આપણે મસાલેદાર શાક બનાવવાની રીત શીખીશું. અત્યારે ઉનાળા માં જ્યારે શાક ઓછા મળે છે ત્યારે આ કેપ્સીકમ નું શાક બનાવી શકો છો અને દાળ ભાત રોટલી સાથે પીરસી શકો છો. તો ચાલો Capsicum nu masaledar shaak – કેપ્સીકમ નું મસાલેદાર શાક બનાવવાની રીત શીખીએ.
Ingredients
- કેપ્સિકમ 4- 5 લાંબા સુધારેલ
- ટામેટા 1 ઝીણું સમારેલું
- ડુંગળી 1 લાંબી લાંબી સુધારેલ
- તેલ 3- 4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- હળદર ½ ચમચી
- મગફળી ⅓ કપ
- છીણેલું નાળિયેર ¼ કપ
- લસણ ની કણી 8- 10
- સફેદ તલ 2- 3 ચમચી
- ખાંડ 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Capsicum nu masaledar shaak banavani rit
કેપ્સીકમ નું મસાલેદાર શાક બનાવવા સૌપ્રથમ કેપ્સિકમ ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી બે ભાગ કરી બીજ અલગ કરી લ્યો અને લાંબા લાંબા સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી શેકી લ્યો . સીંગદાણા અડધા શેકવા આવે એટલે એમાં લસણ ની કણી, મીઠા લીમડા ના પાંદ, છીણેલું નારિયળ, એક ચમચી જીરું અને સફેદ તલ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે ગેસ પર એજ કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો,
ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા ને થોડા શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી પાંચ થી સાત મિનિટ શેકી લ્યો. કેપ્સીકમ શેકાઈ જાય એટલે પીસી તૈયાર કરેલ મસાલો માંથી બે ત્રણ ચમચા નાખો સાથે ખાંડ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો. તો તૈયાર છે કેપ્સીકમ નું મસાલેદાર શાક.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કેપ્સીકમ નું મસાલેદાર શાક બનાવવાની રીત

Capsicum nu masaledar shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 4- 5 કેપ્સિકમ લાંબા સુધારેલ
- 1 ટામેટા ઝીણું સમારેલું
- 1 ડુંગળી લાંબી લાંબી સુધારેલ
- 3- 4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી લાલ મરચનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 8- 10 મીઠા લીમડા ના પાંદ
- ½ ચમચી હળદર
- ⅓ કપ મગફળી
- ¼ કપ છીણેલું નાળિયેર
- 8- 10 લસણ ની કણી
- 2- 3 ચમચી સફેદ તલ
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Capsicum nu masaledar shaak banavani rit
- કેપ્સીકમ નું મસાલેદાર શાક બનાવવા સૌપ્રથમ કેપ્સિકમ ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી બે ભાગ કરી બીજ અલગ કરી લ્યો અને લાંબા લાંબા સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં સીંગદાણા નાખી શેકી લ્યો . સીંગદાણા અડધા શેકવા આવે એટલે એમાં લસણ ની કણી, મીઠા લીમડા ના પાંદ, છીણેલું નારિયળ, એક ચમચી જીરું અને સફેદ તલ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી લ્યો. હવે ગેસ પર એજ કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો,
- ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો.
- મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા ને થોડા શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી પાંચ થી સાત મિનિટ શેકી લ્યો. કેપ્સીકમ શેકાઈ જાય એટલે પીસી તૈયાર કરેલ મસાલો માંથી બે ત્રણ ચમચા નાખો સાથે ખાંડ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો. તો તૈયાર છે કેપ્સીકમ નું મસાલેદાર શાક.
Notes
- પીસી તૈયાર કરેલ મસાલો વધારે બનાવી ને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ શાક બનાવું હોય ત્યારે વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kodari no pulav banavani recipe | કોદરી નો પુલાવ બનાવવાની રેસીપી
Batata fansi nu shaak recipe | બટાકા ફણસી નું શાક
Choli Nu Shaak banavani rit | ચોળી નું શાક બનાવવાની રીત
ghau na lot ni bread recipe | ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત
sabudana ni kheer banavani rit | સાબુદાણા ની ખીર બનાવવાની રીત