ગુજરાતી નાસ્તામાં ગાંઠિયાનું સ્થાન હંમેશા ટોચ પર હોય છે. તેમાં પણ જો ભાવનગરના પ્રખ્યાત Bhavnagari Ganthiya હોય, તો નાના-મોટા સૌ કોઈ હોંશે હોંશે ખાય છે. શિયાળાની ઋતુમાં તાજી મેથી મળતી હોય ત્યારે Methi Vala Bhavnagari Gathiya એક ઉત્તમ શિયાળુ નાસ્તો (Winter Special Nasto) બની રહે છે. આજે આપણે મેથીવાળા ભાવનગરી ગાંઠિયા શીખીશું એકદમ સોફ્ટ, જાળીદાર અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા
Bhavnagari Gathiya Ingredients
- બેસન 250 ગ્રામ
- લીલી મેથી ઝીણી સુધારેલી ½ કપ
- પાપડ ખાર 4 ગ્રામ
- અજમો 1 ચમચી
- અધ કચરા પીસેલા મરી પાઉડર 1 ચમચી
- તેલ ½ કપ
- પાણી ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Methi Bhavnagari Ganthiya Banavani Rit.
મેથીવાળા ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ નીતારી ઝીણી સુધારી તૈયાર કરી લ્યો. હવે કથરોટમાં બેસન ચાળી ને લ્યો.ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો, સ્વાદ મુજબ મીઠું, અધ કચરા પીસેલા મરી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે મિક્સર જારમાં પાણી, તેલ અને પાપડ ખાર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી ફેરવી ને મિશ્રણ સફેદ થાય ત્યાં સુંધી ફેરવી ને મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર મિશ્રણ ને બેસન માં નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધીમાં ગાંઠિયા માટે ની પ્લેટ મૂકી સંચા માં તેલ લગાવી તૈયાર કરેલ ગાંઠિયા નો લોટ ભરી બંધ કરી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી ગાંઠિયા પાડી લ્યો. ગાંઠિયા ને બે મિનીટ એમજ રહેવા દેવા.
ત્યાર બાદ ઝારાથી ઉથલાવી બને બાજુથી બરોબર ચડાવી લ્યો. અને ત્યાર બાદ કાઢી લ્યો. આમ બધા જ ગાંઠીયા તારી તૈયાર કરી લ્યો અને ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે મેથી વાળા ભાવનગરી ગાંઠિયા.
Bhavnagari Ganthiya recipe tips
- તમે પાણી, તેલ અને પાપડ ખાર ને બિટર થી પણ બીટ કરી શકો છો.
મેથીવાળા ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત

Methi Bhavnagari Ganthiya Recipe in Gujarati | મેથીવાળા ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | Soft Bhavnagari Gathiya
Equipment
- 1 કડાઈ
- 1 ગાંઠિયા માટેનો સંચો
Ingredients
Bhavnagari Gathiya Ingredients
- 250 ગ્રામ બેસન
- ½ કપ લીલી મેથી ઝીણી સુધારેલી
- 4 ગ્રામ પાપડ ખાર
- 1 ચમચી અજમો
- 1 ચમચી અધ કચરા પીસેલા મરી પાઉડર
- ½ કપ તેલ
- ½ કપ પાણી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Instructions
Methi Bhavnagari Ganthiya Banavani Rit
- મેથીવાળા ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ નીતારી ઝીણી સુધારી તૈયાર કરી લ્યો. હવે કથરોટમાં બેસન ચાળી ને લ્યો.ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો, સ્વાદ મુજબ મીઠું, અધ કચરા પીસેલા મરી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે મિક્સર જારમાં પાણી, તેલ અને પાપડ ખાર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી ફેરવી ને મિશ્રણ સફેદ થાય ત્યાં સુંધી ફેરવી ને મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર મિશ્રણ ને બેસન માં નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધીમાં ગાંઠિયા માટે ની પ્લેટ મૂકી સંચા માં તેલ લગાવી તૈયાર કરેલ ગાંઠિયા નો લોટ ભરી બંધ કરી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી ગાંઠિયા પાડી લ્યો. ગાંઠિયા ને બે મિનીટ એમજ રહેવા દેવા.
- ત્યાર બાદ ઝારાથી ઉથલાવી બને બાજુથી બરોબર ચડાવી લ્યો. અને ત્યાર બાદ કાઢી લ્યો. આમ બધા જ ગાંઠીયા તારી તૈયાર કરી લ્યો અને ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે મેથી વાળા ભાવનગરી ગાંઠિયા.
Notes
- તમે પાણી, તેલ અને પાપડ ખાર ને બિટર થી પણ બીટ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Jeera Bhakhri Recipe in Gujarati | જીરા ભાખરી બનાવવાની રીત | Biscuit Bhakri
french toast banavani recipe | ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રેસીપી
Kabuli chana nu salad banavani recipe | કાબુલી ચણા નું સલાડ બનાવવાની રેસીપી
Methi besan chila banavani recipe | મેથી બેસન ચીલા બનાવવાની રેસીપી
puff banavani rit | પફ બનાવવાની રીત | puff recipe in gujarati