Home Nasta Soji na papad banavani rit | સોજી ના પાપડ બનાવવાની રીત

Soji na papad banavani rit | સોજી ના પાપડ બનાવવાની રીત

0
Image credit – Youtube/Bristi Home Kitchen

આજે આપડે બનાવીશું એક દમ મસ્ત અને અને 1 જ મિનિટ માં બની જતા સોજી ના પાપડ ઈ પણ એક દમ અલગ જ રીતે બનાવીશું . ના પાપડ વણવાની મેહનત કે ના પાપડ ને ચમચા થી ફેલાવાની મેહનત વગર જ એક દમ નવી રીતે પાણી માં Soji na papad – સોજી ના પાપડ બનાવતા શીખીશું.

Soji papad Ingredients

  • રેગ્યુલર સોજી 1 કપ
  • પાણી 2 કપ
  • ઘઉં નો લોટ 2 ચમચી
  • મીઠું નાની 1 ચમચી
  • મીઠા લીમડાનાં પાંદ 20-25
  • ચિલી ફલેક્સ સ્વાદ મુજબ
  • જીરું સ્વાદ મુજબ

Soji na papad banavani rit

સોજી ના પાપડ બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં સોજી 1 કપ , ઘઉં નો લોટ 2 ચમચી , મીઠું નાની 1 ચમચી , 1 કપ પાણી નાખી પેલે એક વખત મિક્ષ્ચર હલાવી ને એક વાર પીસી લેશું બઉ વધારે નથી પીસવાનું ઈ ધ્યાન રાખવું અને એક વાર પીસી લીધા બાદ ફરીથી 1 કપ પાણી નાખી અને મિક્ષ્ચર ચલાવી લેશું જેથી આપડું એક દમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે.

ત્યાર બાદ એક બાઉલ માં મિશ્રણ કાઢી અને તેમાં મીઠા લીમડાનાં પાંદ ને સારી રીતે ધોઈ અને ચાકુ વડે જીણા સમારી લેશું . ઇયા તમે લીલા ધાણા , લીલા મરચા કે પછી ફુદીનો પણ નાખી સકો છો . ત્યાર બાદ તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ , જીરું 1 ચમચી નાખી અને બરાબર મિક્સ કરી લેશું. આ સ્ટેજ પર તમે જીણું સુધારેલું લસણ , કાળા મરી નો પાવડર પણ નાખી સકો છો ફ્લેવર તમે તમારી પસંદ મુજબ ના નાખી શકો છો .અને જો કઈ પણ ના પસંદ આવે તો તમે પ્લેન પાપડ પણ બનાવી શકો છો.

હવે એક સ્ટીમર માં પાણી નાખી અને ગરમ થવા દેશું પાણી ઉકળે એટલે તેમાં તમારી પાસે સ્ટીમર માં જે કાણા વાડી ડીશ આવે તે મૂકી દેવી . ત્યાર બાદ જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણ ને ઘરમાં રહેલી કોઈ પણ નાની ડીશ અથવા તો તમને જે સાઇઝ ના પાપડ બનાવવા હોય તે  સાઇઝ ની ડિશ લેશું તેના પર તેલ કે કંઈ લગાવ્યા વગર ચમચા વડે નાખી અને તે મિશ્રણ ને નાખી અને ચારે ફેલાવી દેશું . મિશ્રણ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછું નાખી શકો છો . જો મિશ્રણ ઓછું હશે તો પાપડ પાતળા થશે અને જો જાડું હશે તો પાપડ જાડા બનશે .

ત્યાર બાદ એક મોટા બાઉલ કે કોઈ પણ મોટા વાસણ માં પાણી ભરી ને મૂકી દેશું કારણકે આગળ આપણે ઈ પાણી ની જરૂર પડશે. હવે તૈયાર કરેલી મિશ્રણ વાડી પ્લેટ ને સ્ટમીર માં કાણા વાડી થાળી ની ઉપર મૂકીશું ઢાંકણ બંધ કરી અને મીડીયમ તાપે 1 મિનિટ જેવું રેવા દેશું 1 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને પ્લેટ ને આપડે જે બાઉલ માં પાણી લીધું હતું તે પાણી માં પ્લેટ નાખી દેશું જેથી પાપડ થોડું ઠંડુ થઈ જાય,

ત્યાર બાદ ચાકુ ની મદદ થી પાપડ ને એક પ્લાસ્ટિક વાડી મોટી થેલી માં નાખી ને 4 કલાક સુધી રેવા દેશું 4 કલાક બાદ આપડે પાપડ ની બીજી બાજુ ફેરવી લેશું . ઇયા પાપડ તમને છત પર ના સૂકાવા હોય તો તમે પાપડ ને ગરમા પંખા નીચે જ પ્લાસ્ટિક પર રાખી શકો છો .

હવે સેમ રીત થી બધા પાપડ બનાવી ને પ્લાસ્ટીક માં મૂકતા જશું બધા પાપડ ને 4 કલાક પછી ફેરવી લીધા બાદ બીજા દિવસે આપડે બધા પાપડ ને તડકા માં મૂકી દેશું . અને પાપડ બરાબર સુકાઈ ગયા બાદ તમે તેને ગમે ત્યારે તળી અને ખાઇ શકો છો

તો તૈયાર છે આપડા મસ્ત અને કોઈ પણ ઝંઝટ વગર બની જતા પાપડ જેને નાસ્તા માં કે પછી ખીચડી સાથે બનાવી અને ખાઇ શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સોજી ના પાપડ બનાવવાની રીત

Soji na papad - સોજી ના પાપડ

Soji na papad banavani rit

આજે આપડે બનાવીશું એક દમ મસ્ત અને અને 1 જ મિનિટ માં બની જતા સોજી ના પાપડ ઈ પણ એક દમ અલગ જ રીતે બનાવીશું. ના પાપડ વણવાની મેહનત કે ના પાપડ ને ચમચા થી ફેલાવાની મેહનત વગર જએક દમ નવી રીતે પાણી માં Soji na papad – સોજી ના પાપડ બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 2 minutes
Resting time: 1 day
Total Time: 1 day 17 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 નાની ડીશ
  • 1 બાઉલ
  • 1 સ્ટીમર

Ingredients

  • 1 કપ રેગ્યુલર સોજી
  • 2 કપ પાણી
  • 2 ચમચી ઘઉં નો લોટ
  • 1 ચમચી મીઠું નાની
  • 20-25 મીઠા લીમડાનાં પાંદ
  • ચિલી ફલેક્સ સ્વાદ મુજબ
  • જીરું સ્વાદ મુજબ

Instructions

Soji na papad banavani rit

  • સોજી ના પાપડ બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં સોજી 1 કપ , ઘઉં નો લોટ 2 ચમચી , મીઠું નાની 1 ચમચી , 1 કપ પાણી નાખી પેલે એક વખત મિક્ષ્ચર હલાવી ને એક વાર પીસી લેશું બઉ વધારે નથી પીસવાનું ઈ ધ્યાન રાખવું અને એક વાર પીસી લીધા બાદ ફરીથી 1 કપ પાણી નાખી અને મિક્ષ્ચર ચલાવી લેશું જેથી આપડું એક દમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે.
  • ત્યાર બાદ એક બાઉલ માં મિશ્રણ કાઢી અને તેમાં મીઠા લીમડાનાં પાંદ ને સારી રીતે ધોઈ અને ચાકુ વડે જીણા સમારી લેશું . ઇયા તમે લીલા ધાણા , લીલા મરચા કે પછી ફુદીનો પણ નાખી સકો છો . ત્યાર બાદ તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ , જીરું 1 ચમચી નાખી અને બરાબર મિક્સ કરી લેશું. આ સ્ટેજ પર તમે જીણું સુધારેલું લસણ , કાળા મરી નો પાવડર પણ નાખી સકો છો ફ્લેવર તમે તમારી પસંદ મુજબ ના નાખી શકો છો .અને જો કઈ પણ ના પસંદ આવે તો તમે પ્લેન પાપડ પણ બનાવી શકો છો.
  • હવે એક સ્ટીમર માં પાણી નાખી અને ગરમ થવા દેશું પાણી ઉકળે એટલે તેમાં તમારી પાસે સ્ટીમર માં જે કાણા વાડી ડીશ આવે તે મૂકી દેવી . ત્યાર બાદ જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણ ને ઘરમાં રહેલી કોઈ પણ નાની ડીશ અથવા તો તમને જે સાઇઝ ના પાપડ બનાવવા હોય તે સાઇઝ ની ડિશ લેશું તેના પર તેલ કે કંઈ લગાવ્યા વગર ચમચા વડે નાખી અને તે મિશ્રણ ને નાખી અને ચારે ફેલાવી દેશું . મિશ્રણ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછું નાખી શકો છો . જો મિશ્રણ ઓછું હશે તો પાપડ પાતળા થશે અને જો જાડું હશે તો પાપડ જાડા બનશે .
  • ત્યાર બાદ એક મોટા બાઉલ કે કોઈ પણ મોટા વાસણ માં પાણી ભરી ને મૂકી દેશું કારણકે આગળ આપણે ઈ પાણી ની જરૂર પડશે. હવે તૈયાર કરેલી મિશ્રણ વાડી પ્લેટ ને સ્ટમીર માં કાણા વાડી થાળી ની ઉપર મૂકીશું ઢાંકણ બંધ કરી અને મીડીયમ તાપે 1 મિનિટ જેવું રેવા દેશું 1 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને પ્લેટ ને આપડે જે બાઉલ માં પાણી લીધું હતું તે પાણી માં પ્લેટ નાખી દેશું જેથી પાપડ થોડું ઠંડુ થઈ જાય,
  • ત્યાર બાદ ચાકુ ની મદદ થી પાપડ ને એક પ્લાસ્ટિક વાડી મોટી થેલી માં નાખી ને 4 કલાક સુધી રેવા દેશું 4 કલાક બાદ આપડે પાપડ ની બીજી બાજુ ફેરવી લેશું . ઇયા પાપડ તમને છત પર ના સૂકાવા હોય તો તમે પાપડ ને ગરમા પંખા નીચે જ પ્લાસ્ટિક પર રાખી શકો છો .
  • હવે સેમ રીત થી બધા પાપડ બનાવી ને પ્લાસ્ટીક માં મૂકતા જશું બધા પાપડ ને 4 કલાક પછી ફેરવી લીધા બાદ બીજા દિવસે આપડે બધા પાપડ ને તડકા માં મૂકી દેશું . અને પાપડ બરાબર સુકાઈ ગયા બાદ તમે તેને ગમે ત્યારે તળી અને ખાઇ શકો છો
  • તો તૈયાર છે આપડા મસ્ત અને કોઈ પણ ઝંઝટ વગર બની જતા પાપડ જેને નાસ્તા માં કે પછી ખીચડી સાથે બનાવી અને ખાઇ શકો છો.

Notes

  • સ્ટીમર ના હોય તો તમે કડાઈ માં કાંઠો રાખી ને પણ પાપડ ને બનાવી શકો છો.
  • જો તમને પાપડ પાણી માં નાખવા હોય તો બારે પ્લેટ ને ઠંડી થવા દેશો તો પણ પાપડ આરામ થી નીકળી જશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version