મિત્રો આ બાસુંદી ખુબ જ ટેસ્ટી લાગે છે અને તમે ફ્રીજ માં ઠંડી કરી એની મજા એક થી બે દિવસ લઇ શકો છો. આ બાસુંદી બનાવવા પાઈનેપલ મીઠાસ વાળું હોય એવું લેશું અને ઉકાળેલું દૂધ સાવ ઠંડું થયા બાદ એમાં પાઈનેપલ પલ્પ ને મિક્સ કરશું તો બાસુંદી ખુબ ટેસ્ટી બનશે. તો ચાલો Pineapple Basundi – પાઈનેપલ બાસુંદી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
- પાઈનેપલ પલ્પ 1 કપ
- પાઈનેપલ ના નાના કટકા 3-4 ચમચી
- ખાંડ 1 -2 ચમચી + ¼ કપ
- જાયફળ પાઉડર 1/8 ચમચી
- કેસર ના તાંતણા 15-20 નંગ
- એલચી પાઉડર ½ ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તાની કતરણ 2 ચમચી
- ચાર્વલી 1 ચમચી
Pineapple Basundi banavani rit
પાઈનેપલ બાસુંદી બનાવવા સૌથી પહેલા ગેસ પર બીજી મોટી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ને ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળો . દૂધ ઉકળે એટલે ગેસ મીડીયમ કરી ને દૂધ માં કેસરના તાતણાં નાખી ઉકળવા દયો. અને વચ્ચે હલાવતા રહો અને દૂધ ઉકાળે ત્યાં સુંધી બીજી બાજુ પાઈનેપલ નો પલ્પ બનાવી લ્યો. જેના માટે પાઈનેપલ ને સાફ કરી એના કટકા કરી લ્યો અને કટકા માંથી બે ચાર ચમચી કટકા અલગ વાટકામાં કાઢી લ્યો બાકી ના કટકા ને મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં પાઈનેપલ પલ્પ નાખી ધીમા તાપે હલાવો અને એમાં બે ત્રણ ચમચી ખાંડ નાખો ત્યાર બાદ એને થોડી વાર આશરે સાત આઠ મિનીટ હલાવતા રહી ચડાવી લ્યો. આઠ મિનીટ પાછી ગેસ બંધ કરી એ કડાઈ ને એક બાજુ મુકો અને થોડું ઠંડું થાય ત્યાં સુંધી હલાવતા રહેવું.
હવેદૂધ ઉકાળી પોણા ભાગ જેટલું થવા આવે એટલે એમાં પા કપ ખાંડ નાખો અને મિક્સ કરી ઓગાળી લ્યો અને ફરીથી દૂધ ને મીડીયમ તાપે ઉકાળવા દયો. દૂધ ઉકાળી અડધું થવા આવે એટલે એમાં કાજુની કતરણ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ , ચાર્વલી, જાયફળ પાઉડર, એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ઉકાળો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઉકાળેલ દૂધ નબે ઠંડું થવા દયો.
ઉકાળેલું દૂધ ઠંડું થાય એટલે એમાં ચડાવી રાખેલ પાઈનેપલ પલ્પ નાખી બરોબર મીક્સ કરી લ્યો અને સર્વ કરતી વખતે થોડા પાઈનેપલ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે પાઈનેપલ બાસુંદી.
અહી ઉકાળેલું દૂધ સાવ ઠંડું થાય પછી જ પાઈનેપલ પલ્પ નાખો અને સર્વ કરતી વખતે જ પાઈનેપલ કટકા નાખવા
ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
બાસુંદી જો ઝડપથી બનાવી હોય તો મિલ્ક પાઉડર, બાસુંદી પ્રી મિક્સ પણ વાપરી શકો છો. અહી તમે કેન માં મળતા પાઈનેપલ રીંગ ને ચારણીમાં કાઢી ચાસણી નીતારી ઉપયોગ કરી શકો છો. જો કેન વાળા પાઈનેપલ નો ઉપયોગ કરો તો ખાંડ ની માતા જોઈ લેવી
પાઈનેપલ બાસુંદી બનાવવાની રીત

Pineapple Basundi banavani rit – પાઈનેપલ બાસુંદી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ પાઈનેપલ પલ્પ
- 3-4 ચમચી પાઈનેપલ ના નાના કટકા
- 2 ચમચી ખાંડ + ¼ કપ
- 1/8 ચમચી જાયફળ પાઉડર
- 15-20 નંગ કેસર ના તાંતણા
- ½ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી કાજુ ની કતરણ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 2 ચમચી પિસ્તાની કતરણ
- 1 ચમચી ચાર્વલી
Instructions
Pineapple Basundi banavani rit
- પાઈનેપલ બાસુંદી બનાવવા સૌથી પહેલા ગેસ પર બીજી મોટી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ને ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળો . દૂધ ઉકળે એટલે ગેસ મીડીયમ કરી ને દૂધ માં કેસરના તાતણાં નાખી ઉકળવા દયો. અને વચ્ચે હલાવતા રહો અને દૂધ ઉકાળે ત્યાં સુંધી બીજી બાજુ પાઈનેપલ નો પલ્પ બનાવી લ્યો. જેના માટે પાઈનેપલ ને સાફ કરી એના કટકા કરી લ્યો અને કટકા માંથી બે ચાર ચમચી કટકા અલગ વાટકામાં કાઢી લ્યો બાકી ના કટકા ને મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં પાઈનેપલ પલ્પ નાખી ધીમા તાપે હલાવો અને એમાં બે ત્રણ ચમચી ખાંડ નાખો ત્યાર બાદ એને થોડી વાર આશરે સાત આઠ મિનીટ હલાવતા રહી ચડાવી લ્યો. આઠ મિનીટ પાછી ગેસ બંધ કરી એ કડાઈ ને એક બાજુ મુકો અને થોડું ઠંડું થાય ત્યાં સુંધી હલાવતા રહેવું.
- હવેદૂધ ઉકાળી પોણા ભાગ જેટલું થવા આવે એટલે એમાં પા કપ ખાંડ નાખો અને મિક્સ કરી ઓગાળી લ્યો અને ફરીથી દૂધ ને મીડીયમ તાપે ઉકાળવા દયો. દૂધ ઉકાળી અડધું થવા આવે એટલે એમાં કાજુની કતરણ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ , ચાર્વલી, જાયફળ પાઉડર, એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ઉકાળો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઉકાળેલ દૂધ નબે ઠંડું થવા દયો.
- ઉકાળેલું દૂધ ઠંડું થાય એટલે એમાં ચડાવી રાખેલ પાઈનેપલ પલ્પ નાખી બરોબર મીક્સ કરી લ્યો અને સર્વ કરતી વખતે થોડા પાઈનેપલ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે પાઈનેપલ બાસુંદી.
Notes
- અહી ઉકાળેલું દૂધ સાવ ઠંડું થાય પછી જ પાઈનેપલ પલ્પ નાખો અને સર્વ કરતી વખતે જ પાઈનેપલ કટકા નાખવા
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- બાસુંદી જો ઝડપથી બનાવી હોય તો મિલ્ક પાઉડર, બાસુંદી પ્રી મિક્સ પણ વાપરી શકો છો. અહી તમે કેન માં મળતા પાઈનેપલ રીંગ ને ચારણીમાં કાઢી ચાસણી નીતારી ઉપયોગ કરી શકો છો. જો કેન વાળા પાઈનેપલ નો ઉપયોગ કરો તો ખાંડ ની માતા જોઈ લેવી
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar sandesh banavani recipe | ગાજર સંદેશ બનાવવાની રેસીપી
Apple sago kheer banavani rit | એપલ સાગો ખીર
Oreo cake banavani recipe | ઓરિયો કેક
