મિત્રો આજે આપણે મહારાષ્ટ્ર ની એક ફેમસ ડિશ Pithala Bhakri – પિઠલા ભાખરી ની રેસીપી બનાવતા શીખીશું અને ચોમાસા ની ઋતુ માં આ વાનગી ખાવાની એકદમ દમ મજા પડી જાય એવી રેસીપી છે તો ચાલો મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ આજે આપણે ઘરે બનાવતા શીખીએ.
ઠેંચા માટેની સામગ્રી :-
- લીલા મરચાં 10-12 નંગ
- લસણ 8-10 ની કણી
- મીઠું એક મોટી ચપટી
- બેસન 2 કપ
- મીઠું સ્વાદ મુજબ
- હળદર 1 ચમચી
- જરૂર મુજબ પાણી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડાનાં પાંદ
- ડુંગળી મિડયમ સાઇઝ ની ઝીણી સુધારેલી 1 નંગ
- હિંગ 1 ½ ચમચી
- લીલા મરચાં 2-3 નંગ જીણા સુધારેલા
- લીલા ધાણા મુઠી ભર
ભાખરી માટે ની સામગ્રી :-
- જુવારનો લોટ 2 કપ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ ગરમ પાણી
Pithala Bhakri banavani rit
પિઠલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ખંડણી ધસ્તો લેશું તેમાં આપણે લીલા મરચાં 10-12 નંગ કટકા કરેલા, લસણ 8-10 ની કણી , મીઠું એક મોટી ચપટી નાખી બધી વસ્તુ ને સારી રીતે ખાંડી લેશું.
ત્યાર બાદ એક મોટી તપેલી લેશું તેમાં બેસન ચાળી ને 2 કપ નાખીશું ત્યાર પછી , મીઠું સ્વાદ મુજબ , હળદર 1 ચમચી , તૈયાર કરેલી ઠેંચા વાળી પેસ્ટ 2 ચમચી, જરૂર મુજબ પાણી / 2 લિટર જેવું પાણી નાખી બેટર ને સારી રીતે મિક્સ કરી લેવું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય.
હવે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 2 ચમચી તેલ નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં , રાઈ 1 ચમચી , જીરું 1 ચમચી નાખી તતડાવી લેશું ત્યાર બાદ તેમાં , મીઠા લીમડાનાં પાંદ , ડુંગળી મિડયમ સાઇઝ ની ઝીણી સુધારેલી 1 નંગ , હિંગ 1 ½ ચમચી , લીલા મરચાં 2-3 નંગ જીણા સુધારેલા , ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સેકી લેશું.
ત્યાર પછી ડુંગળી શેકાઈ ગયા બાદ આપણે તેમાં તૈયાર કરેલું બેસન વાળુ મિશ્રણ નાખી અને તેમાં 500 ml જેટલું પાણી નાખી અને મિશ્રણ ને સતત હલાવતા રહેશું અને મિશ્રણ ને ત્યાં સુધી હલાવીશું જયા સુધી આપણું મિશ્રણ એકદમ થીક ના થઈ જાય મિશ્રણ થોડું થીક થવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકણ ઢાંકી અને 5-6 મિનિટ જેવું આપણે બેસન ને ચળવા દેશું . 5-6 મિનિટ પછી ઢાંકણ ખોલી અને મિશ્રણ ને એક વખત હલાવી અને તેના પર લીલા ધાણા નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગેસ બંધ કરી દેશું.
હવે આપણે ભાખરી માટેની તૈયારી કરી લેશું તેના માટે એક બાઉલ લેશું તેમાં આપણે જુવાર નો લોટ 2 કપ , સ્વાદ મુજબ મીઠું અને થોડું ગરમ પાણી લઈ અને આપણે એક મિડયમ સોફ્ટ લોટ તૈયાર કરી લેશું.
ત્યાર બાદ તેના મિડિયમ સાઇઝ ના લૂઆ તૈયાર કરી લેશું હવે એક મોટો ત્રાંસ લેશું તેમાં જુવાર નો કોરો લોટ નાખી દેશું અને ત્યાર બાદ તેમાં 1 લુઓ લઈ અને આ ભાખરી ને આપણે હાથ વડે થાબડી અને મોટી મિડયમ સાઇઝ ની ભાખરી તૈયાર કરીશું ત્યાર બાદ ગેસ પર તવી ને ગરમ કરવા મૂકીશું,
તવી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ભાખરી નાખી દેશું અને ઉપર થી થોડું પાણી છાંટી દેશું એક બાજુ સેકી જાય એટલે બીજી બાજુ ઉથલાવી અને બીજી બાજુ પણ સેકી લેશું બને બાજુ શેકાઈ ગયા બાદ ડાયરેક્ટ ગેસ પર ચીપિયા ની મદદ થી ભાખરી લઈ અને જેમ ફુલકા રોટલી ને સેકી લઈએ તેવી રીતે આ ભાખરી ને સેકી લેશું ભાખરી શેકાઈ ગયા બાદ ડીશ માં કાઢી અને તેના પર ઘી લગાવી દેશું.
તો તૈયાર છે આપણું માટે ગરમા ગરમ પિઠલા ભાખરી જેને ઠેંચા , ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પિઠલા ભાખરી બનાવવાની રીત

Pithala Bhakri banavani rit
Equipment
- 1 કડાઈ / પેન
- 1 તપેલી
- 1 બાઉલ
- 1 રોટલી માટેની તવી
- 1 ત્રાસ
- 1 ચીપિયો
- 1 તવીથો
Ingredients
ઠેંચા માટેની સામગ્રી :-
- 10-12 નંગ લીલા મરચાં
- 8-10 લસણ ની કણી
- મીઠું એક મોટી ચપટી
- 2 કપ બેસન
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી હળદર
- જરૂર મુજબ પાણી
- 2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- મીઠા લીમડાનાં પાંદ
- 1 નંગ ડુંગળી મિડયમ સાઇઝ ની ઝીણી સુધારેલી
- 1½ ચમચી હિંગ
- 2-3 નંગ લીલા મરચાં જીણા સુધારેલા
- લીલા ધાણા મુઠી ભર
ભાખરી માટે ની સામગ્રી :-
- 2 કપ જુવારનો લોટ 2
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ ગરમ પાણી
Instructions
Pithala Bhakri banavani rit
- પિઠલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ખંડણી ધસ્તો લેશું તેમાં આપણે લીલા મરચાં 10-12 નંગ કટકા કરેલા, લસણ 8-10 ની કણી , મીઠું એક મોટી ચપટી નાખી બધી વસ્તુ ને સારી રીતે ખાંડી લેશું.
- ત્યાર બાદ એક મોટી તપેલી લેશું તેમાં બેસન ચાળી ને 2 કપ નાખીશું ત્યાર પછી , મીઠું સ્વાદ મુજબ , હળદર 1 ચમચી , તૈયાર કરેલી ઠેંચા વાળી પેસ્ટ 2 ચમચી, જરૂર મુજબ પાણી / 2 લિટર જેવું પાણી નાખી બેટર ને સારી રીતે મિક્સ કરી લેવું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય.
- હવે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 2 ચમચી તેલ નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં , રાઈ 1 ચમચી , જીરું 1 ચમચી નાખી તતડાવી લેશું ત્યાર બાદ તેમાં , મીઠા લીમડાનાં પાંદ , ડુંગળી મિડયમ સાઇઝ ની ઝીણી સુધારેલી 1 નંગ , હિંગ 1 ½ ચમચી , લીલા મરચાં 2-3 નંગ જીણા સુધારેલા , ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સેકી લેશું.
- ત્યાર પછી ડુંગળી શેકાઈ ગયા બાદ આપણે તેમાં તૈયાર કરેલું બેસન વાળુ મિશ્રણ નાખી અને તેમાં 500 ml જેટલું પાણી નાખી અને મિશ્રણ ને સતત હલાવતા રહેશું અને મિશ્રણ ને ત્યાં સુધી હલાવીશું જયા સુધી આપણું મિશ્રણ એકદમ થીક ના થઈ જાય મિશ્રણ થોડું થીક થવા લાગે એટલે ગેસ ધીમો કરી ઢાંકણ ઢાંકી અને 5-6 મિનિટ જેવું આપણે બેસન ને ચળવા દેશું . 5-6 મિનિટ પછી ઢાંકણ ખોલી અને મિશ્રણ ને એક વખત હલાવી અને તેના પર લીલા ધાણા નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગેસ બંધ કરી દેશું.
- હવે આપણે ભાખરી માટેની તૈયારી કરી લેશું તેના માટે એક બાઉલ લેશું તેમાં આપણે જુવાર નો લોટ 2 કપ , સ્વાદ મુજબ મીઠું અને થોડું ગરમ પાણી લઈ અને આપણે એક મિડયમ સોફ્ટ લોટ તૈયાર કરી લેશું.
- ત્યાર બાદ તેના મિડિયમ સાઇઝ ના લૂઆ તૈયાર કરી લેશું હવે એક મોટો ત્રાંસ લેશું તેમાં જુવાર નો કોરો લોટ નાખી દેશું અને ત્યાર બાદ તેમાં 1 લુઓ લઈ અને આ ભાખરી ને આપણે હાથ વડે થાબડી અને મોટી મિડયમ સાઇઝ ની ભાખરી તૈયાર કરીશું ત્યાર બાદ ગેસ પર તવી ને ગરમ કરવા મૂકીશું,
- તવી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ભાખરી નાખી દેશું અને ઉપર થી થોડું પાણી છાંટી દેશું એક બાજુ સેકી જાય એટલે બીજી બાજુ ઉથલાવી અને બીજી બાજુ પણ સેકી લેશું બને બાજુ શેકાઈ ગયા બાદ ડાયરેક્ટ ગેસ પર ચીપિયા ની મદદ થી ભાખરી લઈ અને જેમ ફુલકા રોટલી ને સેકી લઈએ તેવી રીતે આ ભાખરી ને સેકી લેશું ભાખરી શેકાઈ ગયા બાદ ડીશ માં કાઢી અને તેના પર ઘી લગાવી દેશું.
- તો તૈયાર છે આપણું માટે ગરમા ગરમ પિઠલા ભાખરી જેને ઠેંચા , ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરીશું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kerela style ghee rice banavani recipe | કેરેલા સ્ટાઇલ ઘી રાઈસ બનાવવાની રેસીપી
gujarati khichdi recipe | ખીચડી બનાવવાની રીત
Makai nu shaak banavani rit | મકાઈ નું શાક બનાવવાની રીત
gatta nu shaak | ગટ્ટા નું શાક બનાવવાની રીત
gathiya nu shaak banavani rit | ગાંઠિયા નુ શાક બનાવવાની રીત
Bedmi puri ane dabki aalu banavani rit | બેદમી પુરી અને ડુબકી આલુ બનાવવાની રીત