જ્યારે કઈ તીખું અને મજેદાર ખાવાની ઈચ્છા થાય અને કઈ બનાવવાનું ના સુજે ત્યારે આ ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવી ને ખાસો તો મોઢાના સ્વાદ સારો થઈ જશે અને કંઇક ટેસ્ટી બહાર જેવું જમ્યાની અનુભૂતિ થશે. તો ચાલો ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવવાની રીત – Chilli Garlic Noodles banavani rit શીખીએ.
ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી
- નૂડલ્સ 1 કિલો અડધી બાફેલી
- આખા સૂકા લાલ મરચા 50 ગ્રામ
- લસણ ની કણી 15-17
- આદુ પેસ્ટ ½ ચમચી
- લાલ કેપ્સીકમ ½ કપ લાંબી સ્લાઈસમાં સુધારેલ
- પીળું કેપ્સીકમ ½ કપ લાંબી સ્લાઈડમાં સુધારેલ
- લીલું કેપ્સીકમ ½ કપ સ્લાઈસ માં સુધારેલ
- લાંબી સુધારેલ ડુંગળી 1
- ગાજર 1 લાંબી લાંબી સ્લાઈસ માં સુધારેલ
- પાનકોબી ½ કપ લાંબી સુધારેલ
- ટમેટા સોસ 2-3 ચમચી
- વિનેગર 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવવાની રીત
ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં બીજ કાઢેલા સૂકા લાલ મરચા નાખી પાંચ મિનિટ ઉકાળી લ્યો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી મરચા ને પાણીથી અલગ કરી નાખો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી નાખી પીસી લ્યો. ત્યાર બાદ ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને સ્મુથ ચીલી ગાર્લીક પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લીધા બાદ એમાં ચીલી ગાર્લીક પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.ત્યાર બાદ એમાં ટમેટા સોસ, વિનેગર નાખી ને મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો.
નૂડલ્સ ને તેલ અને મીઠા વાળા ઉકળતા પાણી માં નાખી અડધી થી પોણી ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ને એના પર ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મોટા વાસણમાં મૂકો અને ઉપર થી એક બે ચમચી તેલ નાખીને મિક્સ કરી ઠંડા કરી લ્યો.
હવે ફરી ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેપ્સીકમ અને ડુંગળી નાખી ને અડધી થી એક મિનિટ શેકી લ્યો.
એમાં બે ત્રણ ચમચી ચીલી પેસ્ટ નાંખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં પાનકોબી ને ગાજર નાખી ફરી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો. છેલ્લે એમાં બાફી રાખેલ નૂડલ્સ નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, વિનેગર, ટમેટા સોસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો ચીલી ગાર્લીક નૂડલ્સ.
Chilli Garlic Noodles NOTES
- તીખાશ તમારી પસંદ મુજબ કરવી.
- બાફેલી નૂડલ્સ ને ફ્રીઝ માં એક બે દિવસ રાખી શકો છો.
- જો અડધી બાફેલી નૂડલ્સ વાપરી હોય તો ચાર પાંચ મિનિટ માં બફાઈ જસે અને જો કડક વાળી નૂડલ્સ બાફી હોય તો આઠ થી દસ મિનિટ લાગી શકે છે.
Chilli Garlic Noodles banavani rit
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Chilli Garlic Noodles recipe in gujarati
Chilli Garlic Noodles banavani rit
Equipment
- 1 kadai
Ingredients
ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કિલો નૂડલ્સ અડધી બાફેલી
- 50 ગ્રામ આખા સૂકા લાલ મરચા
- 15-17 કણી લસણની
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ કપ લાલ કેપ્સીકમ લાંબી સ્લાઈસમાં સુધારેલ
- ½ કપ પીળું કેપ્સીકમ લાંબી સ્લાઈડમાં સુધારેલ
- ½ કપ લીલું કેપ્સીકમ સ્લાઈસ માં સુધારેલ
- 1 લાંબી સુધારેલ ડુંગળી
- ½ કપ પાનકોબી લાંબી સુધારેલ
- 1 ગાજર લાંબી લાંબી સ્લાઈસ માં સુધારેલ
- 2-3 ચમચી ટમેટા સોસ
- 1-2 ચમચી વિનેગર
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Chilli Garlic Noodles banavani rit
- ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં બીજ કાઢેલા સૂકા લાલ મરચા નાખી પાંચ મિનિટ ઉકાળી લ્યો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી મરચા ને પાણીથી અલગ કરી નાખો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી નાખી પીસી લ્યો. ત્યાર બાદ ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને સ્મુથ ચીલી ગાર્લીક પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લીધા બાદ એમાં ચીલી ગાર્લીક પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.ત્યાર બાદ એમાં ટમેટા સોસ, વિનેગર નાખી ને મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો.
- નૂડલ્સ ને તેલ અને મીઠા વાળા ઉકળતાપાણી માં નાખી અડધી થી પોણી ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢીને એના પર ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મોટા વાસણમાં મૂકો અને ઉપર થી એક બેચમચી તેલ નાખીને મિક્સ કરી ઠંડા કરી લ્યો.
- હવે ફરી ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેપ્સીકમ અને ડુંગળી નાખી ને અડધી થી એક મિનિટ શેકી લ્યો.
- એમાં બે ત્રણ ચમચી ચીલી પેસ્ટ નાંખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં પાનકોબી ને ગાજર નાખી ફરી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બે મિનિટશેકી લ્યો. છેલ્લે એમાં બાફી રાખેલ નૂડલ્સ નાખી બરોબર મિક્સ કરોઅને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, વિનેગર, ટમેટા સોસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો ચીલી ગાર્લીક નૂડલ્સ.
Chilli Garlic Noodles NOTES
- તીખાશ તમારી પસંદ મુજબ કરવી.
- બાફેલી નૂડલ્સ ને ફ્રીઝ માં એક બે દિવસ રાખી શકો છો.
- જો અડધી બાફેલી નૂડલ્સ વાપરી હોય તો ચાર પાંચ મિનિટ માં બફાઈ જસે અને જો કડક વાળી નૂડલ્સ બાફી હોય તો આઠ થી દસ મિનિટ લાગી શકે છે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજી વેજીટેબલ પોકેટ બનાવવાની રીત | Soji vegetable pocket banavani rit
સેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani rit | sev mamra recipe gujarati
દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe gujarati | dahi vada ni recipe
સુરતી લોચો | surti locho | locho recipe | surti locho recipe