HomeLunch & DinnerSaragva na Pan ni Dal Recipe in Gujarati | સરગવાના પાનની દાળ...

Saragva na Pan ni Dal Recipe in Gujarati | સરગવાના પાનની દાળ બનાવવાની રીત

સરગવાના પાન (Moringa Leaves) માં દૂધ કરતા 4 ગણું વધુ કેલ્શિયમ અને પાલક કરતા 3 ગણું વધુ આયર્ન હોય છે? ,આપણે સરગવાની સિંગનું શાક કે કઢી તો હંમેશા બનાવીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતી થાળીમાં સાદી તુવેર દાળ કે મગની દાળ તો રોજ બને જ છે, પણ જો તેમાં સરગવાના તાજા પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અને પોષણ બંને વધી જાય છે. Saragva na Pan ni Dal પચવામાં એકદમ હળવી હોય છે. આ દાળ ને તમે ભાત , શાક રોટલી સાથે સર્વ કરી શકો છો. ચાલો જોઈએ પરફેક્ટ માપ સાથે સરગવાના પાનની દાળ બનાવવાની રીત.

Ingredients List

  1. તુવેર દાળ ¼ કપ
  2. મોરિંગા પાંદ 2 કપ
  3. ઝીણી સુધારેલ ડુંગળી 1
  4. ઝીણા સુધારેલ ટામેટા 1
  5. લીલા મરચા સુધારેલ 1- 2
  6. મીઠા લીમડાના પાંદ 5- 7
  7. આદુ પેસ્ટ ¼ ચમચી
  8. તેલ / ઘી 2- 3 ચમચી
  9. રાઈ ½ ચમચી
  10. જીરું ¼ ચમચી
  11. હિંગ ¼ ચમચી
  12. હળદર ½ ચમચી
  13. લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  14. ધાણા જીરું પાઉડર ½ ચમચી
  15. મીઠું સ્વાદ મુજબ
  16. પાણી જરૂર મુજબ

Saragva na Pan ni Dal banavani rit

સરગવાના પાનની દાળ બનાવવા સૌથી પહેલા તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ માટે પલાડી મૂક. હવે મોરિંગા ના પાંદ ને દાડી થી અલગ કરી લ્યો ત્યાર બાદ ઘણા પાણીમાં થોડું મીઠું નાખી એમાં પાંદ નાખી પાંચ દસ મિનિટ પલાડી મૂકો. દસ મિનિટ પછી પાંદ ને બીજા સાફ પાણીમાં ધોઈ ચારણીમાં નીતરવા મૂકો.

હવે પલળેલી દાળ નું પાણી નીતારી કૂકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર અને એક થી દોઢ ગ્લાસ પાણી નાખી મિક્સ કરી કૂકર બંધ કરી દાળ ને બાફી લ્યો. દાળ બફાય ત્યાં સુંધી માં ડુંગળી, ટામેટા અને મરચા સુધારી તૈયાર કરી લ્યો. દાળ બફાય જાય એટલે ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા દ્યો. હવા નિકળી જાય એટલે કૂકર નું ઢાંકણ ખોલી દાળ ને બરોબર mikx કરી લ્યો ત્યાર બાદ એમાં મોરિંગા પાંદ નાખી મિક્સ કરી ગેસ પર ધીમા તાપે ચાડવો.( જો દાળ ઘટ્ટ લાગે તો જરૂર મુજબ પાણી નાખવું )

હવે ગેસ પર કડાઈમાં તેલ /ઘી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ, લૂપ મરચા સુધારેલ અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારી ડુંગળી નાખી મિક્સ કરી એને પણ શેકી લ્યો.ડુંગળી શેકાઈ જાય એટલે ટામેટા અને જરૂર પૂરતું મીઠું નાખી મિક્સ તેલ અલગ થાય ત્યાં સુંધી ઢાંકી ચડાવી લ્યો.

ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં ઉકળતી દાળ નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. (અહીં જો તમને પસંદ હોય તો ચમચી ગોળ નાખી શકો છો)

દાળ બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ દાળ ને ભાત, શાક રોટલી સાથે સર્વ કરો તો તૈયાર છે મોરિંગા દાળ.

સરગવાના પાનની દાળ બનાવવાની રીત

Saragva na Pan ni Dal - સરગવાના પાનની દાળ

Saragva na Pan ni Dal Recipe in Gujarati | સરગવાના પાનની દાળ બનાવવાની રીત

સરગવાના પાન (Moringa Leaves) માં દૂધ કરતા 4 ગણું વધુ કેલ્શિયમ અનેપાલક કરતા 3 ગણું વધુ આયર્ન હોય છે? ,આપણે સરગવાની સિંગનું શાક કે કઢી તો હંમેશા બનાવીએ છીએ, પરંતુ શુંતમે જાણો છો કે ગુજરાતી થાળીમાં સાદી તુવેર દાળ કે મગની દાળ તો રોજ બને જ છે,પણ જો તેમાં સરગવાના તાજા પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અને પોષણબંને વધી જાય છે. Saragva na Pan ni Dal પચવામાં એકદમહળવી હોય છે. આ દાળ ને તમે ભાત , શાક રોટલી સાથે સર્વકરી શકો છો. ચાલો જોઈએ પરફેક્ટ માપ સાથે સરગવાના પાનની દાળ બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કૂકર
  • 1 કડાઈ

Ingredients

  • ¼ કપ તુવેર દાળ
  • 2 કપ મોરિંગા પાંદ
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 ઝીણા સુધારેલ ટામેટા
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • 2-3 ચમચી તેલ / ઘી
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Saragva na Pan ni Dal banavani rit

  • સરગવાના પાનની દાળ બનાવવા સૌથી પહેલા તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ માટે પલાડી મૂક. હવે મોરિંગા ના પાંદ ને દાડી થી અલગ કરી લ્યો ત્યાર બાદ ઘણા પાણીમાં થોડું મીઠું નાખી એમાં પાંદ નાખી પાંચ દસ મિનિટ પલાડી મૂકો. દસ મિનિટ પછી પાંદ ને બીજા સાફ પાણીમાં ધોઈ ચારણીમાં નીતરવા મૂકો.
  • હવે પલળેલી દાળ નું પાણી નીતારી કૂકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર અને એક થી દોઢ ગ્લાસ પાણી નાખી મિક્સ કરી કૂકર બંધ કરી દાળ ને બાફી લ્યો. દાળ બફાય ત્યાં સુંધી માં ડુંગળી, ટામેટા અને મરચા સુધારી તૈયાર કરી લ્યો. દાળ બફાય જાય એટલે ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા દ્યો. હવા નિકળી જાય એટલે કૂકર નું ઢાંકણ ખોલી દાળ ને બરોબર mikx કરી લ્યો ત્યાર બાદ એમાં મોરિંગા પાંદ નાખી મિક્સ કરી ગેસ પર ધીમા તાપે ચાડવો.( જો દાળ ઘટ્ટ લાગે તો જરૂર મુજબ પાણી નાખવું )
  • હવે ગેસ પર કડાઈમાં તેલ /ઘી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ, લૂપ મરચા સુધારેલ અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારી ડુંગળી નાખી મિક્સ કરી એને પણ શેકી લ્યો.ડુંગળી શેકાઈ જાય એટલે ટામેટા અને જરૂર પૂરતું મીઠું નાખી મિક્સ તેલ અલગ થાય ત્યાં સુંધી ઢાંકી ચડાવી લ્યો.
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં ઉકળતી દાળ નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. (અહીં જો તમને પસંદ હોય તો ચમચી ગોળ નાખી શકો છો)
  • દાળ બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ દાળ ને ભાત, શાક રોટલી સાથે સર્વ કરો તો તૈયાર છે મોરિંગા દાળ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular