જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી ઢોસા સાથે લીલી ચટણી અને બટાકા ની સૂકી ભાજી બનાવવાની રીત – farali dosa recipe in gujarati શીખીશું, Please subscribe Sheetal’s Kitchen – Hindi YouTube channel If you like the recipe , આ ઢોસા બનાવવા તમને કોઈ પ્રકારના આથા ની જરૂર રહેતી નથી અને તમે ખૂબ ઓછા સમય માં ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો. જે એકદમ ક્રિસ્પી બને છે તો ચાલો ફરાળી ઢોસા બનાવવાની રીત – farali dosa banavani rit શીખીએ.
ફરાળી ઢોસા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- સામો 1 કપ
- સાબુદાણા ⅓ કપ
- દહી ⅓ કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- લીલા મરચા ઝીણા સમારેલા 1-2
- મીઠા લીમડાના પાન સુધારેલ 5-7
- જીરું 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
બટાકા નું ફરાળી શાક બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 4-5
- તેલ 1-2 ચમચી
- મીઠા લીમડાના પાન 5-7
- જીરું 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- શેકેલ સીંગદાણા 3-4 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- આદુ નો ટુકડો ½ ઇંચ
- દહી ¼ કપ
- લીંબુનો રસ 1 ચમચી
- તીખા લીલા મરચા 2-3
- ખાંડ 1 ચમચી
farali dosa recipe in gujarati
ફરાળી ઢોસા સાથે લીલી ચટણી અને બટાકા ની સૂકી ભાજી બનાવવા સૌપ્રથમ આપણે ફરાળી ઢોસા માટેનું મિશ્રણ બનાવી સેટ થવા દેશું ત્યાર બાદ બટાકા નું શાક શાક અને લીલી ચટણી બનાવી લેશું છેલ્લે ગરમ ગરમ ઢોસા ઉતારી ને સર્વ કરીશું ફરાળી ઢોસા સાથે લીલી ચટણી અને બટાકા ની સૂકી ભાજી.
બટાકા ની ફરાળી શાક બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના કટકા, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી ને મિક્સ કરી લ્યો ને શેકી લ્યો બટાકા શેકાઈ જાય એટલે એમાં ખાંડ, લીંબુ નો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો ફરાળી બટાકા નું શાક તૈયાર છે
ફરાળી લીલી ચટણી બનાવવાની રીત
મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, જીરું, ફરાળી મીઠું, લીંબુનો રસ, ખાંડ અને દહી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
ફરાળી ઢોસા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
ઢોસા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સામો અને સાબુદાણા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં દહી, ફરાળી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી ને બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસએક બાજુ મૂકો.
મિશ્રણ ને દસ મિનિટ પછી એમાં પા કપ પાણી, ઝીણા લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડાના પાન સુધારેલ, આદુ છીણેલું, જીરું, મરી અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે તવી ને ગરમ કરો તવી ગરમ થાય એટલે મિશ્રણ ને કડછી વડે નાખી ને ફેલાવી લ્યો ત્યાર બાદ ઉપરથી એકાદ ચમચી તેલ નાખો ને ફૂલ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. ઢોસો ક્રિસ્પી થાય એટલે ઉતારી લ્યો. આમ બધા ઢોસા ને શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર ઢોસા ને ફરાળી બટાકા ના શાક અને લીલી ચટણી સાથે સર્વ કરો. ફરાળી ઢોસા સાથે લીલી ચટણી અને બટાકા ની સૂકી ભાજી.
farali dosa recipe notes
- અહી તમે જે વ્રત ઉપવાસમાં ખાતા હો એ નાખવું જો કોઈ સામગ્રી કે વસ્તુ ના ખાતા હો તો ના નાખવી.
- તમે બજાર માં મળતા ફરાળી લોટ માંથી પણ ઢોસા બનાવી શકો છો.
ફરાળી ઢોસા બનાવવાની રીત | Recipe video
Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
farali dosa banavani rit
farali dosa | farali dosa recipe in gujarati | farali dosa recipe | ફરાળી ઢોસા | ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તવી
- 1 મિક્સર
Ingredients
ફરાળી ઢોસા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ સામો
- ⅓ કપ સાબુદાણા
- ⅓ કપ દહી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 1-2 લીલા મરચા ઝીણા સમારેલા
- 5-7 મીઠા લીમડાના પાન સુધારેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી મરી પાઉડર
બટાકા નું ફરાળી શાક બનાવવા માટેની સામગ્રી
- 4-5 બાફેલા બટાકા
- 1-2 ચમચી તેલ
- 5-7 મીઠા લીમડાના પાન
- 1 ચમચી જીરું
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ ચમચી
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ખાંડ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ફરાળીમીઠું સ્વાદ મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી શેકેલ સીંગદાણા
- ½ ઇંચ આદુનો ટુકડો
- ¼ કપ દહી
- 1 ચમચી લીંબુનો રસ
- 2-3 તીખા લીલા મરચા
- 1 ચમચી ખાંડ 1
Instructions
farali dosa recipe in gujarati | ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit
- ફરાળી ઢોસા સાથે લીલી ચટણી અને બટાકા ની સૂકી ભાજી બનાવવા સૌપ્રથમ આપણે ફરાળી ઢોસા માટેનું મિશ્રણ બનાવી સેટ થવા દેશું ત્યાર બાદ બટાકા નું શાક શાક અને લીલી ચટણી બનાવી લેશું છેલ્લે ગરમ ગરમ ઢોસા ઉતારી ને સર્વ કરીશું ફરાળી ઢોસા સાથે લીલી ચટણી અને બટાકા ની સૂકી ભાજી.
બટાકા ની ફરાળી શાક બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાનઅને લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના કટકા,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી ને મિક્સ કરી લ્યો ને શેકી લ્યોબટાકા શેકાઈ જાય એટલે એમાં ખાંડ, લીંબુ નો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો ફરાળી બટાકા નુંશાક તૈયાર છે
ફરાળી લીલી ચટણી બનાવવાની રીત
- મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, જીરું, ફરાળી મીઠું,લીંબુનો રસ, ખાંડ અને દહી નાખી ને પીસી લ્યો તોતૈયાર છે લીલી ચટણી
ફરાળી ઢોસા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- ઢોસા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સામો અને સાબુદાણા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો નેએક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં દહી, ફરાળી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી ને બેકપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસએક બાજુ મૂકો.
- મિશ્રણ ને દસ મિનિટ પછી એમાં પા કપ પાણી, ઝીણા લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા,મીઠા લીમડાના પાન સુધારેલ, આદુ છીણેલું,જીરું, મરી અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી નેબરોબર મિક્સ કરી લ્યો.
- હવે તવી ને ગરમ કરો તવી ગરમ થાય એટલે મિશ્રણ ને કડછી વડે નાખી ને ફેલાવી લ્યો ત્યાર બાદઉપરથી એકાદ ચમચી તેલ નાખો ને ફૂલ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. ઢોસો ક્રિસ્પી થાય એટલે ઉતારીલ્યો. આમ બધા ઢોસા ને શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર ઢોસા ને ફરાળી બટાકા ના શાક અને લીલી ચટણી સાથે સર્વ કરો. ફરાળી ઢોસા સાથે લીલી ચટણી અને બટાકા ની સૂકી ભાજી.
farali dosa recipe notes
- અહી તમે જે વ્રત ઉપવાસમાં ખાતા હો એ નાખવું જો કોઈ સામગ્રી કે વસ્તુ ના ખાતા હો તો ના નાખવી.
- તમે બજાર માં મળતા ફરાળી લોટ માંથી પણ ઢોસા બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | Daliya khichdi recipe in gujarati
સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit
ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati
બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak