જય શ્રી કૃષ્ણ આજ આપણે સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત – Soji mava na mitha gujiya banavani rit શીખીશું , Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe , દિવાળી આવી રહી છે ને બધા મહેમાનો ના સ્વાગત માટે ઘરે મીઠાઈ નમકીન વગેરે બનાવવાની કે બજાર માંથી તૈયાર લઈ આવવા નું વિચારતા હસે અને દિવાળી પર ખાસ ગુજીયા તો બધા ઘર માં બનાવતા કે મંગાવતા હોય છે પણ આજ આપણે ઘરે બધા ને પસંદ આવતા ગુજીયા ઘરે બનાવવાની રીત શીખીશું. તો ચાલો Soji mava na mitha gujiya recipe in gujarati શીખીએ.
ગુજીયા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- ઘી 100 ગ્રામ
- મીઠું 1-2 ચપટી
- પાણી જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- છીણેલો મોરો માવો 200 ગ્રામ
- સોજી ½ કપ
- કાજુ 4-5 ચમચી
- બદામ 4-5 ચમચી
- પિસ્તા 3-4 ચમચી
- કીસમીસ 3-4 ચમચી
- સૂકા નારિયળ નું છીણ 1 કપ
- પીસેલી ખાંડ 1 કપ
- એલચી પાઉડર ¼ કપ
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 1 કપ
- કેવડા એસેન્સ 1-2 ટીપાં
- પાણી 1 કપ
Soji mava na mitha gujiya banavani rit
સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને રાખીશું ત્યાર બાદ પુરાણ અને ચાસણી તૈયાર કરી લઈ ને ગુજીયા માટેની પુરી બનાવી પુરાણ એમાં ભરી પેક કરી ગુજીયા ને ગોલ્ડન તરી લેશું અને ચાસણી માં બોળી ઉપરથી ડ્રાય ફ્રુટ છાંટી તૈયાર કરીશું સોજી માવા માંથી મીઠી ગુજીયા.
લોટ બાંધવાની રીત
એક વાસણમાં મેંદાના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું અને ઘી નાખી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો હવે થોડું થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો.
પુરણ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ બદામ અને પીસ્તા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ડ્રાય ફ્રુટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ત્યાર બાદ એજ ગરમ ઘી માં નારિયળ નું છીણ નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકી એને પણ કાઢી લ્યો.
હવે એ કડાઈ માં એક ચમચી ઘી નાખી સોજી નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ છીણેલા મોરા માવા ને કડાઈ માં નાખી એને પણ ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી એમાં શેકેલ સોજી નાખી મિક્સ કરી ઢાંકી ને એક બાજુ મૂકી ઠંડા થવા દયો.
શેકેલ ડ્રાય ફ્રુટ ને દર્દરા પીસી લ્યો અને પીસેલા ડ્રાય ફ્રુટ અને કીસમીસ, શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિકસ કરી લ્યો અને મિશ્રણ ઠંડુ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે પુરાણ.
ચાસણી બનાવવાની રીત
ગેસ પર એક વાસણમાં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ હલાવતા રહી ને ચિકાસ વાળી ચાસણી થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો. ચાસણી માં ચિકાસ આવેલ લાગે એટલે ગેસ બંધ કરી એમાં કેવડા એસેન્સ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો તો તૈયાર છે ચાસણી.
સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રેસીપી
બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ને જે સાઇઝ ના ગુજીયા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને વેલણ વડે વણી ને મિડીયમ જાડી પુરી બનાવી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ તૈયાર કરેલ પુરાણ મૂકી કિનારી પર પાણી લગાવી ને અડધી ફોલ્ડ કરી લ્યો અને કાટા ચમચી થી કિનારી દબાવી લ્યો અથવા ફોલ્ડ કરી લ્યો આમ બધા જ ગુજીયા બનાવી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગુજીયા નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધી જ ગુજીયા ને તરી ને તૈયાર કરી લ્યો.
તમે આમજ પણ ગુજીયા ખાઈ શકો છો અને તરેલી ગુજીયા ને નવશેકી ગરમ ચાસણી માં નાખી એક મિનિટ એમાં રહેવા દઈ બહાર કાઢી લ્યો આમ બધી ગુજીયા તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે સોજી માવા માંથી મીઠી ગુજીયા.
Soji mava na mitha gujiya recipe in gujarati notes
- અહીં તમે તમારી પસંદ ની સાઇઝ અને આકાર ની ગુજીયા હાથે થી કે મોલ્ડ થી તૈયાર કરી શકો છો.
- સ્ટફિંગ માં તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી ને પણ બનાવી શકો છો.
સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત | Recipe Video
Youtube પર Masala Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Soji mava na mitha gujiya recipe in gujarati
સોજી માવા ના મીઠા ગુજીયા | Soji mava na mitha gujiya banavani rit| સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત | Soji mava na mitha gujiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ગુજીયા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ મેંદા નો લોટ
- 100 ગ્રામ ઘી
- 1-2 ચપટી મીઠું
- પાણી જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- 200 ગ્રામ છીણેલો મોરો માવો
- ½ કપ સોજી
- 4-5 ચમચી કાજુ
- 4-5 ચમચી બદામ
- 3-4 ચમચી પિસ્તા
- 3-4 ચમચી કીસમીસ
- 1 કપ સૂકા નારિયળ નું છીણ
- 1 કપ પીસેલી ખાંડ
- ¼ કપ એલચી પાઉડર
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ખાંડ
- 1-2 ટીપાં કેવડા એસેન્સ
- 1 કપ પાણી
Instructions
Soji mava namitha gujiya banavani rit | સોજીમાવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત| Soji mava na mitha gujiya recipe in gujarati
- સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને રાખીશું ત્યાર બાદ પુરાણ અને ચાસણી તૈયાર કરી લઈ ને ગુજીયા માટેની પુરી બનાવી પુરાણ એમાં ભરી પેક કરી ગુજીયા ને ગોલ્ડન તરી લેશું અને ચાસણી માં બોળી ઉપરથી ડ્રાય ફ્રુટ છાંટી તૈયાર કરીશું સોજી માવા માંથી મીઠી ગુજીયા.
લોટ બાંધવાની રીત
- એક વાસણમાં મેંદાના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું અને ઘી નાખી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો હવે થોડું થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો.
પુરણ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ બદામ અને પીસ્તા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ડ્રાય ફ્રુટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ત્યાર બાદ એજ ગરમ ઘી માં નારિયળ નું છીણ નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકી એને પણ કાઢી લ્યો.
- હવે એ કડાઈ માં એક ચમચી ઘી નાખી સોજી નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને બીજા વાસણમાંકાઢી લ્યો ત્યાર બાદ છીણેલા મોરા માવા ને કડાઈ માં નાખી એને પણ ધીમા તાપે ગોલ્ડન શેકીલ્યો અને બીજા વાસણમાં કાઢી એમાં શેકેલ સોજી નાખી મિક્સ કરી ઢાંકી ને એક બાજુ મૂકીઠંડા થવા દયો.
- શેકેલ ડ્રાય ફ્રુટ ને દર્દરા પીસી લ્યો અને પીસેલા ડ્રાય ફ્રુટ અને કીસમીસ, શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિકસ કરી લ્યો અને મિશ્રણ ઠંડુ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે પુરાણ.
ચાસણી બનાવવાની રીત
- ગેસ પર એક વાસણમાં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ હલાવતા રહી ને ચિકાસ વાળી ચાસણી થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો. ચાસણી માં ચિકાસ આવેલ લાગે એટલે ગેસ બંધ કરી એમાં કેવડા એસેન્સ નાખી મિક્સકરી એક બાજુ મૂકો તો તૈયાર છે ચાસણી.
સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત
- બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ને જે સાઇઝ ના ગુજીયા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યોઅને વેલણ વડે વણી ને મિડીયમ જાડી પુરી બનાવી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ તૈયાર કરેલપુરાણ મૂકી કિનારી પર પાણી લગાવી ને અડધી ફોલ્ડ કરી લ્યો અને કાટા ચમચી થી કિનારી દબાવીલ્યો અથવા ફોલ્ડ કરી લ્યો આમ બધા જ ગુજીયા બનાવી ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગુજીયા નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધી જ ગુજીયા ને તરી ને તૈયાર કરી લ્યો.
- તમે આમજ પણ ગુજીયા ખાઈ શકો છો અને તરેલી ગુજીયા ને નવશેકી ગરમ ચાસણી માં નાખી એક મિનિટ એમાં રહેવા દઈ બહાર કાઢી લ્યો આમ બધી ગુજીયા તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે સોજી માવા માંથી મીઠી ગુજીયા.
Soji mava namitha gujiya recipe in gujarati notes
- અહીં તમે તમારી પસંદ ની સાઇઝ અને આકાર ની ગુજીયા હાથે થી કે મોલ્ડ થી તૈયાર કરી શકો છો.
- સ્ટફિંગમાં તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit
રસ માધુરી બનાવવાની રીત | Ras madhuri banavani rit | Ras madhuri recipe in gujarati
મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit