- કેસર ના તાંતણા 15-20
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
- બદામ ની કતરણ જરૂર મુજબ
- પાણી ½ કપ
Malai cake banavani rit
મલાઈ કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય અને ચાસણી થોડી ચિકાસ વાળી લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો.
હવે બીજી તપેલી માં ફૂલ ક્રીમ દૂધ લ્યો અને એમાંથી પા કપ દૂધ ને એક વાટકા માં લ્યો અને એમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ નો ગેસ ચાલુ કરી દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં એલચી પાઉડર, ચાર પાંચ ચમચી ખાંડ અને ફ્રેશ ક્રીમ / મલાઈ નાખી ઉકાળવા દયો.
દૂધ ઊકળવા લાગે એટલે તેમાં કોર્ન ફ્લોર વાળું દૂધ હલાવી ને નાખો અને ચમચાથી બરોબર બે ત્રણ મિનિટ સુંધી હલાવતા રહો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો. અને રબડી તૈયાર કરી લ્યો.
એક મોલ્ડ માં ટોસ ને મૂકો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ચાસણી નાખો અને એના ઉપર તૈયાર કરેલ દૂધ રબડી નાખો અને એના પર થોડા ડ્રાય ફ્રુટ છાંટો ત્યાર બાદ ફરી ટોસ ની લાઈન કરી એના પર ચાસણી નાખો અને ત્યાર બાદ રબડી નાખો અને એના પર ડ્રાય ફ્રુટ છાંટો ત્યાર બાદ એમાં ફરી ટોસ ની લાઈન કરી લ્યો.
ત્યાર બાર ચાસણી નાખી એના પર રબડી નાખી એક સરખી ફેલાવી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી લ્યો ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઓછા માં ઓછા બે ત્રણ કલાક ઠંડી થવા દયો અથવા તો એક દિવસ પહેલા બનાવી લઈ કોઈ પણ પ્રસંગ માટે તૈયાર કરી શકો છો અને ઠંડી ઠંડી મલાઈ કેક ની મજા લ્યો.
Malai cake NOTES
- ટોસ બને તો સાદા લેવા જેથી મીઠાઈ માં બીજો સ્વાદ ના આવે તમે એલચી ફ્લેવર્સ ના ટોસ પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મલાઈ કેક બનાવવાની રીત
Malai cake recipe
Equipment
- 1 કડાઈઓ
- 1 મોલ્ડ
Ingredients
મલાઈ કેક બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ + 4-5 ચમચી
- ¼ કપ ફ્રેશ ક્રીમ / દૂધ ની મલાઈ
- ટોસ જરૂર મુજબ
- 15-20 કેસર ના તાંતણા
- 2-3 ચમચી કોર્ન ફ્લોર
- ½ ચમચી એલચી પાઉડર
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
- બદામ ની કતરણ જરૂર મુજબ
- ½ કપ પાણી
Instructions
Malai cake banavani rit
- મલાઈ કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય અને ચાસણી થોડી ચિકાસ વાળી લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો.
- હવે બીજી તપેલી માં ફૂલ ક્રીમ દૂધ લ્યો અને એમાંથી પા કપ દૂધ ને એક વાટકા માં લ્યો અને એમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ નો ગેસ ચાલુ કરી દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં એલચી પાઉડર, ચાર પાંચ ચમચી ખાંડ અને ફ્રેશ ક્રીમ / મલાઈ નાખી ઉકાળવા દયો.
- દૂધ ઊકળવા લાગે એટલે તેમાં કોર્ન ફ્લોર વાળું દૂધ હલાવી ને નાખો અને ચમચાથી બરોબર બે ત્રણ મિનિટ સુંધી હલાવતા રહો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો. અને રબડી તૈયાર કરી લ્યો.
- એક મોલ્ડ માં ટોસ ને મૂકો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ચાસણી નાખો અને એના ઉપર તૈયાર કરેલ દૂધ રબડી નાખો અને એના પર થોડા ડ્રાય ફ્રુટ છાંટો ત્યાર બાદ ફરી ટોસ ની લાઈન કરી એના પર ચાસણી નાખો અને ત્યાર બાદ રબડી નાખો અને એના પર ડ્રાય ફ્રુટ છાંટો ત્યાર બાદ એમાં ફરી ટોસ ની લાઈન કરી લ્યો.
- ત્યાર બાર ચાસણી નાખી એના પર રબડી નાખી એક સરખી ફેલાવી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી લ્યો ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઓછા માં ઓછા બે ત્રણ કલાક ઠંડી થવા દયો અથવા તો એક દિવસ પહેલા બનાવી લઈ કોઈ પણ પ્રસંગ માટે તૈયાર કરી શકો છો અને ઠંડી ઠંડી મલાઈ કેક ની મજા લ્યો.
Malai cake NOTES
- ટોસ બને તો સાદા લેવા જેથી મીઠાઈ માં બીજો સ્વાદ ના આવે તમે એલચી ફ્લેવર્સ ના ટોસ પણ વાપરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Beet no soup recipe | બીટ નો સૂપ બનાવવાની રેસીપી
khir banavani rit | ખીર બનાવવાની રીત