જય શ્રી કૃષ્ણ આજ આપણે મોતી પાક બનાવવાની રીત – Moti pak banavani rit શીખીશું. અત્યાર સુંધી તમે મોતીચૂર ના લડવા તો ઘણી વખત બહાર થી લઇ ને અથવા ઘરે બનાવી ને મજા લીધી જ હસે , Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe , પણ આજ આપણે એજ મોતીચૂર ની ઝીણી ઝીણી બુંદીઓ ને ઝારા વગર અને ઘરે તૈયાર કરી ને એમાંથી એક નવી જ મીઠાઈ તૈયાર કરીશું જે તમે વાર તહેવાર પર અને પ્રવાસ માં તૈયાર કરી પોતે અથવા આવેલા મહેમાન ને સર્વ કરી શકો છો. મોતીચૂર ના લડવા હોય છે જે ઘણા ઘર માં લડવા ને પ્રવાસ માં લઇ નથી જવાતા તો એમના માટે આજ ની મીઠાઈ થી મોતીચૂર ના સ્વાદમાં પાક બનાવવાની રીત શીખીશું તો ચાલો Moti pak recipe in gujarati શીખીએ.
મોતી પાક ની બુંદી બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 કપ
- કેસરી રંગ 1 ચપટી (ઓપ્શનલ છે )
- પાણી ½ કપ
- ઘી 2-3 ચમચી
- મિલ્ક પાઉડર ½ કપ
- પિસ્તા ની કતરણ 5-7 ચમચી
- ચાંદી ની વરખ જરૂર મુજબ (ઓપ્શનલ છે )
- તરવા માટે તેલ
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 1 કપ
- પાણી ¾ કપ
- એલચી પાઉડર ⅛ ચમચી
- કેસરી રંગ 1 ચપટી (ઓપ્શનલ છે )
મોતી પાક બનાવવાની રીત
મોતી પાક બનાવવા સૌપ્રથમ આપણે બેસન નું મિશ્રણ બનાવી ને એમાંથી નાની સાઇઝ ની બુંદી તરી ને તૈયાર કરીશું ત્યાર બાદ ચાસણી બનાવી એમાં બુંદી નાખી મિક્સ કરી લઈ ગ્રીસ કરેલ થાળી માં એક સરખી ફેલાવી ને ઠંડી કરી કટકા કરી લેશું મોતી પાક.
બુંદી બનાવવાની રીત
એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં કેસરી રંગ નો ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો.
હવે મોતીચૂર લાડુ માટેનો ઝારો લ્યો અથવા મીઠા ની પ્લાસ્ટિક થેલી અથવા કોઈ જાડી પ્લાસ્ટિક ની થેલી લ્યો એની એક સાઈડ ની કિનારી પર સોઇ જેટલું પાતળું કાણું કરી લ્યો. હવે પ્લાસ્ટિક ને ગ્લાસ માં મૂકી એમાં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખી ઉપરથી બરોબર પેક કરી લ્યો.
હવે તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડા ઉપરથી પ્લાસ્ટિક ને દબાવી કાણા માંથી મિશ્રણ ને ગરમ તેલ ઉપર ફેરવતા રહી બુંદી પાડી દયો. પાડેલી બુંદી ને એક બે મિનિટ અથવા ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ ગરણી વડે કાઢી લ્યો ને ચારણી માં મૂકતા જાઓ જેથી વધારા નું તેલ કે ઘી નીકળી જાય. આમ બધી બુંદી તૈયાર કરી લ્યો.
ચાસણી બનાવવાની રીત
બીજી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ગરમ કરવા મૂકો. ખાંડ ને હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર, કેસરી ફૂડ કલર નાખી દયો ને ચાસણી થોડી ચિકાસ વાળી લાગે એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ બુંદી નાખી મિક્સ કરી લ્યો. અને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો.
બે મિનિટ પછી એમાં જો બુંદી તેલ માં બનાવી હોય તો ઘી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો હવે બટર પેપર પર અથવા ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ ને નાખી એક સરખું ફેલાવી ને ઉપરથી પિસ્તા ની કતરણ નાખી એક બે કલાક સેટ થવા દયો બે કલાક પછી ચાંદી ની વરખ લગાવી ચાકુ થી કાપા કરી ને પીસ કાઢી લ્યો ને મજા લ્યો મોતી પાક.
Moti pak recipe in gujarati notes
- બેસન નું મિશ્રણ ચમચા પર એક પાતળી કોટીંગ થાય એ પ્રમાણે નું રાખવું.
- ચાસણી ગુલાબજાંબુ ની ચાસણી જેવી થોડી ચિકાસ વાળી બને એવી બનાવવી.
- કેસરી ફૂડ કલર ની જગ્યાએ કેસર અથવા હળદર નો ઉપયોગ કરી શકો છો.
Moti pak banavani rit | Recipe Video
Youtube પર Masala Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Moti pak recipe in gujarati

મોતી પાક | Moti pak | મોતી પાક બનાવવાની રીત | Moti pak banavani rit | Moti pak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 જાડી પ્લાસ્ટિક ની થેલી
Ingredients
મોતી પાક ની બુંદી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બેસન
- 1 ચપટી કેસરી રંગ 1 (ઓપ્શનલ છે )
- ½ કપ પાણી
- 2-3 ચમચી ઘી
- ½ કપ મિલ્ક પાઉડર
- 5-7 ચમચી પિસ્તા ની કતરણ
- ચાંદીની વરખ જરૂર મુજબ (ઓપ્શનલ છે )
- તરવામાટે તેલ
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ખાંડ
- ¾ કપ પાણી
- ⅛ ચમચી એલચી પાઉડર
- 1 ચપટી કેસરીરંગ (ઓપ્શનલ છે )
Instructions
મોતી પાક બનાવવાની રીત| Moti pak banavani rit | Moti pak recipe in gujarati
- મોતી પાક બનાવવા સૌપ્રથમ આપણે બેસન નું મિશ્રણ બનાવી ને એમાંથી નાની સાઇઝ ની બુંદી તરી નેતૈયાર કરીશું ત્યાર બાદ ચાસણી બનાવી એમાં બુંદી નાખી મિક્સ કરી લઈ ગ્રીસ કરેલ થાળીમાં એક સરખી ફેલાવી ને ઠંડી કરી કટકા કરી લેશું મોતી પાક.
બુંદી બનાવવાની રીત
- એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં કેસરી રંગ નો ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પરએક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો.
- હવે મોતીચૂર લાડુ માટેનો ઝારો લ્યો અથવા મીઠા ની પ્લાસ્ટિક થેલી અથવા કોઈ જાડી પ્લાસ્ટિકની થેલી લ્યો એની એક સાઈડ ની કિનારી પર સોઇ જેટલું પાતળું કાણું કરી લ્યો. હવે પ્લાસ્ટિક ને ગ્લાસ માં મૂકી એમાં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખી ઉપરથી બરોબર પેક કરી લ્યો.
- હવે તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડા ઉપરથી પ્લાસ્ટિક ને દબાવી કાણા માંથી મિશ્રણ ને ગરમ તેલ ઉપર ફેરવતા રહી બુંદી પાડી દયો. પાડેલી બુંદી ને એક બે મિનિટ અથવા ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યારબાદ ગરણી વડે કાઢી લ્યો ને ચારણી માં મૂકતા જાઓ જેથી વધારા નું તેલ કે ઘી નીકળી જાય.આમ બધી બુંદી તૈયાર કરી લ્યો.
ચાસણી બનાવવાની રીત
- બીજી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ગરમ કરવા મૂકો. ખાંડ ને હલાવતા રહી ખાંડ નેઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર, કેસરી ફૂડ કલરનાખી દયો ને ચાસણી થોડી ચિકાસ વાળી લાગે એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ બુંદી નાખીમિક્સ કરી લ્યો. અને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી નેબે મિનિટ ચડાવી લ્યો.
- બે મિનિટ પછી એમાં જો બુંદી તેલ માં બનાવી હોય તો ઘી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્કપાઉડર નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો હવે બટર પેપર પરઅથવા ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ ને નાખી એક સરખું ફેલાવી ને ઉપરથી પિસ્તા નીકતરણ નાખી એક બે કલાક સેટ થવા દયો બે કલાક પછી ચાંદી ની વરખ લગાવી ચાકુ થી કાપા કરીને પીસ કાઢી લ્યો ને મજા લ્યો મોતી પાક.
Moti pak recipe in gujarati notes
- બેસનનું મિશ્રણ ચમચા પર એક પાતળી કોટીંગ થાય એ પ્રમાણે નું રાખવું.
- ચાસણી ગુલાબજાંબુ ની ચાસણી જેવી થોડી ચિકાસ વાળી બને એવી બનાવવી.
- કેસરી ફૂડ કલર ની જગ્યાએ કેસર અથવા હળદર નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati
મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit
ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati