અત્યાર સુંધી આપણે અલગ અલગ ઘણી ખીર બનાવી છે પણ આજ ની Safarjan ni kheer એ બધા થી અલગ છે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે. અત્યારે બજારમાં સફરજન ખૂબ સારા આવતા હોય છે તો એક વખત એમાંથી આ રીતે ખીર બનાવી ને મજા લઇ શકાય છે. અને જે નાના બાળકે હજી ખાવા ની શરૂઆત જ કરી હોય એમને પણ આ સફરજન ની ખીર બનાવી ને આપી શકાય છે તો ચાલો સફરજન ની ખીર બનાવવાની રીત શીખીએ.
Ingredients List
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ખાંડ 2 ચમચી
- સફરજન 2 ઝીણા સમારેલા / છીણેલા
- ઘી 1-2 ચમચી
- કેસર ના તાંતણા 10-12
- કાજુ ના કટકા 2 ચમચી
- પિસ્તા ના કટકા 2 ચમચી
- બદામ ના કટકા 2 ચમચી એલચી પાઉડર ¼ ચમચી
Safarjan ni kheer banavani recipe
સફરજન ની ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એને પોણા થી અડધું થાય ત્યાં સુંધી ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં કેસર ના તાંતણા નાખી બે ચમચી દૂધ નાખી કેસર ના તાંતણા ને પલાળી લ્યો અને એક બાજુ મૂકો.
હવે સફરજ ને ધોઇ સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો અથવા છીણી વડે છીણી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સફરજન નાખી શેકી લ્યો. સફરજન નું પાણી બરી જાય અને સફરજન ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
સફરજન ગોલ્ડન થાય એટલે એમાં કાજુ, બદામ અને પિસ્તા ના કટકા નાખી એને પણ શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો. હવે દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં ખાંડ, કેસર ના તાંતણા વાળું દૂધ નાખી બીજી પાંચ મિનિટ ઉકાળી લ્યો. હવે એમાં શેકી રાખેલ સફરજન અને ડ્રાય ફ્રુટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
હવે સફરજન સાથે બીજી પાંચ મિનિટ ખીર ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઢાંકણ ઢાંકી પાંચ દસ મિનિટ એમજ રહેવા દયો અને ત્યાર બાદ ગરમ કે ઠંડી મજા લ્યો સફરજન ની ખીર.
Kheer recipe notes
- અહીં જો તમને વધારે મીઠાસ પસંદ હોય તો ખાંડ ની માત્રા વધારી શકો છો અને જો મીઠાસ વગર ચાલે તો ખાંડ ના નાખવી.
- તમે ખાંડ ની જગ્યાએ સાકર પણ વાપરી શકો છો.
- જો તમે સફરજન ને શેકવા ના માંગતા હો તો ઉકાળેલું દૂધ નો ગેસ બંધ કરી પાંચ મિનિટ રહેવા દઈ ત્યાર બાદ છીણેલું સફરજન કે સુધારેલ સફરજન નાખી શકો છો.
- જો સાવ નાના બાળક માટે આ સફરજન ની ખીર બનાવતા હો તો ડ્રાય ફ્રુટ ના કટકા ની જગ્યાએ પાઉડર કરી ને નાખો અને ખાંડ ને ના નાખવી નાના બાળક માટે સફરજન ની મીઠાસ ઘણી થઈ જસે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સફરજન ની ખીર બનાવવાની રેસીપી

Safarjan ni kheer banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients List
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી ખાંડ
- સફરજન ઝીણા સમારેલા / છીણેલા
- 1-2 ચમચી ઘી
- 10-12 કેસર ના તાંતણા
- 2 ચમચી કાજુ ના કટકા
- 2 ચમચી પિસ્તા ના કટકા
- 2 ચમચી બદામ ના કટકા
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Safarjan ni kheer
- સફરજન ની ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એને પોણા થી અડધું થાય ત્યાં સુંધી ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં કેસર ના તાંતણા નાખી બે ચમચી દૂધ નાખી કેસર ના તાંતણા ને પલાળી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે સફરજ ને ધોઇ સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો અથવા છીણી વડે છીણી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સફરજન નાખી શેકી લ્યો. સફરજન નું પાણી બરી જાય અને સફરજન ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- સફરજન ગોલ્ડન થાય એટલે એમાં કાજુ, બદામ અને પિસ્તા ના કટકા નાખી એને પણ શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો. હવે દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં ખાંડ, કેસર ના તાંતણા વાળું દૂધ નાખી બીજી પાંચ મિનિટ ઉકાળી લ્યો. હવે એમાં શેકી રાખેલ સફરજન અને ડ્રાય ફ્રુટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે સફરજન સાથે બીજી પાંચ મિનિટ ખીર ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઢાંકણ ઢાંકી પાંચ દસ મિનિટ એમજ રહેવા દયો અને ત્યાર બાદ ગરમ કે ઠંડી મજા લ્યો સફરજન ની ખીર.
Kheer recipe notes
- અહીં જો તમને વધારે મીઠાસ પસંદ હોય તો ખાંડ ની માત્રા વધારી શકો છો અને જો મીઠાસ વગર ચાલે તો ખાંડ ના નાખવી.
- તમે ખાંડ ની જગ્યાએ સાકર પણ વાપરી શકો છો.
- જો તમે સફરજન ને શેકવા ના માંગતા હો તો ઉકાળેલું દૂધ નો ગેસ બંધ કરી પાંચ મિનિટ રહેવા દઈ ત્યાર બાદ છીણેલું સફરજન કે સુધારેલ સફરજન નાખી શકો છો.
- જો સાવ નાના બાળક માટે આ સફરજન ની ખીર બનાવતા હો તો ડ્રાય ફ્રુટ ના કટકા ની જગ્યાએ પાઉડર કરી ને નાખો અને ખાંડ ને ના નાખવી નાના બાળક માટે સફરજન ની મીઠાસ ઘણી થઈ જસે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
હર્બલ ટી ની રેસીપી | Herbal Tea ni recipe
મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe
kala tal nu kachariyu banavani rit | કચરીયુ બનાવવાની રીત
ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit
રાજગરાનો શીરો | rajgara no shiro
aadu pak recipe | આદુ પાક બનાવવાની રીત