જય શ્રી કૃષ્ણ આજ આપણે પાપડી ચાટ બનાવવાની રીત – papdi chaat banavani rit શીખીશું. ઝરમર વરસાદ માં ચાર્ટ, ભજીયા ખાવા ખૂબ પસંદ આવતા હોય છે. આજ આપણે ઘરે પાપડી બનાવી ને તૈયાર કરી પાપડી ચાર્ટ બનાવવાની રીત શીખીશું. આ પાપડી તમે એક વખત બનાવી ને ચાર્ટ માં અથવા ચા સાથે અથવા પ્રવાસમાં નાસ્તા તરીકે પણ લઈ જઈ શકો છો. તો ચાલો papdi chaat recipe in gujarati શીખીએ.
પાપડી ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- અજમો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ઘી 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચાર્ટ બનાવવા માટેની સામગ્રી
- પાપડી
- મીઠું દહીં
- લીલી ચટણી
- આંબલી ની ચટણી
- દાડમ દાણા
- ઝીણી સેવ
- ચાર્ટ મસાલો
- લાલ મરચાનો પાઉડર
- શેકેલ જીરું પાઉડર
- ખારી બુંદી
પાપડી ચાટ બનાવવાની રીત
પાપડી ચાટ બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો.
હવે લોટ મેથી જે સાઇઝ ની પાપડી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે લુવા ને વેલણ વડે વણી લ્યો અથવા એક મોટી રોટલી બનાવી ને એમાંથી ગોળ કુકી કટર થી કાપી ને કટ કરી બનાવી શકો અથવા બટર પેપર પર એક સાથે ચાર પાંચ લુવા મૂકી ઉપર બીજું બટર પેપર મૂકી પાટલા થી અથવા ભારી ડબ્બા થી બરોબર દબાવી ને પણ પાપડી તૈયાર કરી શકો છો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં તૈયાર પાપડી માં કાંટા ચમચી થી કાણા કરી લ્યો. જો વધારે પાપડી બનાવી હોય તો કપડા કે પ્લાસ્ટિક પર વણેલી પાપડી મૂકી એના પર કપડું ઢાંકી ને રાખવી. આમ બધી પાપડી તૈયાર કરી લ્યો.
કડાઈ માં તેલ ગરમ થાય એટલે એમાં થોડી થોડી તૈયાર પાપડી પુરી નાખતા જઈ ને પાપડી ને મિડીયમ ગેસ પર ગોલ્ડન તરી લ્યો. પાપડી ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધી જ પાપડી ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો. તૈયાર પાપડી ને ઠંડી કરી ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે પાપડી.
લીલી ચટણી બનાવવાની રીત
એક મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, સંચળ નાખી ને બરફ ના કટકા નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી.
પાપડી ચાટ બનાવવાની રીત
પ્લેટ માં તૈયાર કરેલ પાપડી મૂકો એના પર મીઠું દહી નાખો એના પર બાફેલા બટેકા ના કટકા, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ખારી બુંદી, લીલી ચટણી, આંબલી ની મીઠી ચટણી, દાડમ દાણા, ચાર્ટ મસાલો, ઝીણી સેવ વગેરે છાંટી ને તૈયાર કરો પાપડી ચાટ.
papdi chaat recipe in gujarati notes
- આ તૈયાર કરેલ પાપડી ને તમે પંદર વીસ દિવસ સુંધી સાચવી શકો છો.
- દહી માં થોડું મીઠું અને ખાંડ નાખી ને બરોબર ફેટી સ્મુથ કરી ને નાખવું.
- ચટણી ને બીજી સામગ્રી પસંદ મુજબ વધુ ઓછી નાખી શકો છો.
papdi chaat banavani rit | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
papdi chaat recipe in gujarati
પાપડી ચાટ | papdi chaat | પાપડી ચાટ બનાવવાની રીત | papdi chaat banavani rit | papdi chaat recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પાપડી ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ મેંદાનો લોટ
- ½ ચમચી અજમો
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી ઘી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચાર્ટ બનાવવા માટેની સામગ્રી
- પાપડી
- મીઠું દહીં
- લીલી ચટણી
- આંબલી ની ચટણી
- દાડમ દાણા
- ઝીણી સેવ
- ચાર્ટ મસાલો
- લાલ મરચાનો પાઉડર
- શેકેલ જીરું પાઉડર
- ખારી બુંદી
Instructions
પાપડી ચાટ બનાવવાની રીત | papdi chaat banavani rit | papdi chaat recipe in gujarati
- પાપડી ચાટ બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો.
- હવે લોટ મેથી જે સાઇઝ ની પાપડી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે લુવા ને વેલણ વડે વણી લ્યોઅથવા એક મોટી રોટલી બનાવી ને એમાંથી ગોળ કુકી કટર થી કાપી ને કટ કરી બનાવી શકો અથવાબટર પેપર પર એક સાથે ચાર પાંચ લુવા મૂકી ઉપર બીજું બટર પેપર મૂકી પાટલા થી અથવા ભારી ડબ્બા થી બરોબર દબાવી ને પણ પાપડી તૈયાર કરી શકો છો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં તૈયાર પાપડી માં કાંટા ચમચી થી કાણા કરી લ્યો. જો વધારે પાપડી બનાવી હોય તો કપડા કે પ્લાસ્ટિક પર વણેલી પાપડી મૂકી એના પરકપડું ઢાંકી ને રાખવી. આમ બધી પાપડી તૈયાર કરી લ્યો.
- કડાઈ માં તેલ ગરમ થાય એટલે એમાં થોડી થોડી તૈયાર પાપડી પુરી નાખતા જઈ ને પાપડી ને મિડીયમ ગેસ પર ગોલ્ડન તરી લ્યો. પાપડી ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધી જ પાપડી ને ગોલ્ડન તરીને તૈયાર કરી લ્યો. તૈયાર પાપડી ને ઠંડી કરી ડબ્બા માં ભરી લ્યોતો તૈયાર છે પાપડી.
લીલી ચટણી બનાવવાની રીત
- એક મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લીંબુનો રસ, મીઠુંસ્વાદ મુજબ, સંચળ નાખી ને બરફ ના કટકા નાખી ને પીસી લ્યો તો તૈયારછે લીલી ચટણી.
પાપડી ચાટ બનાવવાની રીત
- પ્લેટમાં તૈયાર કરેલ પાપડી મૂકો એના પર મીઠું દહી નાખો એના પર બાફેલા બટેકા ના કટકા, શેકેલ જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, ખારી બુંદી, લીલી ચટણી, આંબલી ની મીઠી ચટણી, દાડમ દાણા, ચાર્ટ મસાલો, ઝીણી સેવવગેરે છાંટી ને તૈયાર કરો પાપડી ચાટ.
papdi chaat recipe in gujarati notes
- આ તૈયાર કરેલ પાપડી ને તમે પંદર વીસ દિવસ સુંધી સાચવી શકો છો.
- દહીમાં થોડું મીઠું અને ખાંડ નાખી ને બરોબર ફેટી સ્મુથ કરી ને નાખવું.
- ચટણીને બીજી સામગ્રી પસંદ મુજબ વધુ ઓછી નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri banavani rit | Pizza mathri recipe in gujarati
કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda na bhajiya banavani rit | kanda na bhajiya gujarati
ભાખરવડી બનાવવાની રીત | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati