સુરતનું નામ પડે એટલે ચટાકેદાર ખાણી-પીણી યાદ આવે જ! સુરતી લોચો અને ખમણની જેમ જ ત્યાંની Tam Tam Paneer Bhaji પણ ખાવાના શોખીનોમાં ખૂબ લોકપ્રિય છે. ‘ટમ ટમ’ એટલે કે એકદમ તીખું, મસાલેદાર અને લિજ્જતદાર!. અત્યાર સુંધી આપણે મિક્સ શાક માંથી બનેલી પાઉભાજી, પાલક વાળી ગ્રીન ભાજી બનાવી છે પણ આજ આપણે આ ભાજી સામાન્ય પાવ-ભાજી કરતા અલગ હોય છે કારણ કે તેમાં પનીર મુખ્ય છે અને તેની ગ્રેવી એકદમ રિચ અને સ્પાઈસી હોય છે. જો તમે સુરતના સ્ટ્રીટ ફૂડનો આનંદ ઘરે બેઠા માણવા માંગતા હોવ, તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે. ચાલો જોઈએ સુરતી ટમ ટમ પનીર ભાજી બનાવવાની રીત.
Surat Famous Paneer Bhaji Ingredients
- તેલ 2-3 ચમચી
- છીણેલું પનીર 60 ગ્રામ
- ટામેટા ની પ્યુરી 1 કપ
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચાની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલ લીલું લસણ 1 કપ
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Tam Tam Paneer Bhaji banavani rit
ટમ ટમ પનીર ભાજી બનાવવા સૌથી પહેલા મિકસર જારમાં ટામેટા નાખી પીસી પ્યુરી બનાવી લ્યો ત્યાર બાદ લીલા લસણ ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ ઝીણું સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ લીલા મરચાની પેસ્ટ બનાવી લ્યો અને લસણ ની કણી ની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ પનીર ને છીણી થી છીણી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર મોટી તવી અથવા પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં લીલું લસણ સુધારેલ, લસણ ની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ટામેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી ઢાંકી બે ચાર મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો અને તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ કચુંબર અને પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે ટમ ટમ પનીર ભાજી.
ટમ ટમ પનીર ભાજી બનાવવાની રીત

Tam Tam Paneer Bhaji Recipe in Gujarati | સુરતી ટમ ટમ પનીર ભાજી | Surat Famous Street Food
Equipment
- 1 તવો
Ingredients
Surat Famous Paneer Bhaji Ingredients
- 2-3 ચમચી તેલ
- 60 ગ્રામ છીણેલું પનીર
- 1 કપ ટામેટા ની પ્યુરી
- 1 ચમચી લસણ ની પેસ્ટ
- 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
- 1 કપ ઝીણી સુધારેલ લીલું લસણ
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tam Tam Paneer Bhaji banavani rit
- ટમ ટમ પનીર ભાજી બનાવવા સૌથી પહેલા મિકસર જારમાં ટામેટા નાખી પીસી પ્યુરી બનાવી લ્યો ત્યાર બાદ લીલા લસણ ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ ઝીણું સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ લીલા મરચાની પેસ્ટ બનાવી લ્યો અને લસણ ની કણી ની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ પનીર ને છીણી થી છીણી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર મોટી તવી અથવા પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં લીલું લસણ સુધારેલ, લસણ ની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ટામેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી ઢાંકી બે ચાર મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો અને તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ કચુંબર અને પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે ટમ ટમ પનીર ભાજી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar Mula nu Pani Varu Athanu Recipe | ગાજર મૂળાનું પાણીવાળું અથાણું
Lili Dungri ane Fotra vagar ni Magdal nu shaak ni recipe | લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક
Dudhi na farali muthiya | દુધી ના ફરાળી મુઠીયા બનાવવાની રેસીપી
Capsicum nu masaledar shaak | કેપ્સીકમ નું મસાલેદાર શાક
amla no chundo banavani recipe | આમળા નો છૂંદો બનાવવાની રેસીપી