Home Lunch & Dinner Masala chole banavani rit | મસાલા છોલે બનાવવાની રીત

Masala chole banavani rit | મસાલા છોલે બનાવવાની રીત

0
Image credit – Youtube/Hebbars Kitchen

મિત્રો આજે આપણે એક દમ અલગ અને ટેસ્ટી લાગે એવું કાબુલી ચણા માંથી મસ્ત મસાલા છોલે નું શાક બનાવીશું . જે ઘરનાજ મસાલા માંથી સાવ સરળ અને ઝડપથી બની જાય એવું નવીજ રીત નું શાક બનાવતા શીખીશું તો ચાલો આજે Masala chole – મસાલા છોલે નું શાક બનાવતા શીખીએ.

INGREDIENTS

  • કાબુલી ચણા 1.5 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી સોડા પાણી 4 કપ
  • તેલ 2 ચમચી
  • લવિંગ 3-4
  • મરી 4-5
  • તજ નો ટુકડો 1
  • જીરું 1 ચમચી
  • ડુંગળી સ્લાઈસ કરેલી 1 નંગ
  • આદુ 1 ઇંચ
  • લસણ 3 કણી
  • સ્લાઈસ કરેલા ટમેટા 1 નંગ
  • ખમણેલું નારિયેળ 1 કપ

વઘાર કરવા માટે ની સામગ્રી :-

  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
  • હળદર પાવડર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ચણા મસાલા 2 ચમચી
  • જીણા સુધારેલા ટમેટા 1 નંગ
  • લીલા ધાણા ગાર્નિસ માટે

Masala chole banavani rit

મસાલા છોલે બનાવવા માટે સૌ પ્રથમ ચણા ને આખી રાત પલાડી ને મૂકી દેશું બીજા દિવસે સવારે ફરીથી પાણી માં એક વખત ધોઈ લેશું અને ત્યાર બાદ પ્રેશર કુકર માં સ્વાદ મુજબ મીઠું , ચપટી સોડા અને 4 કપ પાણી નાખી અને પ્રેશર કુકર બંધ કરી અને 5 સિટી વગાડી લેશું .

હવે ગેસ પર એક કડાઈ / પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં તેલ 2 ચમચી , 3-4 લવિંગ , તજ નો ટુકડો 1 , મરી 4-5 , જીરું 1 ચમચી નાખી અને સુગંધ આવે ત્યાં સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી 1 નંગ , આદુ 1 ઇંચ , લસણ 4 કણી નાખી બધી વસ્તુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશુ . તીખાશ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો.

ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલા ટમેટા 1 નંગ નાખી અને ટમેટા સોફ્ટ થાય ત્યાર સુધી સાંતળી લેશું હવે તેમાં ખમણેલું નારિયેળ 1 કપ , નારિયેળ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું . ત્યાર બાદ બધી વસ્તુ ને પ્લેટ માં કાઢી અને એક દમ સારી રીતે ઠંડી થવા દેશું .

હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં ઠંડું કરેલું ડુંગળી અમે ટામેટા વાળું મિશ્રણ , બાફેલા ચણા થોડા , પાણી ½ કપ નાખી અને બધી વસ્તુ ની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું . હવે ગેસ પર ફરીથી એક કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં 2 ચમચી તેલ , જીરું 1 ચમચી , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ નાખી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું .

ત્યાર બાદ તેમાં હળદર પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , ચણા મસાલા 2 ચમચી બધા મસાલા ને ધીમા તાપે 1 મિનિટ જેવું સેકી લેશું ત્યાર બાદ તેમાં ટામેટા જીણા સુધારેલા 1 નંગ નાખી અને તેને પણ તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લેશું હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને મિડીયમ તાપે ગ્રેવી ને ચડાવી લેશું.

હવે આપણી ગ્રેવી ચડી ગયા બાદ તેમાં બાફેલા ચણા અને સ્વાદ મુજબ મીઠું નાખી અને બધું મિક્સ કરી અને 10 મિનિટ જેવું ચઢાવી લેશું .

તો 10 મિનિટ બાદ આપણા છોલે મસાલા નું શાક તૈયાર છે જેને સર્વિંગ બાઉલ માં લઈ ઉપર થી થોડા લીલા ધાણા અને ½ લીંબુ નો રસ નાખી અને સર્વ ગરમ ગરમ રોટલી , પરાઠા , પૂરી કે પછી ભાત સાથે સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મસાલા છોલે બનાવવાની રીત

Masala chole - મસાલા છોલે

Masala chole banavani rit

મિત્રો આજે આપણે એક દમ અલગ અને ટેસ્ટી લાગે એવું કાબુલીચણા માંથી મસ્ત મસાલા છોલે નું શાક બનાવીશું . જે ઘરનાજ મસાલામાંથી સાવ સરળ અને ઝડપથી બની જાય એવું નવીજ રીત નું શાક બનાવતા શીખીશું તો ચાલો આજે Masala chole – મસાલા છોલે નું શાક બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 15 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 પ્રેશર કુકર
  • 1 કડાઈ / પેન
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • 1.5 કપ કાબુલી ચણા
  • મીઠું સ્વાદ મુજબ
  • 4 કપ ચપટી સોડા પાણી
  • 2 ચમચી તેલ
  • 3-4 લવિંગ
  • 4-5 મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1 નંગ ડુંગળી સ્લાઈસ કરેલી
  • 1 ઇંચ આદુ
  • 3 કણી લસણ
  • 1 નંગ સ્લાઈસ કરેલા ટમેટા
  • 1 કપ ખમણેલું નારિયેળ

વઘાર કરવા માટે ની સામગ્રી :-

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી ચણા મસાલા
  • 1 નંગ જીણા સુધારેલા ટમેટા
  • લીલા ધાણા ગાર્નિસ માટે

Instructions

Masala chole banavani rit

  • મસાલા છોલે બનાવવા માટે સૌ પ્રથમ ચણા ને આખી રાત પલાડી ને મૂકી દેશું બીજા દિવસે સવારે ફરીથી પાણી માં એક વખત ધોઈ લેશું અને ત્યાર બાદ પ્રેશર કુકર માં સ્વાદ મુજબ મીઠું , ચપટી સોડા અને 4 કપ પાણી નાખી અને પ્રેશર કુકર બંધ કરી અને 5 સિટી વગાડી લેશું .
  • હવે ગેસ પર એક કડાઈ / પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં તેલ 2 ચમચી , 3-4 લવિંગ , તજ નો ટુકડો 1 , મરી 4-5 , જીરું 1 ચમચી નાખી અને સુગંધ આવે ત્યાં સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી 1 નંગ , આદુ 1 ઇંચ , લસણ 4 કણી નાખી બધી વસ્તુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશુ . તીખાશ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
  • ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલા ટમેટા 1 નંગ નાખી અને ટમેટા સોફ્ટ થાય ત્યાર સુધી સાંતળી લેશું હવે તેમાં ખમણેલું નારિયેળ 1 કપ , નારિયેળ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું . ત્યાર બાદ બધી વસ્તુ ને પ્લેટ માં કાઢી અને એક દમ સારી રીતે ઠંડી થવા દેશું .
  • હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં ઠંડું કરેલું ડુંગળી અમે ટામેટા વાળું મિશ્રણ , બાફેલા ચણા થોડા , પાણી ½ કપ નાખી અને બધી વસ્તુ ની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું . હવે ગેસ પર ફરીથી એક કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં 2 ચમચી તેલ , જીરું 1 ચમચી , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ નાખી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું .
  • ત્યાર બાદ તેમાં હળદર પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , ચણા મસાલા 2 ચમચી બધા મસાલા ને ધીમા તાપે 1 મિનિટ જેવું સેકી લેશું ત્યાર બાદ તેમાં ટામેટા જીણા સુધારેલા 1 નંગ નાખી અને તેને પણ તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લેશું હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને મિડીયમ તાપે ગ્રેવી ને ચડાવી લેશું.
  • હવે આપણી ગ્રેવી ચડી ગયા બાદ તેમાં બાફેલા ચણા અને સ્વાદ મુજબ મીઠું નાખી અને બધું મિક્સ કરી અને 10 મિનિટ જેવું ચઢાવી લેશું .
  • તો 10 મિનિટ બાદ આપણા છોલે મસાલા નું શાક તૈયાર છે જેને સર્વિંગ બાઉલ માં લઈ ઉપર થી થોડા લીલા ધાણા અને ½ લીંબુ નો રસ નાખી અને સર્વ ગરમ ગરમ રોટલી , પરાઠા , પૂરી કે પછી ભાત સાથે સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version