HomeDessert & DrinksOreo cake banavani recipe | ઓરિયો કેક બનાવવાની રેસીપી

Oreo cake banavani recipe | ઓરિયો કેક બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ આ કેક ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થાય છે અને ખૂબ ઓછા સમય માં બની જાય છે. જો તમને કેક બનાવતા નથી આવડતો તો આ રીતે બિસ્કિટ માંથી કેક બનાવી તૈયાર કરી શકો છો. તો ચાલો Oreo cake – ઓરિયો કેક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ઓરિયો બિસ્કિટ 22- 24 નંગ
  • દૂધ ¾ કપ
  • ઈનો / બેકિંગ પાઉડર 1 ચમચી
  • પીગળેલી ચોકલેટ / ચોકલેટ ગનાશ

Oreo cake banavani recipe

ઓરિયો કેક બનાવવા સૌપ્રથમ જે મોલ્ડ માં કેક બનાવવાનો છે એ મોલ્ડ ને તેલ અથવા ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ઓરિયો બિસ્કિટ માં રહેલ ક્રીમ ને અલગ કરી બિસ્કિટ અને ક્રીમ ને અલગ કરી લ્યો. ત્યાર બાદ બિસ્કિટ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. આમ બધા બિસ્કિટ ને પીસી પાઉડર બનાવી વાસણમાં કાઢી લ્યો.

હવે બિસ્કિટ પાઉડર માં થોડું થોડું દૂધ નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં કાંઠો મૂકી અથવા જાડા તળિયાવાળી તવી પર કાંઠો મૂકી ગરમ કરવા મૂકો હવે બિસ્કીટ ના મિશ્રણ માં ઈનો / બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને એક બે વખત થપ થપાવી લઈ કડાઈમાં અથવા તવી પર મૂકો.

ત્યાર બાદ બરોબર ઢાંકી ને ધીમા તાપે 20- 25 મિનિટ ચડાવી લ્યો. પચીસ મિનિટ પછી ચેક કરી લ્યો અને કેક બની જાય એટલે ગેસ બંધ કરી મોલ્ડ ને કાઢી ઠંડો કરવા મૂકો. કેક ઠંડો થાય ત્યાં સુંધી આપણે જે બિસ્કિટ માંથી ક્રીમ અલગ કરી હતી એ લ્યો અને એમાં બે થી ત્રણ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ઠંડા થયેલ કેક ને ડી મોલ્ડ કરી લ્યો અને એના બે ભાગ કરી લ્યો અને એક ભાગ પર ખાંડ  વાળું પાણી નાખી એના પર ક્રીમ વાળું મિશ્રણ એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ બીજો ભાગ એના પર મૂકો. અને એના પર પીગળાવેલ ચોકલેટ અથવા ચોકલેટ ગનાશ નાખી કેક ને ફ્રીઝ માં મૂકો અને કેક ઠંડો થાય એટલે ઉપર ચોકલેટ બોલ અથવા સ્પ્રીકન્લ છાંટી અથવા ચોકલેટ ન કે ઓરિયો બિસ્કિટ મૂકી ગાર્નિશ કરી કેક તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ઓરિયો કેક.

Cake recipe notes

  • જો કેક માં તમને મીઠાસ જોઈએ તો બે થી ચાર ચમચી પીસેલી ખાંડ નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ઓરિયો કેક બનાવવાની રેસીપી

Oreo cake - ઓરિયો કેક

Oreo cake banavani recipe

જય શ્રી કૃષ્ણ આ કેક ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થાય છેઅને ખૂબ ઓછા સમય માં બની જાય છે. જો તમને કેકબનાવતા નથી આવડતો તો આ રીતે બિસ્કિટ માંથી કેક બનાવી તૈયાર કરી શકો છો. તો ચાલો Oreo cake – ઓરિયો કેક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / તવી
  • 1 મિક્સર
  • 1 મોલ્ડ

Ingredients

Ingredients list

  • 22- 24 નંગ ઓરિયો બિસ્કિટ
  • ¾ કપ દૂધ
  • 1 ચમચી ઈનો / બેકિંગ પાઉડર
  • પીગળેલી ચોકલેટ / ચોકલેટ ગનાશ

Instructions

Oreo cake banavani recipe

  • ઓરિયો કેક બનાવવા સૌપ્રથમ જે મોલ્ડ માં કેક બનાવવાનો છે એ મોલ્ડ ને તેલ અથવા ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ઓરિયો બિસ્કિટ માં રહેલ ક્રીમ ને અલગ કરી બિસ્કિટ અને ક્રીમ ને અલગ કરી લ્યો. ત્યાર બાદ બિસ્કિટ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. આમ બધા બિસ્કિટ ને પીસી પાઉડર બનાવી વાસણમાં કાઢી લ્યો.
  • હવે બિસ્કિટ પાઉડર માં થોડું થોડું દૂધ નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં કાંઠો મૂકી અથવા જાડા તળિયાવાળી તવી પર કાંઠો મૂકી ગરમ કરવા મૂકો હવે બિસ્કીટ ના મિશ્રણ માં ઈનો / બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને એક બે વખત થપ થપાવી લઈ કડાઈમાં અથવા તવી પર મૂકો.
  • ત્યાર બાદ બરોબર ઢાંકી ને ધીમા તાપે 20- 25 મિનિટ ચડાવી લ્યો. પચીસ મિનિટ પછી ચેક કરી લ્યો અને કેક બની જાય એટલે ગેસ બંધ કરી મોલ્ડ ને કાઢી ઠંડો કરવા મૂકો. કેક ઠંડો થાય ત્યાં સુંધી આપણે જે બિસ્કિટ માંથી ક્રીમ અલગ કરી હતી એ લ્યો અને એમાં બે થી ત્રણ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ઠંડા થયેલ કેક ને ડી મોલ્ડ કરી લ્યો અને એના બે ભાગ કરી લ્યો અને એક ભાગ પર ખાંડ વાળું પાણી નાખી એના પર ક્રીમ વાળું મિશ્રણ એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ બીજો ભાગ એના પર મૂકો. અને એના પર પીગળાવેલ ચોકલેટ અથવા ચોકલેટ ગનાશ નાખી કેક ને ફ્રીઝ માં મૂકો અને કેક ઠંડો થાય એટલે ઉપર ચોકલેટ બોલ અથવા સ્પ્રીકન્લ છાંટી અથવા ચોકલેટ ન કે ઓરિયો બિસ્કિટ મૂકી ગાર્નિશ કરી કેક તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ઓરિયો કેક.

Notes

જો કેક માં તમને મીઠાસ જોઈએ તો બે થી ચાર ચમચી પીસેલી ખાંડ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular