જય શ્રી કૃષ્ણ અત્યાર સુધીમાં તમે સોજી માંથી ઘણા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવી ને તૈયાર કરેલ હસે પણ આજ નો નાસ્તો હેલ્થી ની સાથે ટેસ્ટી પણ લાગશે અને બનાવવો ખૂબ સરળ છે આ નાસ્તા ને સવાર કે સાંજ ના નાસ્તા માં અથવા નાની પાર્ટી માં બનાવી ને સર્વ કરી શકો છો તો ચાલો સોજી વેજીટેબલ પોકેટ બનાવવાની રીત – Soji vegetable pocket banavani rit શીખીએ.
સોજી વેજીટેબલ પોકેટ બનાવવા જરૂરી સામગ્રી
- દહી ¼ કપ
- સોજી 1 કપ
- ઝીણું સમારેલું કેપ્સીકમ 1
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- છીણેલું ગાજર ¼ કપ
- ઝીણી સુધારેલી પાનકોબી 1 કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- ચીઝ ½ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- મરી પાઉડર 1-2 ચપટી
- ઓરેગાનો ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સોજી વેજીટેબલ પોકેટ બનાવવાની રીત
સોજી વેજીટેબલ પોકેટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી નાખો એમાં દહી અને એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો. હવે આ મિશ્રણ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી પલાળેલી સોજી ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
ગેસ પર એક પેન ને ગરમ કરવા મૂકો પેન ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સોજી ના મિશ્રણ ના એક બે મોટા ચમચા નથી એક સરખું ફેલાવી ને બે મિનિટ અથવા ઉપર થી ચડી ગયેલ લાગે ત્યાં સુંધી સીટ ચડાવી લ્યો ત્યાર બાદ પેન ઉપરથી ઉતરી લ્યો. આમ બધા મિશ્રણ માંથી સીટ બનાવી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
એક વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ, છીણેલું ગાજર, ચીઝ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
ગેસ પર તવી કે પેન ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં સોજી માંથી તૈયાર સીટ લ્યો એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક થી બે ચમચી મૂકો અને ચારે બાજુથી ફોલ્ડ કરી લ્યો અને જે બાજુ થી ફોલ્ડ કરેલ છે એ ભાગ ને તવી કે પેન પર મૂકતા જાઓ. આમ દરેક સીટ માં મિશ્રણ મૂકી પેક કરી પોકેટ બનાવી તવી કે પેન માં મૂકતા જઈ માખણ કે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
આમ બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ તવી પરથી ઉતારી લ્યો અને બીજા પોકેટ ને પણ તૈયાર કરી શેકી લ્યો અને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો સોજી વેજીટેબલ પોકેટ.
Soji vegetable pocket notes
- તમારી પસંદ ના વેજીટેબલ ને સ્ટફિંગ માં નાખી શકો છો.
Soji vegetable pocket banavani rit
Youtube પર home recipe ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Soji vegetable pocket recipe
સોજી વેજીટેબલ પોકેટ | Soji vegetable pocket
Equipment
- 1 પેન
- 1 મિક્સર
Ingredients
સોજી વેજીટેબલ પોકેટ બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ દહી
- 1 કપ સોજી
- 1 ઝીણું સમારેલું કેપ્સીકમ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ છીણે લુંગાજર
- 1 કપ ઝીણી સુધારેલી પાનકોબી
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ કપ ચીઝ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- 1-2 ચપટી મરી પાઉડર
- ¼ ચમચી ઓરેગાનો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Soji vegetable pocket banavani rit
- સોજી વેજીટેબલ પોકેટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી નાખો એમાં દહી અને એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો. હવે આ મિશ્રણ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી પલાળેલી સોજી ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને જરૂર લાગેતો બે ચાર ચમચી પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક પેન ને ગરમ કરવા મૂકો પેન ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સોજી ના મિશ્રણ ના એક બે મોટા ચમચા નથી એક સરખું ફેલાવી ને બે મિનિટ અથવા ઉપર થી ચડી ગયેલ લાગે ત્યાં સુંધી સીટ ચડાવી લ્યો ત્યાર બાદ પેન ઉપરથી ઉતરી લ્યો. આમ બધા મિશ્રણ માંથી સીટ બનાવી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
- એક વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ,છીણેલું ગાજર, ચીઝ, લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ચાર્ટમસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર,ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરીલ્યો.
- ગેસ પર તવી કે પેન ને મિડીયમ તાપે ગરમ કરવામૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં સોજી માંથી તૈયાર સીટ લ્યો એમાં તૈયાર કરેલ મિશ્રણની એક થી બે ચમચી મૂકો અને ચારે બાજુથી ફોલ્ડ કરી લ્યો અને જે બાજુ થી ફોલ્ડ કરેલ છે એ ભાગ ને તવી કે પેન પર મૂકતા જાઓ.આમ દરેક સીટ માં મિશ્રણ મૂકી પેક કરી પોકેટ બનાવી તવી કે પેન માં મૂકતા જઈ માખણ કે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- આમ બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ તવી પરથી ઉતારી લ્યો અને બીજા પોકેટ ને પણ તૈયાર કરી શેકી લ્યો અને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો સોજી વેજીટેબલ પોકેટ.
Soji vegetable pocket notes
- તમારી પસંદ ના વેજીટેબલ ને સ્ટફિંગ માં નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ | Garlic bread pizza pocket
પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit | Poha chevdo recipe in gujarati
ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe
સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit