Home Nasta Sabudana Batata na Murkha Recipe | સાબુદાણા બટાકા ના મુરખા

Sabudana Batata na Murkha Recipe | સાબુદાણા બટાકા ના મુરખા

0

ઉનાળો શરૂ થાય એટલે ગુજરાતી ઘરોમાં પાપડ, કાતરી અને ખીચિયા બનાવવાની ધૂમ મચી જાય છે. આ બધી આઇટમ્સમાં સૌથી વધુ લોકપ્રિય અને વરસે ભરવા માટેની ઉત્તમ વાનગી એટલે Sabudana Batata na Murkha (સાબુદાણા બટાકાના મુરખા), જેને ઘણા લોકો સાબુદાણાની ચકરી પણ કહે છે. આ એક ફરાળી નાસ્તો છે જે ફરાળ માં તો ખાટા જ હોઈએ પણ જેમનું ફરાળ નથી હોતું એ પણ ખુબ પસંદ કરી ખાટા હોય છે. આજ આપણે કોઈ ઝંઝટ વગર ઘર માં સુકવી ને આ ફરાળી વાનગી બનાવાની રીત શીખીશું. જેને તમે બાર મહિના સુંધી સંચાવી શકો છો. અને નાના મોટા બધા ખાઈ શકે એવી ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. . ચાલો જોઈએ પરફેક્ટ માપ સાથે સાબુદાણા બટાકાના મુરખા બનાવવાની રીત.

મુરખા બનાવવા જરૂરી સામગ્રી

  1. બાફેલા બટાકા 1 કિલો
  2. સાબુદાણા 1 કિલો
  3. લીલા મરચા 100 ગ્રામ
  4. લીંબુનો રસ 4 નો રસ ( જો પસંદ હોય તો નાખો નકર સ્કીપ કરી શકો છો )
  5. આદુનો ટુકડા 1-2 ઇંચ ( જો ફરાળ માં ખાતા હો તો નાખી શકો છો )
  6. મીઠું સ્વાદ મુજબ

Sabudana Batata na Murkha banavani rit

સાબુદાણા બટાકાના મુરખા બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઈ લ્યો. હવે સાબુદાણા ડૂબે અને એના પર એક ટેરવા જેટલું ઉપર રહે એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી આખી રાત રાખી દયો. બીજા દિવસે સવારે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ કરવા મુકો.

બીજા ગેસ પર કુકર માં બટાકા ને ધોઈ બાફવા મુકો. હવે ગરમ ઉકળતું પાણી થાય એટલે એ ગરમ પાણીને પલાળેલા સાબુદાણા માં સાબુદાણા દુબે એટલું નાખી ઢાંકી અડધા કલાક માટે મુકો. હવે મિક્સર જારમાં લીલા મરચા નાખી જરૂર મુજબ થોડું પાણી નાખી સ્મૂથ પીસી લ્યો. ( જો તમે ફરાળ માં આડું ખાતા હો તો એક મીડીયમ સાઈઝ નો ટુકડો છોલી કટકા કરી મરચા સાથે નાખી શકો છો.) બટાકા બફાઈ જાય એટલે કુકર માંથી વરાળ નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી બટાકા કાઢી સાફ કોરા કપડાની મદદ થી છોલી સાફ કરી લ્યો.

ત્યાર બાદ છીણી વડે અથવા મેસર વડે સાવ મેસ કરી લ્યો. બટાકા માં કોઈ જ મોટા કટકા ના રહે એમ સ્મૂથ મેસ કરી લ્યો અને ત્યાર બાદ મેસ કરેલા બટાકા ને સાબુદાણા માં નાખી દયો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું /ફરાળી મીઠું ,  લીંબુનો રસ અને આદુ મરચાની પેસ્ટ નાખી ચમચાથી / હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. બધું મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે પંખા નીચે અથવા છત પર સાફ પ્લાસ્ટિક પાથરી દયો.

તૈયાર મિશ્રણ ને સેવ મશીનમાં સ્ટાર પ્લેટ મૂકી તેલ લગાવી મિશ્રણ ભરી લ્યો અથવા દૂધ ની થેલી સાફ કરી એક બાજુથી કાપી એમાં તૈયાર મિશ્રણ ભરી પેક કરી નીચેના ભાગમાં એક નાનું કાણું કરી તૈયાર કરી લ્યો. હવે સંચા અથવા પ્લાસ્ટિક ને ગોળ ગોળ ફેરવી નાની નાની ચકરી બનાવી લ્યો અને એક દિવસ એમજ સુકાવવા દયો અને બીજા દિવસે બધી ચકરી ને ઉથલાવી બીજી બાજુ પણ સુકવી લ્યો.

ત્યાર બાદ મોટા વાસણમાં લઇ એક દિવસ તડકામાં બરોબર સુકવી કડક થાય એટલે ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ ખાવી હોય ત્યારે ગરમ તેલમાં તારી ને મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા બટાકા ચકરી.  

Murkha Recipe Notes

  1. જો આ ચકરી બાળકો ખાવા ના હોય તો લીલા મરચા ઓછા તીખા હોય એવા લેવા.
  2. અહી તમે એક કિલો માંથી અડધા સાબુદાણા ને પીસી ને વાપરશો તો ચકરી વધુ સોફ્ટ અને ક્રિસ્પી અને ફૂલેલી બનશે.

સાબુદાણા બટાકાના મુરખા બનાવવાની રીત

Varse Bharva Mate Sabudana Batata na Murkha - સાબુદાણા બટાકા ના મુરખા

Sabudana Batata na Murkha Recipe | સાબુદાણા બટાકા ના મુરખા

ઉનાળો શરૂ થાય એટલે ગુજરાતી ઘરોમાં પાપડ, કાતરી અને ખીચિયા બનાવવાની ધૂમ મચી જાય છે. આ બધી આઇટમ્સમાંસૌથી વધુ લોકપ્રિય અને વરસે ભરવા માટેની ઉત્તમ વાનગી એટલે Sabudana Batata na Murkha (સાબુદાણા બટાકાના મુરખા), જેનેઘણા લોકો સાબુદાણાની ચકરી પણ કહે છે. આ એક ફરાળી નાસ્તો છે જે ફરાળ માં તો ખાટા જ હોઈએ પણ જેમનું ફરાળ નથી હોતું એ પણ ખુબ પસંદ કરી ખાટા હોય છે. આજ આપણે કોઈ ઝંઝટ વગર ઘર માં સુકવી ને આ ફરાળી વાનગી બનાવાની રીત શીખીશું. જેને તમે બાર મહિના સુંધી સંચાવી શકો છો. અને નાના મોટા બધા ખાઈ શકે એવી ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. . ચાલો જોઈએ પરફેક્ટ માપ સાથે સાબુદાણા બટાકાના મુરખા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 કિલો આશરે

Equipment

  • 1 મોટા વાસણ
  • 1 સંચો

Ingredients

સાબુદાણા બટાકા ના મુરખા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો બાફેલા બટાકા
  • 1 કિલો સાબુદાણા
  • 100 ગ્રામ લીલા મરચા
  • 4 લીંબુનો રસ નો રસ જો પસંદ હોય તો નાખો નકર સ્કીપ કરી શકો છો
  • 1-2 ઇંચ આદુનો ટુકડા જો ફરાળ માં ખાતા હો તો નાખી શકો છો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Sabudana Batata na Murkha banavani rit

  • સાબુદાણા બટાકાના મુરખા બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઈ લ્યો. હવે સાબુદાણા ડૂબે અને એના પર એક ટેરવા જેટલું ઉપર રહે એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી આખી રાત રાખી દયો. બીજા દિવસે સવારે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ કરવા મુકો.
  • બીજા ગેસ પર કુકર માં બટાકા ને ધોઈ બાફવા મુકો. હવે ગરમ ઉકળતું પાણી થાય એટલે એ ગરમ પાણીને પલાળેલા સાબુદાણા માં સાબુદાણા દુબે એટલું નાખી ઢાંકી અડધા કલાક માટે મુકો. હવે મિક્સર જારમાં લીલા મરચા નાખી જરૂર મુજબ થોડું પાણી નાખી સ્મૂથ પીસી લ્યો. ( જો તમે ફરાળ માં આડું ખાતા હો તો એક મીડીયમ સાઈઝ નો ટુકડો છોલી કટકા કરી મરચા સાથે નાખી શકો છો.) બટાકા બફાઈ જાય એટલે કુકર માંથી વરાળ નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી બટાકા કાઢી સાફ કોરા કપડાની મદદ થી છોલી સાફ કરી લ્યો.
  • ત્યાર બાદ છીણી વડે અથવા મેસર વડે સાવ મેસ કરી લ્યો. બટાકા માં કોઈ જ મોટા કટકા ના રહે એમ સ્મૂથ મેસ કરી લ્યો અને ત્યાર બાદ મેસ કરેલા બટાકા ને સાબુદાણા માં નાખી દયો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું /ફરાળી મીઠું , લીંબુનો રસ અને આદુ મરચાની પેસ્ટ નાખી ચમચાથી / હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. બધું મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે પંખા નીચે અથવા છત પર સાફ પ્લાસ્ટિક પાથરી દયો.
  • તૈયાર મિશ્રણ ને સેવ મશીનમાં સ્ટાર પ્લેટ મૂકી તેલ લગાવી મિશ્રણ ભરી લ્યો અથવા દૂધ ની થેલી સાફ કરી એક બાજુથી કાપી એમાં તૈયાર મિશ્રણ ભરી પેક કરી નીચેના ભાગમાં એક નાનું કાણું કરી તૈયાર કરી લ્યો. હવે સંચા અથવા પ્લાસ્ટિક ને ગોળ ગોળ ફેરવી નાની નાની ચકરી બનાવી લ્યો અને એક દિવસ એમજ સુકાવવા દયો અને બીજા દિવસે બધી ચકરી ને ઉથલાવી બીજી બાજુ પણ સુકવી લ્યો.
  • ત્યાર બાદ મોટા વાસણમાં લઇ એક દિવસ તડકામાં બરોબર સુકવી કડક થાય એટલે ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ ખાવી હોય ત્યારે ગરમ તેલમાં તારી ને મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા બટાકા ચકરી.

Murkha Recipe Notes

  • જો આ ચકરી બાળકો ખાવા ના હોય તો લીલા મરચા ઓછા તીખા હોય એવા લેવા.
  • અહી તમે એક કિલો માંથી અડધા સાબુદાણા ને પીસી ને વાપરશો તો ચકરી વધુ સોફ્ટ અને ક્રિસ્પી અને ફૂલેલી બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version