Home Nasta Chokha na Lot ni Kurdai Recipe in Gujarati | ચોખાના લોટની કુરડાઈ

Chokha na Lot ni Kurdai Recipe in Gujarati | ચોખાના લોટની કુરડાઈ

0

ઉનાળો શરૂ થતાં જ ગુજરાતી ઘરોમાં પાપડ, વેફર અને સેવ બનાવવાની ધૂમ શરૂ થઈ જાય છે. ‘વરસે ભરવા માટે’ ની વાનગીઓમાં Kurdai (કુરડાઈ / ચોખાની સેવ) નું સ્થાન ખૂબ જ ખાસ છે. આ એક ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો છે બાળકોને બહાર ના તારેલ ચિપ્સ કે બીજા નાસ્તા આપવા કરતા ઘરમાં બનાવી આ સેવ આપશો તો બાળકોને પસંદ પણ આવશે અને તમને પણ સંતોષ થશે કે તમે બાળકો ને કૈક સારું ખવડાવો છો. બનાવવા ખુબ ઓછી મહેનત છે અને થોડી સામગ્રી માંથી ઘણી માત્રામાં તૈયાર થાય છે. તમે Chokha na lot ni Kurdai બનાવીને તમે 1-2 વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકો છો. ચાલો જોઈએ ચોખાના લોટની કુરડાઈ બનાવવાની રીત.

Kurdai Ingredients

  1. ચોખાનો લોટ 2 કપ
  2. પાપડ ખાર / બેકિંગ સોડા 1 ચમચી 
  3. મીઠું સ્વાદ મુજબ
  4. પાણી 2 કપ
  5. તરવા માટે તેલ

Chokha na Lot ni Kurdai banavani rit

ચોખાના લોટની કુરડાઈ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર / બેકિંગ સોડા નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં ચાળીને ચોખાનો લોટ નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને ચમચાથી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી પાંચ સાત મિનીટ રહેવા દયો, સાત મિનીટ પછી મિશ્રણ બીજા વાસણમાં કાઢી ચમચાથી હલાવી મિક્સ કરો. મિશ્રણ નવશેકું રહે અથવા હાથ લગાવી શકો એવું થાય એટલે હાથ થી મસળી મસળી થોડું સ્મૂથ કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ના લાંબા અથવા ગોળ રોલ બનાવી લ્યો. ત્યાર બાદ ગેસ પર ઢોકરીયા બે ગ્લાસ પાણી નાખી ઉપર ચારણી મૂકી તૈયાર કરેલ રોલ મુકો અને ઢાંકી દસ પંદર મિનીટ બાફી લ્યો. રોલ બફાય ત્યાં સુંધી સેવ મશીન માં તેલ લગાવી સેવ વાળી જારી મૂકી તૈયાર કરી એક બાજુ મુકો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી રોલ વાડી ચારણી બહાર કાઢી લ્યો અને રોલ ને મેસર વડે મેસ કરી લ્યો અને ત્યાર બાદ હાથ લગાવી શકો એટલા ઠંડા થવા દયો. ત્યાર બાદ હાથ માં તેલ લગાવી ને લોટ ને મસળી મસળી ને રોલ બનાવો તૈયાર રોલ ને સેવ મશીન માં નાખો અને બંધ કરી લ્યો. 

હવે સાફ પ્લાસ્ટિક પે સંચા ને એક થી બે વખત ગોળ ફેરવી લ્યો આમ એક એક રોલ બનાવતા જાઓ. બધા મિશ્રણ માંથી રોલ બની જાય એટલે એક દિવસ એમજ સુકાવી લ્યો ત્યાર બાદ બીજા દિવસે ઉથલાવી બીજી બાજુ આખો દિવસ સુકાવી લ્યો. આમ બે ત્રણ દિવસ સુકાવી લીધા બાદસાફ કોરા ડબ્બામાં ભરી લ્યો અને જયારે ખાવા હોત ત્યારે ગરમ તેલ માં તારી મજા લ્યો. તો તૈયાર છે ચોખાના લોટમાંથી કુરડાઈ.

Kurdai Recipe notes

અહી તમે લોટ માં કોઈ મસાલા નથી નાખ્યા પણ જો સેવ તરાઈ જાય ત્યાર બાદ એના પર તમે પેરીપેરી મસાલો કે ચાર્ટ મસાલો છાંટી મજા લઇ શકો છો.

આ સેવ ને તમે પંખા નીચે પણ સુકાવી શકો છો જો પંખા નીચે સુકાવો તો દયાન રહે કે બરોબર સુકાઈ જાય અને ડબ્બામાં ભરતી વખતે બને તો એક બે કલાક નો તડકો બતાવી દીધા બાદ ભરવી. 

જો તમે બાળકો માટે બનાવતા હો તો એક વખત બાફી લીધા બાદ લોટ ને મસળી અલગ અલગ ભાગ કરી એ દરેક ભાગમાં ફૂડ કલર નાખી મિક્સ કરી રોલ બનાવી ફરી બાફી લઇ સેવ બનાવશો તો બાળકોને રંગીન સેવ આપી શકો છો.

ચોખાના લોટની કુરડાઈ બનાવવાની રીત

Varse Bharva Mate Chokha na Lot ni Kurdai - ચોખાના લોટની કુરડાઈ

Chokha na Lot ni Kurdai Recipe in Gujarati | ચોખાના લોટની કુરડાઈ

ઉનાળો શરૂ થતાં જ ગુજરાતી ઘરોમાં પાપડ, વેફરઅને સેવ બનાવવાની ધૂમ શરૂ થઈ જાય છે. 'વરસેભરવા માટે' ની વાનગીઓમાં Kurdai(કુરડાઈ / ચોખાની સેવ) નું સ્થાન ખૂબ જ ખાસ છે. આ એક ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો છે બાળકોને બહાર ના તારેલ ચિપ્સ કે બીજા નાસ્તા આપવા કરતા ઘરમાં બનાવી આ સેવ આપશો તો બાળકોને પસંદ પણ આવશે અને તમને પણ સંતોષ થશે કે તમે બાળકો ને કૈક સારું ખવડાવો છો. બનાવવા ખુબ ઓછી મહેનત છે અને થોડી સામગ્રી માંથી ઘણી માત્રામાં તૈયાર થાય છે. . તેને બનાવીને તમે 1-2 વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકો છો. ચાલો જોઈએ ચોખાના લોટની કુરડાઈ બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 3 days
Total Time: 3 days 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

Kurdai Ingredients

  • 2 કપ ચોખાનો લોટ
  • 1 ચમચી પાપડ ખાર / બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 કપ પાણી
  • તરવા માટે તેલ

Instructions

Chokha na Lot ni Kurdai banavani rit

  • ચોખાના લોટની કુરડાઈ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર / બેકિંગ સોડા નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં ચાળીને ચોખાનો લોટ નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને ચમચાથી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી પાંચ સાત મિનીટ રહેવા દયો, સાત મિનીટ પછી મિશ્રણ બીજા વાસણમાં કાઢી ચમચાથી હલાવી મિક્સ કરો. મિશ્રણ નવશેકું રહે અથવા હાથ લગાવી શકો એવું થાય એટલે હાથ થી મસળી મસળી થોડું સ્મૂથ કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ ના લાંબા અથવા ગોળ રોલ બનાવી લ્યો. ત્યાર બાદ ગેસ પર ઢોકરીયા બે ગ્લાસ પાણી નાખી ઉપર ચારણી મૂકી તૈયાર કરેલ રોલ મુકો અને ઢાંકી દસ પંદર મિનીટ બાફી લ્યો. રોલ બફાય ત્યાં સુંધી સેવ મશીન માં તેલ લગાવી સેવ વાળી જારી મૂકી તૈયાર કરી એક બાજુ મુકો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી રોલ વાડી ચારણી બહાર કાઢી લ્યો અને રોલ ને મેસર વડે મેસ કરી લ્યો અને ત્યાર બાદ હાથ લગાવી શકો એટલા ઠંડા થવા દયો. ત્યાર બાદ હાથ માં તેલ લગાવી ને લોટ ને મસળી મસળી ને રોલ બનાવો તૈયાર રોલ ને સેવ મશીન માં નાખો અને બંધ કરી લ્યો.
  • હવે સાફ પ્લાસ્ટિક પે સંચા ને એક થી બે વખત ગોળ ફેરવી લ્યો આમ એક એક રોલ બનાવતા જાઓ. બધા મિશ્રણ માંથી રોલ બની જાય એટલે એક દિવસ એમજ સુકાવી લ્યો ત્યાર બાદ બીજા દિવસે ઉથલાવી બીજી બાજુ આખો દિવસ સુકાવી લ્યો. આમ બે ત્રણ દિવસ સુકાવી લીધા બાદસાફ કોરા ડબ્બામાં ભરી લ્યો અને જયારે ખાવા હોત ત્યારે ગરમ તેલ માં તારી મજા લ્યો. તો તૈયાર છે ચોખાના લોટમાંથી કુરડાઈ.

Kurdai Recipe notes

  • અહી તમે લોટ માં કોઈ મસાલા નથી નાખ્યા પણ જો સેવ તરાઈ જાય ત્યાર બાદ એના પર તમે પેરીપેરી મસાલો કે ચાર્ટ મસાલો છાંટી મજા લઇ શકો છો.
  • આ સેવ ને તમે પંખા નીચે પણ સુકાવી શકો છો જો પંખા નીચે સુકાવો તો દયાન રહે કે બરોબર સુકાઈ જાય અને ડબ્બામાં ભરતી વખતે બને તો એક બે કલાક નો તડકો બતાવી દીધા બાદ ભરવી.
  • જો તમે બાળકો માટે બનાવતા હો તો એક વખત બાફી લીધા બાદ લોટ ને મસળી અલગ અલગ ભાગ કરી એ દરેક ભાગમાં ફૂડ કલર નાખી મિક્સ કરી રોલ બનાવી ફરી બાફી લઇ સેવ બનાવશો તો બાળકોને રંગીન સેવ આપી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version