Home Dessert & Drinks હર્બલ ટી ની રેસીપી | Herbal Tea ni recipe

હર્બલ ટી ની રેસીપી | Herbal Tea ni recipe

0
Image credit – Youtube/Krishna's Cuisine

જય શ્રી કૃષ્ણ આજ આપણે હર્બલ ટી બનાવવાની રીત શીખીશું. શિયાળો આવી રહેલો છે અને બધા ને ઠંડી માં ગરમ ગરમ ચા / ટી પસંદ આવતી હોય છે પણ ઘણા લોકો ને ચા પાઉડર વાળી ચા પસંદ નથી હોતી અથવા ચા પાઉડર વાળી ચા પીવાનું ટાળે છે તો એમના માટે આજ આપણે એક હર્બલ ટી લઈ આવ્યા છીએ જે એકદમ ટેસ્ટી ની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે તો આ શિયાળા માં આ ટી / ચા બનાવી ચોક્કસ પીવા જેવી છે તો ચાલો Herbal Tea ni recipe શીખીએ.

જરૂરી સામગ્રી

  • તજ નો ટુકડો 1
  • લવિંગ 3
  • એલચી 2
  • મરી 6-7
  • જાયફળ નો નાનો કટકો 1
  • પાણી 1 ½ કપ
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • બ્રાઉન સુગર 2 ચમચી
  • દૂધ ½ કપ

Herbal Tea ni recipe

હર્બલ ટી બનાવવા સૌપ્રથમ ખંડણી માં તજ નો ટુકડો, એલચી, લવિંગ, મરી, જાયફળ નો કટકો નાખી ને ધસ્તા થી બધી સામગ્રી ને ફૂટી ને પાઉડર બનાવી લ્યો. આ તૈયાર કરેલ પાઉડર ને એક બાજુ મૂકો. અહી  તમે આ મસાલા ને મિક્સર જાર માં પણ પીસી ને પાઉડર બનાવી શકો છો.

હવે આદુ ને છીણી લ્યો અથવા ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલા નાખો અને મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમા તાપે પાંચ મિનિટ ઉકાળો પાણી ઉકાળી લીધા બાદ એમાં બ્રાઉન સુગર નાખી મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર ઉકાળી લીધા બાદ એમાં દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે પાંચ મિનિટ ધીમા તાપે ઉકળવા દયો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો અને મજા લ્યો હર્બલ ટી.

Herbal Tea recipe notes

  • અહીં તમે આ મસાલા ને મિક્સર કે ખંડણી માં ઘણી માત્રા માં પીસી ને ફ્રીઝ માં કે બહાર લાંબા સમય માટે ઉપયોગ માં લઇ શકો છો. પણ જો તમે રોજ રોજ ફ્રેશ પીસી ને ટી બનાવશો તો વધી મજા આવશે.
  • બ્રાઉન સુગર ની જગ્યાએ તમે ખડી સાકાર પણ નાખી શકો છો અથવા ચા/ ટી બરોબર ઉકાળી લીધા બાદ એમાં મધ પણ ઉમેરી મીઠાસ લાવી શકો છો.
  • જો તમે દૂધ વગર આ ચા બનાવતા હો તો ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

હર્બલ ટી ની રેસીપી

હર્બલ ટી - Herbal Tea - હર્બલ ટી ની રેસીપી - Herbal Tea ni recipe

Herbal Tea ni recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે હર્બલ ટી બનાવવાની રીત શીખીશું. શિયાળો આવી રહેલો છે અને બધા ને ઠંડી માં ગરમ ગરમ ચા / ટી પસંદ આવતી હોય છે પણ ઘણા લોકો ને ચા પાઉડર વાળી ચા પસંદ નથી હોતી અથવા ચાપાઉડર વાળી ચા પીવાનું ટાળે છે તો એમના માટે આજ આપણે એક હર્બલ ટી લઈ આવ્યા છીએ જે એકદમટેસ્ટી ની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે તો આ શિયાળા માં આ ટી / ચા બનાવી ચોક્કસ પીવા જેવી છે તો ચાલો Herbal Tea ni recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ગરણી

Ingredients

ટી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 તજ નો ટુકડો
  • 3 લવિંગ
  • 2 એલચી
  • 6-7 મરી
  • 1 જાયફળ નો નાનો કટકો
  • કપ પાણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 2 ચમચી બ્રાઉન સુગર
  • ½ કપ દૂધ

Instructions

Herbal Tea ni recipe

  • હર્બલ ટી બનાવવા સૌપ્રથમ ખંડણી માં તજ નો ટુકડો, એલચી, લવિંગ, મરી, જાયફળ નો કટકો નાખી ને ધસ્તા થી બધી સામગ્રી ને ફૂટી ને પાઉડર બનાવી લ્યો. આ તૈયાર કરેલ પાઉડર ને એક બાજુ મૂકો. અહી તમે આ મસાલા ને મિક્સર જાર માં પણ પીસી ને પાઉડર બનાવી શકો છો.
  • હવે આદુ ને છીણી લ્યો અથવા ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમા તાપે પાંચ મિનિટ ઉકાળો પાણી ઉકાળી લીધા બાદ એમાં બ્રાઉન સુગર નાખી મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર ઉકાળી લીધા બાદ એમાં દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે પાંચ મિનિટ ધીમા તાપે ઉકળવા દયો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો અને મજા લ્યો હર્બલ ટી.

Herbal Tea recipe notes

  • અહીં તમે આ મસાલા ને મિક્સર કે ખંડણી માં ઘણી માત્રા માં પીસી ને ફ્રીઝ માં કે બહાર લાંબા સમય માટે ઉપયોગ માં લઇ શકો છો. પણ જો તમે રોજ રોજ ફ્રેશ પીસી ને ટી બનાવશો તો વધી મજા આવશે.
  • બ્રાઉન સુગર ની જગ્યાએ તમે ખડી સાકાર પણ નાખી શકો છો અથવા ચા/ ટી બરોબર ઉકાળી લીધા બાદ એમાં મધ પણ ઉમેરી મીઠાસ લાવી શકો છો.
  • જો તમે દૂધ વગર આ ચા બનાવતા હો તો ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version